GU/Prabhupada 0475 - જેવુ આપણે સાંભળીએ કે આપણે ભગવાનના સેવક બનવું પડે, આપણે ધ્રુજી જઈએ છીએ

Revision as of 22:51, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, October 7, 1968

આપણે પરમ ભગવાન ના બની શકીએ. ઓછામાં ઓછું, આપણે અધિકૃત વેદિક સાહિત્યમાં જોતાં નથી, કે એક જીવ ભગવાન જેટલો જ શક્તિશાળી બની શકે. ના. તે શક્ય નથી. ભગવાન મહાન છે. તેઓ હમેશા મહાન છે. જો તમે ભૌતિક સકંજામાથી મુક્ત થાઓ પણ, છતાં તેઓ મહાન છે. તે છે.. તેથી આ શ્લોક ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી. આપણો ભગવાન સાથેનો કાયમી સંબંધ છે, તેમની ભક્તિ કરવી, અથવા તેમની સેવા કરવી. તે સેવા બહુ જ આનંદદાયી છે. એવું ના લેશો... જેવુ આપણે સેવાની વાત કરીએ છીએ, આપણે વિચારી શકીએ છીએ કે "ઓહ, આપણે અહી સેવા કરીને પીડાઈ રહ્યા છીએ." જેમ કે સાંજે એક છોકરો પ્રશ્ન પૂછી રહ્યો હતો, "શા માટે અમે નીચા નમીએ?" હું જાણતો નથી કે શું તે અહી હાજર છે. કોઈ વ્યક્તિની શરણાગતિ માટે નીચે નમવું ખરાબ નથી, કારણકે આપણે એક અલગ પરિસ્થિતીમાં છીએ, બીજાને શરણાગત થઈને, તે બહુ જ અસ્વસ્થ લાગે છે. જેમ કે કોઈને પણ બીજા દેશ પર નિર્ભર નથી બનવું, કોઈને પણ બીજા લોકો પર નિર્ભર નથી થવું. દરેક વ્યક્તિને સ્વતંત્ર બનવું છે, કારણકે આ ભૌતિક જગત આધ્યાત્મિક જગતનું વિકૃત પ્રતિબિંબ છે. પણ આધ્યાત્મિક જગતમાં, જેટલું તમે વધુ શરણાગત થાઓ, જેટલું તમે વધુ સેવક બનો, તમે સુખી રહો છો. તમે સુખી થાઓ છો. પણ વર્તમાન સમયે આપણને એવી કોઈ સમજણ નથી. આપણને કોઈ આધ્યાત્મિક ખ્યાલ નથી, કોઈ આધ્યાત્મિક સાક્ષાત્કાર નથી; તેથી જેવુ આપણે સાંભળીએ છીએ આપણે ભગવાનના સેવક બનવું પડશે આપણે ધ્રુજી જઈએ છીએ. પણ ધ્રૂજવાનો કોઈ પ્રશ્ન જ નથી. ભગવાનના સેવક બનવું બહુ જ આનંદમય છે. તમે ઘણા બધા સુધારકો જોવો છો, તેઓ આવે છે, તેમણે ભગવાનના મિશનની સેવા કરી, અને તેઓ હજુ પણ પૂજાય છે. તો ભગવાનના સેવક બનવું, તે કોઈ તુચ્છ વસ્તુ નથી. તે સૌથી મહત્વની વસ્તુ છે. ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી. પણ તેનો સ્વીકાર ના કરો. સૌ પ્રથમ સમજવાનો પ્રયત્ન કરો. તેથી વેદાંત સૂત્ર કહે છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. સમજવાનો પ્રયત્ન કરો કે બ્રહ્મ શું છે. (માઇક્રોફોન ધ્વનિ કરે છે) આ ધ્વનિ શા માટે છે? બ્રહ્મ શું છે તે સમજવાનો પ્રયત્ન કરો અને તમારો સંબંધ સમજવાનો પ્રયત્ન કરો. અને પછી, જ્યારે તમે વાસ્તવમાં શરણાગત થાઓ છો, તમે તમારું શાશ્વત આનંદમય જીવન અનુભવશો, જ્ઞાનથી પૂર્ણ.

