GU/Prabhupada 0467 - કારણકે મે કૃષ્ણના ચરણ કમળની શરણ લીધી છે, હું સુરક્ષિત છું

Revision as of 22:50, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.9.8 -- Mayapur, February 28, 1977

પ્રભુપાદ: તો પ્રહલાદ મહારાજ, આટલા ઉન્નત વ્યક્તિ, અધિકારી, તે એટલા વિનમ્ર છે, તે કહે છે, કીમ તોશ્ટુમ અરહતી સ મે હરિર ઉગ્ર જાતે: (શ્રી.ભા. ૭.૯.૮) "હું એક બહુ જ વિકરાળ પરિવારમાં જન્મેલો છું. ચોક્કસ મે મારા પિતાના, મારા પરિવારના, રાક્ષસ પરિવારના, ગુણોનો વારસો મેળવ્યો છે. અને બ્રહ્માજી અને બીજા દેવતાઓ જેવા વ્યક્તિઓ, તેઓ ભગવાનને સંતુષ્ટ ના કરી શક્યા, અને હું શું કરીશ?" એક વૈષ્ણવ તેવી રીતે વિચારે છે. વૈષ્ણવ, પ્રહલાદ મહારાજ, જો કે તેઓ દિવ્ય છે, નિત્ય સિદ્ધ, તેઓ વિચારે છે, પોતાને તેમના પરિવાર સાથે ઓળખાવે છે. જેમ કે હરિદાસ ઠાકુર. હરિદાસ ઠાકુર જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરતાં હતા નહીં. તે જ વસ્તુ, પાંચ સો વર્ષ પહેલા, તેઓ હિન્દુઓ સિવાય કોઈને પણ જગન્નાથ મંદિરમાં આવવાની અનુમતિ આપતા નહીં. તેજ વસ્તુ હજુ પણ ચાલી રહી છે. પણ હરિદાસ ઠાકુર ક્યારેય પણ જબરજસ્તીથી પ્રવેશ્યા નહીં. તેમણે પોતે વિચાર્યું, "હા, હું એક નીચ વ્યક્તિ છું, એક નીચ પરિવારમાં જન્મેલો. હું શા માટે પૂજારીને અને બીજાને પરેશાન કરું જે લોકો પ્રત્યક્ષ રીતે જગન્નાથ સાથે પ્રવૃત્ત છે? ના. ના." સનાતન ગોસ્વામી, તેઓ મંદિરના દરવાજા નજીક પણ જતાં ન હતા. તેમણે પોતે વિચાર્યું, "મને સ્પર્શ કરીને, પૂજારીઓ અશુદ્ધ બની જશે. વધુ સારું છે કે હું ના જાઉં." પણ જગન્નાથ પોતે તેમને જોવા રોજ આવતા હતા. આ ભક્તનું પદ છે. ભક્ત બહુ જ વિનમ્ર હોય છે, પણ ભક્તોના ગુણને સાબિત કરવા માટે, ભગવાન તેમની કાળજી રાખે છે. કૌંતેય પ્રતિજાનિહિ ન મે ભક્ત: પ્રણશ્યતિ (ભ.ગી. ૯.૩૧).

તો આપણે હમેશા કૃષ્ણની ખાત્રી પર નિર્ભર રહેવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ ભયાનક સ્થિતિ, કૃષ્ણ... અવશ્ય રક્ષિબે કૃષ્ણ વિશ્વાસ પાલન (શરણાગતિ). આ છે શરણાગતિ. શરણાગતિ મતલબ... તેમાથી એક વસ્તુ છે કૃષ્ણમાં પૂર્ણ શ્રદ્ધા, કે "મારી ભક્તિમય સેવાના અમલમાં ઘણા બધા સંકટો હોઈ શકે છે, પણ કારણકે મે કૃષ્ણના ચરણ કમળની શરણ ગ્રહણ કરી છે, હું સુરક્ષિત છું." આ, કૃષ્ણ માટેની શ્રદ્ધા છે.

સમાશ્રિત યે પદ પલ્લવ પ્લવમ
મહત પદમ પુણ્ય યશો મુરારે:
ભવામ્બુધીર વત્સ પદમ પરમ પદમ
પદમ પદમ યદ વિપદામ ન તેશામ
(શ્રી.ભા. ૧૦.૧૪.૫૮)

પદમ પદમ યદ વિપદામ ન તેશામ. વિપદામ મતલબ "સંકટમય સ્થિતિ." પદમ પદમ, આ ભૌતિક જગતમાં દરેક ડગલે - ન તેશામ, ભક્ત માટે નહીં. પદમ પદમ યદ વિપદામ ન તેશામ. આ શ્રીમદ ભાગવતમ છે. સાહિત્યની દ્રષ્ટિએ પણ તે એટલું ઉત્કૃષ્ટ છે. તો પ્રહલાદ મહારાજ... જેમ કે કવિરાજ ગોસ્વામી. તે ચૈતન્ય ચરિતામૃત લખી રહ્યા છે, અને પોતાને પ્રસ્તુત કરે છે, તે કહે છે,

પુરીશેર કીટ હઇતે મુનિ સે લઘિષ્ઠ
જગાઈ માધાઈ હઇતે મુનિ સે પાપિષ્ઠ
મોર નામ યેઈ લય તાર પુણ્ય ક્ષય
(ચૈ.ચ. આદિ ૫.૨૦૫)

તેના જેવુ. ચૈતન્ય ચરિતામૃતના લેખક, પોતાને પ્રસ્તુત કરે છે: "મળમાના કીડા કરતાં પણ હલકો." પુરીશેર કીટ હઇતે મુનિ સે લઘિષ્ઠ. અને ચૈતન્ય લીલામાં, જગાઈ માધાઈ, બે ભાઈઓ સૌથી વધુ પાપી હતા. પણ તેમનો પણ ઉદ્ધાર થયો હતો. કવિરાજ ગોસ્વામી કહે છે, "હું જગાઈ માધાઈ કરતાં પણ વધુ પાપી છું." જગાઈ માધાઈ હઇતે મુનિ સે પાપિષ્ઠ મોર નામ યેઈ લય તાર પુણ્ય ક્ષય "હું એટલો નીચ છું કે જો કોઈ વ્યક્તિ મારૂ નામ લે, જે પણ પુણ્ય કાર્ય તેણે કર્યું હોય તેનો નાશ થઈ જાય છે." આ રીતે તે પ્રસ્તુત કરી રહ્યા છે. અને સનાતન ગોસ્વામી, પોતાને પ્રસ્તુત કરે છે, નીચ જાતિ નીચ કર્મ નીચ સંગ... તે લોકો કૃત્રિમ નથી. એક વૈષ્ણવ વાસ્તવમાં તેવું વિચારે છે. તે છે વૈષ્ણવ. તે ક્યારેય અભિમાન નથી કરતો... અને બિલકુલ ઊલટું: "ઓહ, મારી પાસે આ છે. મારે પાસે આ છે. મારી સમકક્ષ કોણ છે? હું આટલો ધનવાન છું. હું આ છું અને તે છું." આ ભેદ છે.

તો આપણે આ તૃણાદ અપિ સુનીચેન તરોર અપિ સહિષ્ણુના શીખવું પડે અને પ્રહલાદ મહારાજના પદચિહ્નો પર ચાલવું પડે. પછી ચોક્કસ નરસિંહ દેવ, કૃષ્ણ, આપણને સ્વીકારશે, કોઈ પણ નિષ્ફળતા વગર.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય પ્રભુપાદ!