GU/Prabhupada 0368 - તમે મૂર્ખતાપૂર્વક વિચારો છો કે તમે શાશ્વત નથી

Revision as of 22:34, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Morning Walk -- January 3, 1976, Nellore

પ્રભુપાદ: આ "ઈશ્વરીય સમાજ" છે, મને લાગે છે, હું? તે નિશાની. અથવા રામકૃષ્ણ મિશન.

અચ્યુતાનંદ: ના, સેલ્વેશન આર્મી.

પ્રભુપાદ: સેલ્વેશન સેના, ઓહ.

હરિકેશ: વાસ્તવમાં આપણે એક માત્ર સેલ્વેશન સેના છીએ. (તોડ)

અચ્યુતાનંદ: ...અધિકારીનો અધિકારી. અમે તેનો અધિકાર સ્વીકારીએ છીએ, પણ તેનો અનુભવ તેના પ્રત્યક્ષ પ્રમાણથી આવે છે, જે છે, ફરી પાછો...

પ્રભુપાદ: આપણે એવા અધિકારીઓનો સ્વીકાર નથી કરતાં, જે બીજાના અનુભવથી સ્વીકાર કરે છે. અમે તેવા અધિકારીને સ્વીકાર કરીએ છીએ જે.....

કેશવલાલ ત્રિવેદી: અનુભવી છે.

પ્રભુપાદ: આપમેળે. પરાસ્ય ભક્તિર વિવિધૈવ શ્રૂયતે સ્વાભાવિકિ જ્ઞાન બલ ક્રિયા ચ. સ્વભાવ, તમે... જેમ કે તમે મને પૂછી શકો છો કઈ રીતે કોઈ વસ્તુ કરવી, જો હું કહું, "હા, તમે આ રીતે કરો," સ્વાભાવિકિ. મને સ્વાભાવિક જ્ઞાન છે કેવી રીતે તેને પૂર્ણ રીતે કરવું. તે ચાલી રહ્યું છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરા-ચરમ (ભ.ગી. ૯.૧૦). કૃષ્ણ નિર્દેશન આપે છે કે "તમે આ રીતે કરો." તો, તમે જોશો કે, બધું પૂર્ણ રીતે થઇ રહ્યું છે. એક લીમડાના બીજમાંથી એક લીમડાનું ઝાડ ઊગશે. તે કૃષ્ણ દ્વારા એટલી સારી રીતે બનાવેલું છે - બીજો અહમ સર્વ ભુતાનામ (ભ.ગી. ૭.૧૦), કે તે લીમડાનું ઝાડ જ ઊગશે, કેરીનું નહીં. રસાયણો તેવી રીતે મિશ્રિત થયા છે. તમે જાણતા નથી કે શું છે, એક નાનકડા બીજમાં, બટ વૃક્ષ. અને એક મોટુ વડનું વૃક્ષ આવી જશે, બીજું વૃક્ષ નહીં. તે જ્ઞાન છે. તેમણે આખી, મારા કહેવાનો અર્થ છે, કાર્યપદ્ધતિ એક નાનકડા બીજમાં આપી દીધી છે. તેથી કૃષ્ણ કહે છે, બીજો અહમ સર્વ ભુતાનામ. તેમાં કોઈ પણ ભૂલ નથી. તમે માત્ર તેને લઈને ઉગાડો. તમને પરિણામ મળશે.

અચ્યુતાનંદ: તો તે સિદ્ધાંત, જે વસ્તુઓનું વધવાનું કારણ બને છે, બધું, ઈશોપનિષદ કહે છે, સો અહમ અસ્મિ: "હું તે સિદ્ધાંત છું." ઈશોપનિષદ અંતિમ શ્લોકમાં કહે છે કે, સો અહમ અસ્મિ: "હું તે છું."

પ્રભુપાદ: અસ્મિ મતલબ "તે મારી શક્તિ છે. તે મારી શક્તિ છે."

અચ્યુતાનંદ: ના, તે કહે છે...

પ્રભુપાદ: જો હું કહું કે "હું ઇસ્કોન છું," તેમાં શું ખોટું છે? કારણકે મેં આને બનાવ્યું છે; તેથી હું કહું છું, "ઇસ્કોન મતલબ હું. હું મતલબ ઇસ્કોન." તો તેમાં શું ખોટું છે? આ તે રીતે છે. કૃષ્ણની શક્તિ દ્વારા, બધું બહાર આવેલું છે. તેથી કહે છે, "હું આ છું, હું આ છું, હું આ છું, હું આ છું." વિભૂતિ-ભિન્નમ. કારણકે બધું... જન્માદિ અસ્ય યતઃ (શ્રી.ભા. ૧.૧.૧). બધું કૃષ્ણથી જ આવ્યું છે.

