GU/Prabhupada 0174 - દરેક જીવ ભગવાનની સંતાન છે

Revision as of 22:01, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.8.26 -- Los Angeles, April 18, 1973

તો દરેક જીવ ભગવાની સંતાન છે. ભગવાન પરમ પિતા છે. કૃષ્ણ કહે છે: અહમ બીજ પ્રદઃ પિતાઃ "હું બધા જીવોનો બીજ આપવાવાળો પિતા છું." સર્વ-યોનીશુ કૌન્તેય (ભ.ગી.૧૪.૪): "જે પણ રૂપમાં તે જીવો હશે, તે બધા જીવો છે, તે મારા પુત્રો છે." અને વાસ્તવમાં તે સત્ય છે. આપણે બધા જીવો, આપણે ભગવાનના પુત્રો છીએ. પણ આપણે ભૂલી ગયા છીએ. તેથી આપણે લડી રહ્યા છીએ. જેમ કે એક સારા પરિવારમાં, જો કોઈ પણ જાણે છે: "પિતા મને ભોજન આપે છે. તો આપણે બધા ભાઈઓ છીએ, તો આપણે શા માટે લડવું જોઈએ?" તેવી જ રીતે જો આપણે ભગવદ ભાવનાભાવિત બનશું, કૃષ્ણ ભાવનાભાવિત બનશું, તો આ લડાઈ સમાપ્ત થઇ જશે. "હું અમેરિકન છું. હું ભારતીય છું. હું રશિયન છું. હું ચીની છું." આ બધા વ્યર્થ વિષયો પૂરા થઇ જશે. કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સરસ છે. અને જેવા લોકો કૃષ્ણ ભાવનાભાવિત બનશે, આ લડાઈ, રાજકારણની લડાઈ, રાષ્ટ્રીય લડાઈ, સમાપ્ત થઇ જશે, તરતજ. કારણકે તેઓ સાચી ભાવનામાં આવશે કે બધું ભગવાનની સંપત્તિ છે. અને જેમ બાળકો, એક પરિવારના બાળકને પિતાથી લાભ લેવાનો અધિકાર છે, તેવી જ રીતે જો બધા ભગવાનના અંશ છે, બધા ભગવાનના બાળકો છે, તો દરેકને પિતાની સંપત્તિનો ઉપયોગ કરવાનો હક છે. તો તે અધિકાર છે... એવું નથી કે તે હક, તે અધિકાર માત્ર મનુષ્ય પાસે છે. ભગવદ ગીતા પ્રમાણે, આ હક બધા જીવોનો છે. કોઈ વાંધો નથી તે જીવ મનુષ્ય છે કે પશુ છે કે પક્ષી છે કે વૃક્ષ છે કે જંતુ છે. તે કૃષ્ણ ભાવનામૃત છે. આપણે એવું નથી વિચારતા કે મારો ભાઈ સારો છે, હું સારો છું. અને બધા ખરાબ છે. આ પ્રકારની સંકુચિત, અપંગ ભાવનાનો આપણે તિરસ્કાર કરીએ છીએ, આપણે બહાર કાઢી મૂકીએ છીએ. આપણે વિચારીએ છીએ: પંડિતા: સમ દર્શિન: (ભ.ગી. ૫.૧૮). ભગવદ ગીતામાં તમને મળશે.

વિદ્યા વિનય સંપન્ને
બ્રાહ્મણે ગવી હસ્તિની
શુની ચૈવ શ્વપાકે ચ
પંડિતા: સમદર્શિન:
(ભ.ગી. ૫.૧૮)

જે વ્યક્તિ પંડિત છે, જે વ્યક્તિ વિદ્વાન છે, તે દરેક જીવને સમાન દ્રષ્ટિથી જુએ છે. તેથી એક વૈષ્ણવ ખૂબજ દયાળુ છે. લોકાનામ હિત કારિણૌ. તે વાસ્તવમાં મનુષ્યમાટે હિતકારી કાર્ય કરી શકે છે. તે જુએ છે, વાસ્તવમાં તેને લાગે છે, કે આ બધા જીવો ભગવાનના અંશ છે. કોઈ પણ રીતે, તેઓ આ ભૌતિક જગતના સંપર્કમાં પતિત થયા છે, અને વિવિધ પ્રકારના કર્મો પ્રમાણે, તેમને વિવિધ પ્રકારના શરીરો ધારણ કર્યા છે. તો પંડિત, જે લોકો વિદ્વાન છે, તેમને કોઈ ભેદભાવ નથી કે: "તે પશુ છે, તેને કતલખાનામાં મોકલવું જોઈએ અને તે માણસ છે, તે તેને ખાઈ જશે." ના. વાસ્તવમાં કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ, બધા પ્રતિ દયાળુ છે. કેમ પશુઓની હત્યા થવી જોઈએ. તેથી આપણો સિદ્ધાંત છે કે માંસાહાર નહીં. માંસાહાર નહીં. તમે ના કરી શકો. તો તેઓ આપણને સાંભળશે નહીં. "ઓહ, આ વ્યર્થ વાતો શું છે?આ અમારું ભોજન છે. કેમ અમે ન ખાઈએ?" કારણ કે એધમાન મદ: (શ્રી.ભા. ૧.૮.૨૬). તે એક નશાખોર ધૂર્ત છે. તે સાચી વાસ્તવિકતાને સાંભળશે નહીં.