GU/Prabhupada 0064 - સિદ્ધિ એટલે કે જીવનની પૂર્ણતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture on SB 6.1.15 -- Denver, June 28, 1975

કેચિત મતલબ "કોઈક વ્યક્તિ." "ખુબજ દુર્લભ." "કોઈક વ્યક્તિ" મતલબ "ખુબજ દુર્લભ." તો આ સરળ વસ્તુ નથી વાસુદેવ-પરાયણા: બનવું. કાલે મે સમજાવ્યું હતું કે ભગવાન, કૃષ્ણ કહે છે, કે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિદ મામ વેત્તિ તત્ત્વતઃ, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતી સિદ્ધયે (ભ.ગી. ૭.૩). સિદ્ધિ એટલે કે જીવનની પૂર્ણતા. સામાન્ય રીતે, તેઓ તેને યોગ અભ્યાસની અષ્ટ-સિદ્ધિના રૂપે લે છે - અનિમા, લઘીમા, મહિમા, પ્રાપ્તિ, સિદ્ધિ, ઈશિત્વ, વશિત્વ, પ્રાકામ્ય. તો આને સિદ્ધિઓ કેહવાય છે, યોગ-સિદ્ધિ. યોગ સિદ્ધિ મતલબ તમે સૌથી નાના કરતા વધારે નાના બની શકો. આપણું કદ વાસ્તવમાં ખુબજ, નાનું છે. તો યોગ સિદ્ધિથી, આ ભૌતિક શરીર હોવા છતાં, એક યોગી સૌથી નાના આકારમાં આવી શકે છે, અને ક્યાં પણ તમે તેને બંધ રાખો, તે બહાર આવી જશે. તેને કેહવાય છે અનિમા-સિદ્ધિ. તેવી જ રીતે, મહિમા સિદ્ધિ છે, લઘીમા સિદ્ધિ છે. વ્યક્તિ રૂના પૂમડા કરતા પણ વધારે હળવો બની શકે છે. યોગીઓ, તેઓ બહુ જ હળવા બની જાય છે. હજી પણ ભારતમાં યોગીઓ છે. બેશક, અમારા બાળપણમાં, અમે કોઈક યોગીને જોયા હતા, તે અમારા પિતા પાસે આવતા હતા. તો તે કેહતા હતા કે તે થોડીક જ ક્ષણોમાં ક્યાંય પણ જઈ શકતા હતા. અને કોઈક વાર વેહલી સવારે તે જગન્નાથ પૂરી, રામેશ્વરમ, હરિદ્વાર જતા હતા, અને તેમનું સ્નાન ગંગા અને બીજા નદીઓમાં કરતા હતા. તેને કેહવાય છે લઘીમા સિદ્ધિ. તમે ખુબજ હળવા બની જાઓ. તે તેમ કેહતા હતા કે "અમે અમારા ગુરુ સાથે બેઠા છીએ અને માત્ર સ્પર્શ કરી રહ્યા છીએ. અમી અહી બેઠા છે, અને થોડીક ક્ષણો પછી અમે બીજી જગ્યાએ બેસીએ છીએ." આને લઘીમા સિદ્ધિ કેહવાય છે. આ રીતે ઘણી બધી યોગ સિદ્ધિઓ છે. લોકો ખુબજ ચકિત થાય છે આ યોગ સિદ્ધિઓ જોઇને. પણ કૃષ્ણ કહે છે, યતતામ અપી સિદ્ધાનામ: (ભ.ગી. ૭.૩) "આવા કેટલા બધા સિદ્ધોમાંથી, જેમની પાસે યોગ સિદ્ધિ છે," યતતામ અપી સીદ્ધાનામ કશ્ચીદ મામ વેત્તિ તત્ત્વતઃ (ભ.ગી. ૭.૩), "કોઈ વ્યક્તિ કદાચ મને સમજી શકે." તો કોઈ વ્યક્તિ યોગ-સિદ્ધિને પ્રાપ્ત કરે છે; છતાં કૃષ્ણને સમજવું શક્ય નથી. તે શક્ય નથી. કૃષ્ણ માત્ર તેમના દ્વારા જ સમજી શકાય છે કે જેમણે પોતાનું સર્વસ્વ કૃષ્ણ માટે સમર્પતિ કર્યું છે. તેથી કૃષ્ણને તે જોઈએ છે, તે હકથી માંગે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). કૃષ્ણ માત્ર તેમના શુદ્ધ ભક્ત દ્વારા સમજી શકાય છે, બીજા કોઈના દ્વારા નહીં.