GU/Prabhupada 0378 - 'ભૂલીયા તોમારે' પર તાત્પર્ય



Purport to Bhuliya Tomare

આ ભજન ભક્તિવિનોદ ઠાકુર દ્વારા ગાવામાં આવેલું છે શરણાગતિની પદ્ધતિ તરીકે. આપણે શરણાગતિ વિશે ઘણું સાંભળેલું છે. તો અહીં અમુક ભજનો છે કેવી રીતે શરણાગત થવું તે સમજાવતા. તો ભક્તિવિનોદ ઠાકુર કહે છે કે ભૂલિયા તોમારે, સંસારે આસિયા, "મારા પ્રિય પ્રભુ, હું તમને ભૂલીને આ ભૌતિક જગતમાં આવેલો છું. અને જ્યારથી હું અહીં આવ્યો છું, મેં કેટલા બધા કષ્ટોને સહન કર્યા છે, ઘણા લાંબા સમયથી, વિવિધ પ્રકારના જીવ-યોનિઓમાં. તો, તેથી, હું અહીં તમને શરણાગત થવા માટે આવ્યો છું, અને તમારી સમક્ષ મારા દુઃખોની કથા પ્રસ્તુત કરવા માટે. સૌથી પેહલી વાત છે કે મને મારી માતાના ગર્ભમાં રેહવું પડ્યું હતું." જનની જઠરે, ચીલામ જખોન. "જ્યારે હું ત્યાં હતો, અકબંધ, અને હવાબંધ કોઠરીમાં બંધ, હાથ અને પગ, હું મારા માતાના ગર્ભમાં રહેતો હતો. તે સમયે, મને તમારી ઝાંખી થઈ હતી. તે સમય પછી, હું તમને નથી જોઈ શક્યો. તે સમયે હું તમારા દર્શન કરી શક્યો, એક ઝલક. તે સમય મને વિચાર આવ્યો કે, "તાખોન ભાવિનુ, જનમ પાઇયા, "મેં વિચાર્યું કે આ સમયે જ્યારે હું આ ગર્ભમાથી બહાર આવીશ, હું ચોક્કસ ભગવાનની સો ટકા સેવા કરીશ, ભગવાનની ભક્તિ કરીશ. હવે વધારે કોઈ જન્મ અને મૃત્યુનું પુનરાવર્તન નહીં, જે એટલું કષ્ટ-દાયક છે. હવે હું સંલગ્ન થઈશ, આ જન્મમાં હું માત્ર ભક્તિ કરીશ, આ માયાથી બહાર આવવા માટે. પણ દુર્ભાગ્યવશ, મારા જન્મના ઠીક બાદ," જન્મ હોઈલો, પડી માયા જાલે, ના હોઈલો જ્ઞાન-લવ, "જેઓ હું આ ગર્ભમાથી બહાર આવ્યો, તરત જ, માયા, ભ્રામક શક્તિએ મને પકડી લીધો, અને હું ભૂલી ગયો કે હું એટલા કષ્ટમાં હતો, અને હું રડતો હતો કે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે, આ સમયે હું બહાર આવીને ભગવાનની ભક્તિમય સેવા કરીશ. પણ જેવો મેં જન્મ લીધો આ બધા વિચાર ખોવાઈ ગયા." પછીનું સ્તર છે, આદરેર છેલે, સ્વ-જનેર કોલે. "પછી હું ખૂબજ લાડકો બાળક બની ગયો અને બધા મને ખોળામાં લે છે, અને મેં વિચાર્યું, "જીવન ખૂબજ સારું છે, બધા મને પ્રેમ કરે છે."

પછી મેં વિચાર્યું કે, "આ ભૌતિક જીવન ખૂબજ સરસ છે." આદરેર છેલે, સ્વ-જનેર કોલે, હાસિયા કાટાનુ કાલ. "કારણકે કોઈ પણ મુશ્કેલી નથી. જેવી મને થોડી પણ મુશ્કેલી આવે છે, બધા આવીને મારી મદદ કરે છે અને રાહત આપે છે. તો મેં વિચાર્યું કે જીવન આ રીતે ચાલતું જશે. તો મેં મારું જીવન માત્ર સ્મિત કરતાં કરતાં બગાડ્યું, અને તે સ્મિતથી મારા સંબંધીઓ ખૂબ આકર્ષિત થયા અને તે મને શાબાશી આપતા. મેં વિચાર્યું, "આ જીવન છે." જનકી... જનક-જનની સ્નેહેતે ભૂલિયા, સંસાર લાગીલો. "તે સમયે, માતા-પિતા પાસેથી ખૂબ સ્નેહ પ્રાપ્ત થયો. તો મેં વિચાર્યું કે ભૌતિક જીવન ખૂબજ સરસ છે." ક્રમે દિન દિન, બાલક હોઈયા, ખેલીનું બાલક-સહ. "પછી હું ધીમે ધીમે મોટો થયો અને મારા બાળપણના મિત્રો સાથે રમતો હતો, અને તે ખૂબજ સારું જીવન હતું. અને પછી થોડા દિવસો પછી, જ્યારે હું થોડો બુદ્ધિશાળી બન્યો, મને શાળાએ મૂકવામાં આવ્યો. તો હું ખૂબજ ગંભીરતાથી અભ્યાસ કરવા લાગ્યો. ત્યારે તેના પછી," વિદ્યાર ગૌરવે, ભ્રામી દેશે દેશે, ધન ઉપર્જન કોરી. "ત્યારે ગર્વિત થઈને..." ભક્તિવિનોદ ઠાકુર મેજિસ્ટ્રેટ હતા. તો તે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર થતાં રહેતા હતા. તે તેમના જીવન વિશે કહે છે, કે વિદ્યાર ગૌરવે, "કારણકે હું થોડો શિક્ષિત હતો, તો મને પદ મળ્યું અને હું સારી રીતે કમાતો હતો. તો હું વિચારતો હતો, "તે બહુ સારું છે." વિદ્યાર ગૌરવે, ભ્રામી દેશે દેશે, ધન ઉપર્જન કોરી સ્વજન પાલન, કોરી એક મને, "અને મારૂ એક માત્ર કર્તવ્ય હતું, કેવી રીતે મારા પરિવારના સભ્યોનું પાલન કરવું, કેવી રીતે તેમને ખુશ રાખવા. તે મારા જીવનનો એક માત્ર ધ્યેય અને વિષય બની ગયો." બાર્ધક્યે એખોન, ભકતિવિનોદ. હવે ભક્તિવિનોદ ઠાકુર, આ વૃદ્ધ ઉમ્મરમાં, કાંડીયા કાતર અતિ, "હવે હું જોઉ છું કે મારે આ બધી વ્યવસ્થા છોડવી પડશે, મારે જતાં રહેવું પડશે અને બીજું શરીર સ્વીકારવું પડશે. તેથી, હું જાણતો નથી કે મને કયા પ્રકારનું શરીર મળવાનું છે. તેથી, હું રડી રહ્યો છું, હું ખૂબ જ દુખી છું." બાર્ધક્યે એખોન, ભકતિવિનોદ, કાંડીયા કાતર અતિ, "હું ખૂબ જ શોકમાં છું." ના ભજીયા તોરે, દિન બૃથા ગેલો, એખોન કી. "તો તમારી ભક્તિ કર્યા વાર, તમારી સેવા કર્યા વગર, મે મારો સમય ફક્ત આ રીતે બગાડી દીધો છે. હું જાણતો નથી કે શું કરવું. તેથી, હું શરણાગત થાઉં છું."