GU/Prabhupada 0635 - દરેક જીવામાં આત્મા છે, કીડીમાં પણ

Revision as of 23:18, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.30 -- London, August 31, 1973

ભક્ત: અનુવાદ: "હે ભરતવંશજ, જે શરીરમાં રહે છે તે શાશ્વત છે અને તે ક્યારેય હણાઈ ના શકે. તેથી તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની આવશ્યકતા નથી."

પ્રભુપાદ: દેહિ નિત્યમ અવધ્યો અયમ દેહે સર્વસ્ય ભારત. દેહે, દેહે મતલબ શરીર, શરીરની અંદર. આ મુદ્દો શરૂ થયો, દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા (ભ.ગી. ૨.૧૩). દેહ, દેહિ. દેહિ મતલબ જે શરીર ધરાવે છે. જેમ કે ગુણી. આસ્થતે પ્રતમાં (?) વ્યાકરણની રીતે. ગુણ, માં, દેહ, માં, પ્રતમાં.(?) દેહિન શબ્દ તો દેહિન શબ્દનો નામાંકિત મુદ્દો છે દેહિ. દેહિ નિત્યમ, શાશ્વત. ઘણી બધી રીતે, કૃષ્ણે સમજાવેલું છે. નિત્યમ, શાશ્વત. અવિનાશી, અચળ. તે જન્મ નથી લેતો, તે મરતો નથી, તે હમેશા હોય છે, નિરંતર એક સમાન. ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦) આ રીતે, ફરીથી તેઓ કહે છે નિત્યમ, શાશ્વત. અવધ્ય, કોઈ મારી ના શકે. શરીરમાં, તે છે. પણ દેહે સર્વસ્ય ભારત. આ બહુ જ મહત્વપૂર્ણ છે. એવું નથી કે ફક્ત મનુષ્ય શરીરમાં જ આત્મા છે અને બીજા શરીરોમાં નથી. તે ધૂર્તતા છે. સર્વસ્ય. દરેક શરીરમાં. કીડીમાં પણ, હાથીમાં પણ, મોટા વડના વૃક્ષમાં પણ અથવા જીવાણુમાં પણ. સર્વસ્ય. આત્મા છે. પણ અમુક ધૂર્તો, તેઓ કહે છે કે પ્રાણીઓમાં કોઈ આત્મા નથી. આ ખોટું છે. તમે કેવી રીતે કહી શકો કે પ્રાણીમાં કોઈ આત્મા નથી. દરેકમાં છે. અહી કૃષ્ણ દ્વારા અધિકૃત વિધાન છે: સર્વસ્ય. અને બીજી જગ્યાએ, કૃષ્ણ કહે છે, સર્વયોનીશુ કૌંતેય સંભવંતી મૂર્તય: યા: (ભ.ગી. ૧૪.૪) જીવનની બધી યોનીઓમાં, ૮૪,૦૦,૦૦૦ અલગ જીવન યોનીઓમાં, તાસમ મહદ યોનિર બ્રહ્મ. મહદ યોનિર. તેમના શરીરનો સ્ત્રોત આ ભૌતિક પ્રકૃતિનો છે. અહમ બીજપ્રદ: પિતા: "હું બીજ આપવાવાળો પિતા છું." જેમ પિતા અને માતા વગર કોઈ સંતાન ના હોઈ શકે, તો પિતા કૃષ્ણ છે અને માતા ભૌતિક પ્રકૃતિ છે, અથવા આધ્યાત્મિક પ્રકૃતિ.

બે પ્રકૃતિઓ છે. તે સાતમા શ્લોકમાં સમજાવ્યું છે. ભૌતિક પ્રકૃતિ અને આધ્યાત્મિક પ્રકૃતિ. અથવા ચડિયાતી (પરા) પ્રકૃતિ અથવા નીચલી (અપરા) પ્રકૃતિ. જેમકે આપણા શરીરમાં ઉતરતા ભાગો અને ચડિયાતા ભાગો છે. શરીર તે જ છે. પણ છતાં શરીરના અલગ અલગ ભાગો હોય છે. એમાથી અમુક ઉતરતા ગણાય છે અને અમુક ચડિયાતા ગણાય છે. હાથ પણ. વેદિક સંસ્કૃતિ પ્રમાણે, જમણો હાથ ચડિયાતો હાથ છે, અને ડાબો હાથ ઊતરતો હાથ છે. જ્યારે તમારે કોઈ વ્યક્તિને કશું આપવું હોય, તમારે જમણા હાથથી જ આપવું જોઈએ. જો તમે ડાબા હાથથી કશું આપો, તે અપમાન છે. બે હાથની જરૂર છે. કેમ આ હાથ ચડિયાતો છે, આ હાથ...? તો આપણે વેદિક આજ્ઞાનો સ્વીકાર કરવો જ પડે. તો જોકે બંને પ્રકૃતિ, આધ્યાત્મિક પ્રકૃતિ અને ભૌતિક પ્રકૃતિ, એક જ સ્ત્રોતમાથી આવી રહી છે, પરમ સત્ય... જન્માદિ અસ્ય યત: (શ્રી.ભા. ૧.૧.૧). બધી જ વસ્તુ તેમનામાથી ઉદ્ભવી છે. છતાં, ઊતરતી (અપરા) પ્રકૃતિ છે અને ચડિયાતી (પરા) પ્રકૃતિ છે. અપરા અને પરા વચ્ચે અંતર શું છે? અપરા પ્રકૃતિમાં અથવા ભૌતિક પ્રકૃતિમાં, ભગવદ ભાવનામૃત લગભગ શૂન્ય છે. જેઓ સત્વગુણમાં છે, તેમને થોડું ભગવદ ભાવનામૃત હોય છે. અને જેઓ રજોગુણમાં હોય છે, તેમને થોડું હજુ ઓછું હોય છે; અને જેઓ તમોગુણમાં છે, કોઈ ભગવદ ભાવનામૃત નથી. પૂર્ણપણે અભાવ.