અને આ ભગવાન ચૈતન્યની શિક્ષાઓમાં બહુ જ સરસ રીતે સમજાવેલું છે. ભગવદ ગીતામાં પણ, તેજ શિક્ષા છે, પણ... આપણે બે પુસ્તકો પહેલેથી જ પ્રકાશિત કરેલી છે, એક, ભગવદ ગીતા તેના મૂળ રૂપે; બીજી પુસ્તક, ભગવાન ચૈતન્યની શિક્ષાઓ. તો ભગવદ ગીતા શરણાગતિની પદ્ધતિ શીખવાડે છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). "તું મને શરણાગત થા," ભગવાન કહે છે. અને ભગવાનની શિક્ષાઓ, ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા, છે કે કેવી રીતે શરણાગતિ કરવી. કારણકે આપણે આપણા વર્તમાન બદ્ધ જીવનમાં શરણાગતિની વિરોધમાં બળવો કરવા માટે ટેવાયેલા છીએ. ઘણા બધા દળો છે, ઘણા બધા "વાદ," અને મુખ્ય સિદ્ધાંત છે કે "શા માટે હું શરણાગત થાઉં?" તે મુખ્ય રોગ છે. જે પણ રાજનૈતિક દળ છે, જેમ કે સામ્યવાદી દળ... તેમનો બળવો છે ચડિયાતી સત્તાની વિરોધમાં - તે લોકો મૂડીવાદીઓ કહે છે. "શા માટે આપણે..." દરેક જગ્યાએ, તે જ વસ્તુ છે, "શા માટે હું શરણાગત થાઉં?" પણ આપણે શરણાગત થવું પડે. તે આપણી બંધારણીય સ્થિતિ છે. જો હું કોઈ ચોક્કસ વ્યક્તિ કે ચોક્કસ સરકારને શરણાગત ના થાઉં, અથવા ચોક્કસ સંપ્રદાય અથવા સમાજ અથવા બીજું કઈ, પણ આખરે તો હું શરણાગત છું. હું પ્રકૃતિના નિયમોને શરણાગત છું. કોઈ સ્વતંત્રતા નથી. મારે શરણાગત થવું જ પડે. જ્યારે મૃત્યુના ક્રૂર હાથની પોકાર થાય છે, તરત જ મારે શરણાગત થવું પડે. ઘણી બધી વસ્તુઓ. તો આપણે સમજવું જોઈએ... આ છે બ્રહ્મ જિજ્ઞાસા, કે "શા માટે શરણાગતિની પદ્ધતિ છે?" જો મને શરણાગત થવું પસંદ નથી, તો મારે બળપૂર્વક શરણાગત થવું પડે છે. રાજ્યમાં પણ, જો મારે રાજ્યના નિયમોનું પાલન ના કરવું હોય, રાજ્ય મને ફરજ પાડે છે પોલીસ દળને શરણાગત થવા, લશ્કરી બળને, તો ઘણી બધી વસ્તુઓ. તેવી જ રીતે, મારે મરવું નથી, પણ મૃત્યુ મને શરણાગત થવા ફરજ પાડે છે. મારે વૃદ્ધ માણસ નથી બનવું, પણ પ્રકૃતિ મને વૃદ્ધ બનવાની ફરજ પાડે છે. મારે કોઈ રોગ નથી જોઈતો, પણ પ્રકૃતિ મને કોઈ પ્રકારનો રોગ સ્વીકારવા પર મજબૂર કરે છે. તો આ શરણાગતિની ક્રિયા તો છે જ. હવે આપણે સમજવું પડે કે શા માટે આમ છે. તેનો મતલબ મારી બંધારણીય સ્થિતિ છે શરણાગતિ, પણ વર્તમાન મુશ્કેલી છે કે હું એક ખોટા વ્યક્તિને શરણાગત થઈ રહ્યો છું. જ્યારે આપણે સમજીશુ કે મારે પરમ ભગવાનને શરણાગત થવું જોઈએ, પછી મારી બંધારણીય સ્થિતિ પુનર્જીવિત થાય છે. તે મારૂ સ્વાતંત્ર્ય છે.