GU/Prabhupada 0126 - માત્ર મારા ગુરુ મહારાજની સંતુષ્ટિ માટે

Revision as of 21:53, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 4.18 -- Delhi, November 3, 1973

સ્ત્રી ભક્ત: તમે કહ્યું હતું કે જો અમે કોઈ કાર્ય કરી રહ્યા છીએ, ત્યારે તે કાર્યની પરીક્ષા થવી જોઈએ કે શું ભગવાન કૃષ્ણ પ્રસન્ન છે. પણ તે પરીક્ષા શું છે?

પ્રભુપાદ: જો ગુરુ મહારાજ પ્રસન્ન છે, તો કૃષ્ણ પણ પ્રસન્ન છે. તે તમે રોજ ગાઓ છો. યસ્ય પ્રસાદાદ ભગવત-પ્રસાદો યસ્ય અપ્રસાદાન ન ગતિ: કુતો અપી. જો ગુરુ મહારાજ પ્રસન્ન છે, તો કૃષ્ણ પ્રસન્ન છે. તે કસોટી છે. જો તેઓ પ્રસન્ન નથી, તો બીજો કોઈ માર્ગ નથી.

તે સમજવા માટે ખૂબજ સરળ છે. ધારોકે ઓફીસમાં કોઈ કામ કરે છે, નિકટતમ બોસ મુખ્ય છે, મુખ્ય સુપરિંટેંડેંટ કે તે વિભાગનો સંચાલક. તો બધા કાર્ય કરે છે. જો તે સંચાલકને સંતુષ્ટ કરે છે, કે મુખ્ય ક્લાર્કને, ત્યારે તે સમજવું જોઈએ કે તેણે મુખ્ય પ્રબંધકને સંતુષ્ટ કર્યા છે. તે ખૂબ મુશ્કેલ નથી. માત્ર તમારા નિકટતમ શેઠ, જે કૃષ્ણનો પ્રતિનિધિ છે, તે સંતુષ્ટ થવા જોઈએ. યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદો યસ્ય. તેથી ગુરુના માર્ગદર્શનની જરૂર છે. કૃષ્ણ ગુરુના રૂપે આવે છે માર્ગદર્શન આપવા માટે. તે ચૈતન્ય ચરિતામૃતમાં કહેલું છે. ગુરુ-કૃષ્ણ કૃપાય. ગુરુ-કૃષ્ણ-કૃપાય. તો ગુરુની કૃપા કૃષ્ણની કૃપા છે તો જ્યારે તેઓ બંને સંતુષ્ટ છે, ત્યારે આપણો માર્ગ સ્પષ્ટ છે. ગુરુ કૃષ્ણ કૃપાય પાય ભક્તિ લતા બીજ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧). ત્યારે આપણી ભક્તિ પરિપૂર્ણ છે. તો તમે ગુર્વાશ્ટકના આ વાક્યને નોંધ્યું નથી? યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદો યસ્ય અપ્રસાદાન ન ગતિ: કુતો અપિ.

જેવી રીતે આ અંદોલન. આ અંદોલન માત્ર મારા ગુરુ મહારાજની પ્રસન્નતાના હેતુથી શરુ થયું હતું. તેમને જોઈતું હતું. ચૈતન્ય મહાપ્રભુને જોઈતું હતું કે આ અંદોલન આખી દુનિયામાં ફેલાઈ જાય. તો તેમણે મારા કેટલા બધા ગુરુભાઈઓને આદેશ આપ્યો, અને ઈચ્છા કરી હતી... તેમણે આજ્ઞા પણ નથી કરી, તેમણે ઈચ્છા કરી હતી. તેમણે અમારા થોડા ગુરુભાઈઓને વિદેશોમાં મોકલ્યા હતા ફેલાવવા માટે, પણ એક રીતે કે બીજા રીતે, તે ખૂબ સફળ થયા ન હતા. તેથી તેમને પાછા બોલાવી દીધા. તો મેં વિચાર્યું, "મને આ વૃદ્ધ અવસ્થામાં પ્રયત્ન કરવા દો." તો એકજ ઈચ્છા હતી કે ગુરુની ઈચ્છાને સંતુષ્ટ કરવી. તો હવે તમે મદદ કરી છે. તે હવે સફળ બની રહ્યું છે. અને આ છે યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદ: જો આપણે સાચી શ્રદ્ધાથી ગુરુના નિર્દેશન અનુસાર કાર્ય કરીએ, તે કૃષ્ણની સંતુષ્ટિ છે, અને ત્યારે કૃષ્ણ આપણને આગળ વધવા માટે મદદ કરશે.