અચ્યુતાનંદ: ના, ઈશોપનિષદ કહે છે કે તમે તે સિદ્ધાંત છો. ઈશોપનિષદ કહે છે કે જે સિદ્ધાંત સૂર્યને પ્રકાશિત કરે છે, તે "હું તે સિદ્ધાંત છું.

પ્રભુપાદ: હા, એક ભક્ત તેનો સ્વીકાર કરે છે... તે આપણે સ્વીકાર કરીએ છીએ.

અચ્યુતાનંદ: જે જીવ સૂર્યને પ્રકાશિત કરે છે, તે હું છું."

પ્રભુપાદ: હું સમજ્યો નહીં.

અચ્યુતાનંદ: સો અહમ અસ્મિ. સોળ નંબરનો...

હરિકેશ: "જેમ સૂર્યના પ્રતિ છે, તેમ જ હું છું."

પ્રભુપાદ: હા, સો અહમ અસ્મિ - કારણકે હું અંશ છું.

અચ્યુતાનંદ: ના, પણ તે કહે છે કે, "હું તે છું," એવું નહીં કે "હું તેનો ભાગ છું." "હું તે છું."

પ્રભુપાદ: ના. જો તેમ કહેવાયેલું છે, તો તેને સ્વીકાર થઈ શકે, કારણકે ગુણાત્મક રીતે હું એક જ છું.

કેશવલાલ ત્રિવેદી: સંખ્યામાં, ખૂબ અંતર છે.

પ્રભુપાદ: હા.

પ્રભુપાદ: જો હું કહું છું કે હું "ભારતીય છું," તેમાં શું ખોટું છે, જો હું કહું કે, "હું ભારતીય છું"?

અચ્યુતાનંદ: તે કઈ બીજું છે.

પ્રભુપાદ: હા. કઈ બીજું નહીં.

અચ્યુતાનંદ: પણ સીધું શ્રુતિને સ્વીકાર કરવું, તે કહે છે કે તમે તે સિદ્ધાંત છો.

પ્રભુપાદ: તેથી તમારે તે ગુરુ પાસેથી સ્વીકાર કરવું જોઈએ. અને તમે જો સીધું ગ્રહણ કરો, તો તમે મૂર્ખ રહો છો. તેથી તમને ગુરુની જરૂર છે. તે શ્રુતિનો ઉપદેશ છે. તદ વિજ્ઞાનર્થમ સ ગુરુમ એવાભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨). તમારે શ્રુતિ શીખવી જોઈએ. તમારે ગુરુ પાસે જવું જોઈએ.

અચ્યુતાનંદ: ના, પણ આ તેના પછી છે. ઉપનિષદનો અંતિમ નિષ્કર્ષ છે કે, શ્રુતિનો, અધિકારીનો, કે તમે તે જ સિદ્ધાંત છો.

પ્રભુપાદ: હા, હું તે જ સિદ્ધાંત છું. નિત્યો નિત્યાનામ (મુ.ઉ. ૨.૨.૧૩).

અચ્યુતાનંદ: હવે, કોઈ પણ વસ્તુ બીજી શાશ્વત વસ્તુ કરતા વધારે શાશ્વત નથી હોઈ શકતી.

પ્રભુપાદ: દરેક વ્યક્તિ શાશ્વત છે.

અચ્યુતાનંદ: તે વિરોધાભાષી છે ત્યારે. નિત્યો નિત્યનામ. તમે એમ ન કહી શકો કે કોઈ વસ્તુ બીજા વસ્તુ કરતા વધારે શાશ્વત છે.

પ્રભુપાદ: ના, ના. તે મુદ્દો નથી. દરેક વ્યક્તિ શાશ્વત છે.

અચ્યુતાનંદ: તો કોઈ વસ્તુ કેવી રીતે વધારે શાશ્વત હોઈ શકે...

પ્રભુપાદ: જેમ ભગવાન શાશ્વત છે, તમે પણ શાશ્વત છો. કારણકે તમે આ ભૌતિક શરીરને સ્વીકાર કર્યું છે, તમે મૂર્ખતા-વશ તેમ વિચારો છો કે તમે શાશ્વત નથી. નહિતો, જેમ ભગવાન શાશ્વત છે, તમે પણ શાશ્વત છો.

