GU/Prabhupada 0153 - વ્યક્તિના સાહિત્યના યોગદાનથી તેની બુદ્ધિ મપાય છે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Interview with Newsweek -- July 14, 1976, New York

પ્રશ્નકર્તા: શું તમે બતાવેલા ત્રણ કાર્યો - આહાર, નિદ્રા અને મૈથુન વિષે વધારે સમજાવી શકો છો, અને વિશેષ કરીને કહો, કે તમે લોકોને શું નિયમ કે સૂચના આપશો જે લોકો આધ્યાત્મિક પ્રકાશની ખોજમાં છે તેમના જીવનને આ રીતે મદદ કરવા માટે.

પ્રભુપાદ: હા. હા, તે અમારા પુસ્તકો છે. તે અમારા પુસ્તકો છે. અમારી પાસે ઘણી વિષય વસ્તુ છે સમજવા માટે. તે એવી વસ્તુ નથી કે તમે એક મિનટમાં સમજી જશો.

પ્રશ્નકર્તા: મને જાણમાં આવ્યું છે કે તમે ખૂબ ઓછુ ઊંઘો છો. તમે ત્રણ કે ચાર કલાક સુઓ છો રાત્રે. શું તમને એમ લાગે છે કે જે પણ વ્યક્તિ આધ્યાત્મિક રીતે ઉન્નત છે, તેણે પણ આ સાક્ષાત્કાર કરવો પડશે?

પ્રભુપાદ: હા, અમે જોઈએ છીએ ગોસ્વામીઓના આચરણથી. વાસ્તવમાં તેમને કોઈ ભૌતિક જરૂરીયાતો ન હતી. આ આહાર, નિદ્રા, ભય અને મૈથુન, વાસ્તવિક રૂપે તેમના જીવનમાં એવું કઈ ન હતું. તેઓ માત્ર કૃષ્ણની સેવામાં સંલગ્ન છે.

પ્રશ્નકર્તા: શું વસ્તુમાં યુક્ત હતા?

રામેશ્વર: કૃષ્ણની સેવા કે ભગવાનની સેવા.

બલિ-મર્દન: તેઓ પૂર્વ આચાર્યોનું ઉદાહરણ આપે છે.

પ્રશ્નકર્તા: સારું, હવે હું જિજ્ઞાસુ હતી કે કેમ... તેમને લાગ્યું કે ત્રણ કે ચાર કલાકનો સમય ઊંઘવા માટે પૂરતો છે?

બલિ-મર્દન: બીજા શબ્દો માં, કેમ... તે પૂછે છે કે કેમ તમે ત્રણ કે ચાર કલાક ઊંઘો છો. તમે તે સ્તર ઉપર કેવી રીતે પોહોચ્યા?

પ્રભુપાદ: તે કૃત્રિમ રીતે નથી. જ્યારે તમે વધારે પડતાં આધ્યાત્મિક કાર્યોમાં યુક્ત થશો, વધારે તમે ભૌતિક કાર્યોથી મુક્ત થશો. તે કસોટી છે.

પ્રશ્નકર્તા: અને તેથી તમે પોહોચ્યા છો...

પ્રભુપાદ: ના, હું મારા વિષે નથી કહેતો, તે કસોટી છે. ભક્તિ: પરેશાનુભવો વિરક્તિર અન્યત્ર સ્યાત (શ્રી.ભા.૧૧.૨.૪૨). જો તમે ભક્તિ, આધ્યાત્મિક જીવનમાં, આગળ વધશો, તો તમે ભૌતિક જીવનમાથી વિરક્ત થશો.

પ્રશ્નકર્તા: શું તમને લાગે છે કે દુનિયાના વિવિધ લોકોમાં કોઈ અંતર છે? બીજા શબ્દોમાં, શું તમે વિચારો છો કે ભારતીય લોકો યુરોપી લોકોની અપેક્ષામાં વધારે સંભવ છે કે કૃષ્ણ ભાવનામૃતનું પાલન કરી શકે છે?

પ્રભુપાદ: ના, કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત બની શકે છે. તે મેં પેહલા પણ સમજાવ્યું છે, કે જ્યાં સુધી વ્યક્તિ ખૂબજ બુદ્ધિશાળી નથી, ત્યા સુધી તે કૃષ્ણ ભાવનાભાવિત નથી બની શકતો. તો તે બધા માટે ખુલ્લુ છે. પણ વિવિધ પ્રકારના બુદ્ધિના સ્તર છે. યુરોપમાં, અમેરિકામાં, તેઓ બુદ્ધિશાળી છે, પણ તેમની બુદ્ધિ ભૌતિક હેતુ માટે વપરાય છે. અને ભારતમાં તેમની બુદ્ધિ આધ્યાત્મિક હેતુ માટે વાપરવામાં આવે છે. તેથી તમને મળશે કેટલા ઉચ્ચ આધ્યાત્મિક સ્તરના જીવન, પુસ્તકો, ગ્રંથો. જેમ કે વ્યાસદેવ. વ્યાસદેવ પણ ગૃહસ્થ જીવનમાં હતા, પણ તેઓ વનમાં રેહતા હતા, અને તમે સાહિત્યમાં તેમનો ફાળો જુઓ. કોઈ પણ સ્વપ્ન પણ ના કરી શકે. તો સાહિત્યમાં ફાળાથી, વ્યક્તિની બુદ્ધિની પરીક્ષા થાય છે. આ ભૌતિક જગતના બધા મોટા, મોટા લોકો, વૈજ્ઞાનિકો, તત્વજ્ઞાનીઓ, અને કારીગરો પણ, તે તેમના લેખો દ્વારા, તેમના સાહિત્યના ફાળાથી જણાય છે, તેમની વિશાળ કાયાથી નહીં.