GU/Prabhupada 0294 - કૃષ્ણ પ્રતિ શરણાગતિના છ લક્ષણો

Revision as of 22:21, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, October 4, 1968

કૃષ્ણ પ્રતિ શરણાગતિના છ લક્ષણો છે. શરણાગતિનું એક બિંદુ છે કે તે વિશ્વાસ કરવું કે "કૃષ્ણ મારી રક્ષા કરશે." જેમ કે નાનકડા છોકરાને તેની માતા ઉપર પૂર્ણ વિશ્વાસ છે: "મારી માતા છે. કોઈ સંકટ નથી." વિશ્વાસ. મેં જોયું છે. દરેક વ્યક્તિ. મારી પાસે છે... હું એક વ્યવહારિક અનુભવ બતાવીશ. કલકત્તામાં, મારી યુવાવાસ્થામાં, હું ટ્રામમાં પ્રવાસ કરતો હતો, અને મારો સૌથી નાનકડો બાળક, તે મારી સાથે હતો. તે બે વર્ષનો જ હતો, અથવા અઢી વર્ષનો. તો કંડક્ટરે, મજાકમાં, તેને પૂછ્યું, "મને તારૂ ભાડું આપ." તો સૌથી પેહલા તેણે કહ્યું હતું: "મારી પાસે કોઈ ધન નથી." તો કંડક્ટરે કહ્યું, "તો નીચે ઉતરી જાઓ." તેણે તરત જ કહ્યું, "ઓહ, આ રહ્યા મારા પપ્પા." (હાસ્ય) તમે જોયું. "તમે મને નીચે ઉતરવા માટે ના કહી શકો. મારા પિતા અહીં જ છે." તમે જોયું? તો આ માનસિકતા છે. જો તમે કૃષ્ણ પાસે પહોંચી ગયા છો, ત્યારે સૌથી મોટો ભય પણ તમને વિચલિત નથી કરી શકતો. તે હકીકત છે. તો કૃષ્ણ આવા છે. આ સર્વશ્રેષ્ઠ વરદાનને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો, કૃષ્ણને. અને કૃષ્ણ શું કહે છે? કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત: પ્રણશ્યતિ (ભ.ગી. ૯.૩૧). "મારા પ્રિય કૌંતેય, કુંતીના પુત્ર, અર્જુન, દુનિયામાં ઘોષણા કરી દે કે મારા ભક્તોનો ક્યારેય પણ નાશ નહીં થાય." ક્યારેય પણ નાશ નહીં થાય. કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત: પ્રણશ્યતિ.

તેવી જ રીતે, ભગવદ ગીતામાં કેટલા બધા શ્લોકો છે. હું ભગવદ ગીતામાથી બોલું છું, કારણકે આ ગ્રંથ આખી દુનિયામાં ખૂબજ પ્રસિદ્ધ છે, અને... સમજવાનો પ્રયાસ કરો, આ ગ્રંથને વાંચો, ખૂબજ મહત્વનો જ્ઞાનનો ગ્રંથ. તો કૃષ્ણ કહે છે:

અહમ સર્વસ્ય પ્રભવો
મત્તઃ સર્વમ પ્રવર્તતે
ઈતિ મત્વા ભજન્તે મામ
બુધા ભાવ સમન્વિતા:
(ભ.ગી. ૧૦.૮)

કોણ કૃષ્ણની પૂજા કરી શકે? તે અહીં વર્ણિત છે, બુધા. બુધા એટલે કે સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ. બોધ, બોધ એટલે કે જ્ઞાન, બુધા એટલે કે તે વ્યક્તિ જે બુદ્ધિમાન છે, જ્ઞાનથી પૂર્ણ છે. બધા લોકો જ્ઞાનની પાછળ છે. અહીં તમારી પાસે આ વોશિંગ્ટન યુનિવર્સિટી છે. કેટલા બધા વિદ્યાર્થીઓ છે. તે અહીં જ્ઞાનને પ્રાપ્ત કરવા આવ્યા છે. તો જે વ્યક્તિએ જ્ઞાનની સિદ્ધિને મેળવી છે અથવા જ્ઞાનના શ્રેષ્ઠ સ્તરને પ્રાપ્ત કર્યું છે, તેને બુધા કહેવાય છે. તો બુધા જ નહીં, પણ ભાવ-સમન્વિત. ભાવ એટલે કે આનંદ. વ્યક્તિએ ખૂબજ પંડિત અને બુદ્ધિમાન હોવું જોઈએ. તે જ સમયે તેણે આધ્યાત્મિક રીતે આનંદમાં પણ હોવું જોઈએ. "તેવો વ્યક્તિ," કૃષ્ણ કહે છે, ઈતિ મત્વા ભજન્તે મામ. "તેવા વ્યક્તિઓ મારી પૂજા કરે છે અથવા મને પ્રેમ કરે છે." જે બુદ્ધિશાળી છે અને દિવ્ય આનંદથી પરિપૂર્ણ છે, તેવો વ્યક્તિ કૃષ્ણને પ્રેમ કરે છે અથવા કૃષ્ણની ઉપાસના કરે છે. કેમ? કારણ કે ઈતિ મત્વા, "આ સમજીને." આ શું છે? અહમ સર્વસ્ય પ્રભવો (ભ.ગી. ૧૦.૮), "હું બધાનો સ્ત્રોત છું, સર્વસ્ય." કઈ પણ તમે લો, તે છે, જો તમે ચાલતા જાઓ, શોધ કરો, ત્યારે તમને અંતમાં ખબર પડશે, તે કૃષ્ણ છે. વેદાંત સૂત્ર પણ તે જ વાત કહે છે. બ્રહ્મ એટલે શું? અથાતો બ્રહ્મ જિજ્ઞાસા.