અચ્યુતાનંદ: ત્યારે કેમ એકને બીજાથી જુદું પાડવામાં આવવું જોઈએ જ્યારે બન્ને શાશ્વત છે?

પ્રભુપાદ: જેમ કે સૂર્ય તેના કિરણોથી જુદું છે, પણ ગુણાત્મક રીતે ઉષ્મા અને પ્રકાશ છે. પણ જ્યારે સૂર્યના કિરણો છે, ત્યારે તમે ના કહી શકો કે સૂર્ય છે. તે તમે કહી ના શકો. મત-સ્થાની સર્વ ભૂતાની નાહમ તેષુ અવસ્થિત: (ભ.ગી. ૯.૪). સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે.

કેશવલાલ ત્રિવેદી: હું વિચારું છું, સ્વામીજી, તમે આને સમજાવ્યું છે, અને હું તેનાથી તાર્કીક રીતે સમજી શકું છું, કે, "હું ઈશ છું, પણ હું સર્વેશ નથી, હું આત્મન છું પણ પરમાત્મન નથી." "હું અંશ છું પણ પરમાંશ નથી."

પ્રભુપાદ: હા. તે બીજી જગ્યાએ સમજાવામાં આવેલું છે... તમારે સંદર્ભ લેવો પડે. ઇશ્વરઃ પરમ કૃષ્ણ (બ્ર.સં. ૫.૧). હું પણ ઈશ્વર છું. તે મેં ઘણી વાર સમજાવેલું છે. પણ તેનો અર્થ એમ નથી કે હું પરમેશ્વર છું. પરમેશ્વર કૃષ્ણ છે. આ ઇમારત શું છે?

કેશવલાલ ત્રિવેદી: અહમ બ્રહ્માસ્મિ તે હું સમજાવી ન હતો શકતો જ્યા સુધી મેં પહેલા દિવસે સ્વામીજીને માયાપુરમાં રાજેશ્વરમાં સાંભળ્યા હતા. તે યોગ્ય છે. નહિતો માયાવાદીઓ, "ઠીક છે, પણ શંકરાચાર્ય કહે છે, અહમ બ્રહ્માસ્મિ. કેમ તમે ના પાડો છો?" કારણકે કેટલા બધા લોકો મને આ પ્રશ્ન પૂછે છે. અને જ્યારે મારે તેનો સામનો કરવો પડે છે, ત્યારે હું કઈ પણ ન હતો કહી શકતો. પણ જે રીતે મુક્તિની પરિભાષા આપવામાં આવી હતી, મુક્તિ, હા, પ્રવચનમાં, અને ઈશ, સર્વેશ, અને બીજી બધી વસ્તુઓ - આત્મા, પરમાત્મા, અંશ, પરમાશ - ત્યારે મે જાણ્યું કે તેને સમજાવી શકાય છે. કારણકે કેટલા બધા લોકો, તેઓ જાહેર સભામાં જેમ કે લાયન્સ ક્લબમાં પૂછે છે, જ્યાં અમે આ વિષયો વિશે ચર્ચા કરીએ છીએ. ત્યારે અમને લાગે છે કે અમે અમારી બુદ્ધિના અંતમાં આવી ગયા છીએ. પણ હવે મને લાગે છે કે હું તેમને સમજાવી શકું છું.

પ્રભુપાદ: તો શું મારી સમજૂતી ઠીક છે?

કેશવલાલ ત્રિવેદી: હા, મને તેમ લાગે છે. અને તે જ અચ્યુતાનંદ સ્વામીના પ્રશ્નને પણ લાગશે, મારા વિચારમાં.

અચ્યુતાનંદ: ના, હું તો માત્ર પાળ બનાવી રહ્યો છું.

કેશવલાલ ત્રિવેદી: ના, ના, બસ તેટલું જ... મને ખબર છે.

અચ્યુતાનંદ: તો દુર્ગા વિષ્ણુ કરતા પણ ઉંચી છે કારણકે વિષ્ણુને દુર્ગાની જરૂર પડી હતી તેમને યોગનિદ્રામાંથી ઉઠાવવા માટે. મધુ અને કૈટભને મારવા માટે. તો તે (દુર્ગા) તેમને (વિષ્ણુને) નિયંત્રિત કરે છે.

પ્રભુપાદ: હા, જો હું મારા સેવકને પૂછું કે "તમે મને સાત વાગ્યે ઉઠાડજો," તેનો અર્થ એમ નથી કે.... (હાસ્ય)