GU/Prabhupada 0634 - કૃષ્ણને ભ્રામક શક્તિની ક્યારેય અસર નથી થતી

Revision as of 23:18, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.28 -- London, August 30, 1973

તેથી વ્યાસદેવે જોયું, અપશ્યત પુરુષમ પૂર્ણમ (શ્રી.ભા. ૧.૭.૪). તેમણે જોયું... જેમ કે વિમાનમાં, તમે વાદળની ઉપર જાઓ છો. સૂર્ય ક્યારેય વાદળથી પ્રભાવિત નથી થતો. જોકે વિમાનની નીચે તમે વાદળનો એક મોટો જથ્થો જુઓ છો. તેવી જ રીતે માયા કૃષ્ણને પ્રભાવિત ના કરી શકે. તેથી ભગવદ ગીતા કહે છે દૈવી હી એષા ગુણમયી મમ માયા. મમ માયા (ભ.ગી. ૭.૧૪), કૃષ્ણ કહે છે, "મારી ભ્રામક શક્તિ." કૃષ્ણ ક્યારેય ભ્રામક શક્તિ દ્વારા પ્રભાવિત નથી થતાં. બિલકુલ વાદળની જેમ. પણ માયાવાદી તત્વજ્ઞાનીઓ, તેઓ કહે છે કે જ્યારે નિરાકાર પરમ સત્ય આવે છે, પ્રકટ થાય છે, તેઓ પણ અવતાર ગ્રહણ કરે છે, પણ તેમનો સિદ્ધાંત છે કે અંતિમ પરમ સત્ય નિરાકાર છે. જ્યારે તેઓ વ્યક્તિ તરીકે આવે છે, તેઓ એક માયાનું શરીર સ્વીકારે છે. આ માયાવાદ છે. કૃષ્ણનો પરમ ભગવાન તરીકે સ્વીકાર થઈ શકે, પણ તેમણે એક ભૌતિક શરીર સ્વીકાર્યું છે. તેનો મતલબ તેમને કૃષ્ણની સરખામણી સાધારણ જીવ સાથે કરવી છે, અને તેનો ભગવદ ગીતામાં તિરસ્કાર થયેલો છે. તે કહ્યું છે કે અવજાનંતી મામ મૂઢા: માનુષીમ તનુમ આશ્રિતમ (ભ.ગી. ૯.૧૧). કારણકે કૃષ્ણ તેમના મૂળ રૂપમાં આવે છે... મૂળ રૂપ છે દ્વિભુજ (બે હાથવાળું). તે બાઇબલમાં પણ સ્વીકૃત છે: "માણસ ભગવાનની છબી પરથી બનેલો છે." તો ભગવાનને પણ બે હાથ છે. ચતુર્ભુજ વિષ્ણુ પણ મૂળ રૂપ નથી. વિષ્ણુ પણ સંકર્ષણનું બીજું પ્રાકટ્ય છે. તો કૃષ્ણ ક્યારેય માયાથી પ્રભાવિત નથી થતાં. તે મુદ્દો છે.