GU/Prabhupada 0173 - આપણે દરેકના મિત્ર બનવું છે

Revision as of 22:01, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.7.6 -- Vrndavana, April 23, 1975

તો આપણે કૃષ્ણ વિશેનું જ્ઞાન ભગવદગીતા કે શ્રીમદ ભાગવતમમાથી લેવું જોઈએ. કૃષ્ણે પરમ પુરુષે ભક્તિર ઉત્પદ્યતે. જો તમે શ્રીમદ ભાગવતમને સાંભળશો... હા, જો તમે સમજતા નથી કે કૃષ્ણનો મૂળ સિદ્ધાંત શું છે કે સિદ્ધિનો મૂળ સિદ્ધાંત શું છે... તે શ્રીમદ ભાગવતમમાં પ્રારંભમાં કહેલું છે. ધર્મ: પ્રોઝ્ઝિત કૈતવ: અત્ર પરમો નીર્મત્સરાણામ (શ્રી.ભા. ૧.૧.૨). અહી શ્રીમદ ભાગવતમમાં કહેવાતી બનાવેલી ધાર્મિક પદ્ધતિઓને બહાર કાઢી મૂકવામાં આવેલી છે. તે પરમહંસના માટે છે. નીર્મત્સરાણામ. નીર્મત્સર એટલે કે જે ક્યારે પણ દ્વેષી નથી થતો. તો આપણો દ્વેષ, આપણો દ્વેષ કૃષ્ણથી પ્રારંભ થયો છે. આપણે કૃષ્ણને સ્વીકારતા નથી. મોટા ભાગના લોકો કહે છે, "કેમ અમે કૃષ્ણને પરમ પુરુષ માનીશું બીજા કેટલા બધા છે." તે દ્વેષ છે. તો આપણો દ્વેષ કૃષ્ણથી પ્રારંભ થયેલો છે, અને તે કેટલી બધી રીતે વિસ્તૃત થયો છે. અને સામાન્ય જીવનમાં પણ આપણે દ્વેષી છે. આપણે આપણા મિત્રો, આપણા પિતા, આપણો પુત્ર, બીજાના માટે શું કેહવું - વ્યાપારીઓ, રાષ્ટ્ર, સમાજ, સંપ્રદાય, માત્ર દ્વેષ. મત્સરતા. "કેમ તે આગળ વધવો જોઈએ?". હું ઈર્ષાળુ બનીશ. આ ભૌતિક પ્રકૃતિ છે.

તો જ્યારે વ્યક્તિ કૃષ્ણને સમજે છે, તે કૃષ્ણ ભાવનાભાવિત છે, ત્યારે તે નીર્મત્સર બની જાય છે, હવે કોઈ દ્વેષ નહીં. તેણે મિત્ર બનવું છે. સુહ્ર્દ: સર્વ ભૂતાનામ (ભ.ગી. ૫.૨૯). તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે કે આપણને દરેકનું મિત્ર બનવું છે. કારણકે તે લોકો કૃષ્ણ ભાવનામૃત વગર કષ્ટ ભોગવી રહ્યા છે, આપણે દ્વારે દ્વારે જઈએ છીએ, શહેરથી શહેર, ગામથી ગામ, નગરથી નગર, આ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવા માટે. અને કૃષ્ણની કૃપાથી આપણે બુદ્ધિશાળી વર્ગના લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છીએ. તો જો આપણે આ પદ્ધતિને ચાલુ રાખીશું, દ્વેષી ન બનવું... તે પશુઓનો સ્વભાવ છે, કૂતરાનો સ્વભાવ, ભૂંડનો સ્વભાવ. માનવ સ્વભાવ હોવો જોઈએ પર દુઃખ દુઃખી. આપણે ખૂબજ દુઃખી હોવા જોઈએ બીજાની દુઃખમય સ્થિતિને જોઇને. તો બધા લોકો આ કૃષ્ણ ભાવનામૃતના અભાવથી દુઃખી છે. આપણું એકજ કાર્ય છે, તેમની કૃષ્ણ ભાવનાને જાગૃત કરવી, અને આખી દુનિયા સુખી બનશે. અનર્થ ઉપશમમ સાક્ષાદ ભક્તિ યોગમ અધોક્ષજે, લોકસ્ય અજાનતઃ (શ્રી.ભા ૧.૭.૬). લોકોને આ વિષે કોઈ જ્ઞાન નથી. એટલે આપણે આ આંદોલનને આગળ વધારવું જોઈએ. લોકાસ્યાજાણ...વિદ્વાન ચક્રે સાત્વત સંહિતામ (શ્રી.ભા ૧.૭.૬). શ્રીમદ ભાગવતમ. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનું બીજુ નામ છે ભાગવત-ધર્મ. ભાગવત ધર્મ. જો આપણે તેનો સ્વીકાર કરીએ, તો સમસ્ત માનવ સમાજ સુખી બનશે. આપનો ખૂબ ખૂબ આભાર.