GU/Prabhupada 0157 - જ્યાં સુધી તમારું હ્રદય શુદ્ધ નથી થતું તમે સમજી ન શકો કે હરિ શું છે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0157 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
(No difference)

Revision as of 10:36, 20 June 2017



Lecture on SB 6.2.11 -- Vrndavana, September 13, 1975

જો તમને શાસ્ત્રોનો આદેશ સ્વીકૃત ન હોય તો, ખાસ કરીને ભગવાન કૃષ્ણનો, ભગવદ ગીતામાં તમને આદેશ છે... તે બધા શાસ્ત્રોનો સાર છે. તેનો સ્વીકાર કરો. તો તમે ખુશ થશો. અન્યથા નહી થાવ. તેથી તે અહીં કહેવાયુ છે કે, અઘવાન, પાપી માણસને શુદ્ધ ન બનાવી શકાય, ખાલી આ ધાર્મિક વિધીઓ, પ્રાયશ્ચિત, અથવા અમુક પ્રતિજ્ઞા રાખીને કે વ્રત દ્વારા. તો પછી તે કેવી રીતે શક્ય છે? કારણ કે દરેકને... યથા હરેર નામ. તેથી તે આગ્રહણીય છે, હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ, કલૌ નાસ્તી એવ નાસ્તી એવ નાસ્તી એવ (ચૈ.ચ. આદિ ૧૭.૨૧). તે જ વસ્તુ. તમને શાસ્ત્રોનો આદેશ ક્યારેય વિરોધાભાસી નહી લાગે. અગ્નિ પુરાણમાં કહેવાયુ છે અને શ્રીમદ્-ભાગવતમાં પણ તે જ વસ્તુ છે. અગ્નિ પુરાણ કહે છે, હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ, અને અહીં શ્રીમદ્ ભાગવતમમાં, કહેવાયુ છે, યથા હરેર નામ પદૈર ઉદારતૈ: તદ ઉત્તમશ્લોક ગુણોપલમ્ભકમ (શ્રી.ભા. ૬.૨.૧૧). હરેર નામ મતલબ પવિત્ર નામનુ જપ થાય છે. તે સરળ છે. જ્યારે તમે હરી નામનો જપ કરશો પછી તમે ધીમે ધીમે સમજશો, હરિ શું છે, તેમનું સ્વરૂપ શું છે, તેમના ગુણો શું છે, તેમની પ્રવૃત્તિઓ શું છે. પછી તમે સમજી શકશો. કારણકે હરિ નામ વગર તમારૂ હ્રદય અસ્વચ્છ હોય છે - ચેતો દર્પણ માર્જનમ (ચૈ.ચ. અન્ત્ય ૨૦.૧૨) - જ્યાં સુધી તમારૂ હ્રદય શુદ્ધ થતું નથી, હરિ શું છે તે તમે સમજી ના શકો, હરિ નામ શું છે, તેમનુ સ્વરૂપ શું છે, તેમના ગુણો શું છે, તેમની પ્રવૃત્તિઓ શું છે. તે તમે સમજી શકતા નથી.

અત: શ્રીકૃષ્ણ નામાદી ન ભવેદ ગ્રાહ્યમ ઇન્દ્રિયૈ: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). તમે તમારી અર્થહીન ઇન્દ્રિયોનો, જો તમે ઉપયોગ કરશો, તો તમે કૃષ્ણને સમજી ના શકો. તેથી લોકો કૃષ્ણને સમજતા નથી, કે નથી સમજતા હરિનામના મૂલ્યને. કારણકે તેમની ઇન્દ્રિયો બુઠ્ઠી છે, આ માયિક ગુણોથી દૂષિત છે, તેઓ સમજી શકતા નથી. પરંતુ આ એક માત્ર રસ્તો છે - ચેતો દર્પણ માર્જનમ ભવા મહાદાવાગ્નિ નિર્વાપણમ (ચૈ.ચ. અન્ત્ય ૨૦.૧૨). કારણકે તમારુ શુદ્ધિકરણ થવુ જોઈએ, તો આ એક માત્ર પદ્ધતિ છે. હરે કૃષ્ણનો જપ કરો. પછી તમે ધીમે ધીમે શુદ્ધ થશો. પુણ્ય શ્રવણ કિર્તન: પુણ્ય-શ્રવણ-કિર્તન: શ્રુણવતામ સ્વકથા: કૃષ્ણ: પુણ્ય શ્રવણ કિર્તન (શ્રી.ભા. ૧.૨.૧૭). જો તમે કૃષ્ણ વિશે સાંભળો, કે જપ કરો, કે જેને ઉત્તમશ્લોક કહેવાય છે, તદ ઉત્તમશ્લોક ગુણોપલમ્ભકમ, તેના ઘણા લાભો છે. તો હરે કૃષ્ણ આંદોલન ખૂબ મહત્વપૂર્ણ છે તેથી દરેકે ખૂબ ગંભીરતાથી લેવુ જોઈએ. કિર્તનિય: સદા હરિ:,

તૃણાદ અપિ સુનિચેન
તરોર અપિ સહિષ્ણુના
અમાનીના માનદેન
કિર્તનિય સદા હરિ:
(ચૈ.ચ. આદિ ૧૭.૩૧)

આ ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા છે. મુશ્કેલ છે... તે પદમ પદમ યદ વીપદામ (શ્રી.ભા. ૧૦.૧૪.૫૮). આ ભૌતિક જગતમાં માત્ર વીપદા છે. કોઈ સંપદા નથી. મૂર્ખતાથી આપણને એવુ લાગે છે કે "હવે હું ખૂબ જ સરસ છું." શું સરસ છે? તમારે આગામી ક્ષણે મૃત્યુ પામવું પડશે. શું સરસ છે? પરંતુ આ મૂર્ખ લોકો કહે છે "હા, હું સરસ છું." તમે કોઇને પૂછો "તમે કેમ છો?" "હા, ખૂબ મજામાં." તે શું સરસ છે? તમે કાલે મૃત્યુ પામવાના છો. હજુ સરસ. બસ તેટલું જ. આ ચાલી રહ્યું છે. તેથી તે પદમ પદમ યદ વિ... તેઓ ખુશી થવા વૈજ્ઞાનિક સંશોધનો કરી રહ્યા છે, પરંતુ આ ધૂર્તો, તેઓને મૃત્યુ કેવી રીતે અટકાવવું તે ખબર નથી. તો શું સરસ છે? પરંતુ તેઓ પાસે સમજવા માટે કોઈ મગજ નથી. પરંતુ કૃષ્ણ કહે છે "મારા પ્રિય શ્રીમાન, તમે વૈજ્ઞાનિકો, તમે ઘણા બધા પ્રયાસ કરી રહ્યા છો, આ સમસ્યાઓ છે." જન્મ મૃત્યુ જરા વ્યાધી દુખદોશાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). સૌ પ્રથમ તમારી સમસ્યા શું છે તે શોધો. જન્મ મૃત્યુ જરા વ્યાધી. તમારે જન્મ લેવોપડે, મરવુ પડે, બિમારીઓથી પીડાવુ પડે, ઘરડા થવુ પડે. સૌ પ્રથમ તેને રોકો. પછી વૈજ્ઞાનિક પ્રગતિની વાત કરો. અન્યથા તમે મૂર્ખ છો. આપનો ખૂબ ખૂબ આભાર.