GU/Prabhupada 0669 - મનને સ્થિર કરવું મતલબ મનને કૃષ્ણમાં રાખવું



Lecture on BG 6.16-24 -- Los Angeles, February 17, 1969

ભક્ત: શ્લોક ક્રમાંક સત્તર: "જે વ્યક્તિએ તેની ખાવાની, ઊંઘવાની, કામ કરવાની અને પ્રજનન ક્રિયા નિયંત્રિત કરી છે, તે યોગ પદ્ધતિનો અભ્યાસ કરીને બધા જ ભૌતિક કષ્ટો દૂર કરી શકે છે (ભ.ગી. ૬.૧૭)."

પ્રભુપાદ: હા, તમે ફક્ત... એક કહેવાતા યોગના વર્ગમાં હાજરી આપવાનો કોઈ પ્રશ્ન જ નથી અને પાંચ રૂપિયા કે પાંચ ડોલર ભરીને તમારી ચરબી ઘટાડવી અને એવું, તમારા સ્વાસ્થ્યને તંદૂરસ્ત રાખવા માટે. તમે ફક્ત અભ્યાસ કરો. આ અભ્યાસ: જેટલું જરૂર હોય તેટલું ખાઓ, જેટલું જરૂર હોય તેટલું ઊંઘો. તમારું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહેશે. કોઈ બહારની મદદની જરૂર જ નથી. ફક્ત આનો અભ્યાસ કરીને બધુ બરાબર થઈ જશે. આગળ વધો.

ભક્ત: શ્લોક ક્રમાંક અઢાર: "જ્યારે યોગી, યોગનો અભ્યાસ કરીને, તેના માનસિક કાર્યોને અનુશાસીત કરે છે અને દિવ્યતામાં સ્થિત થાય છે, બધી જ ભૌતિક ઈચ્છાઓથી રહિત, તેણે યોગ્ય પ્રાપ્ત કરેલો કહેયાય છે (ભ.ગી. ૬.૧૮)"

પ્રભુપાદ: હા. મનને સંતુલિત રાખવું. આ યોગની પૂર્ણતા છે. મનને રાખવું.... તે તમે કેવી રીતે કરી શકો? જો તમે... ભૌતિક ક્ષેત્રમાં તમે મનને સંતુલનમાં ના રાખી શકો. તે શક્ય નથી. ઉદાહરણ તરીકે આ ભગવદ ગીતા. જો તમે રોજ ચાર વાર પણ વાંચશો, તમે થાકશો નહીં. પણ બીજી જોઈ પુસ્તક લો, એક કલાક વાંચ્યા પછી તમે થાકી જશો. આ કીર્તન, હરે કૃષ્ણ. તમે આખો દિવસ અને રાત કીર્તન કરો, અને નાચો, તમે ક્યારેય થાકશો નહીં. પણ બીજું કોઈ ના લો. અડધો કલાકમાં જ, સમાપ્ત. તે ચિંતા છે. તમે જોયું? તેથી મનને સ્થિર કરવું મતલબ તમારું મન કૃષ્ણમાં રાખવું, પછી સમાપ્ત, બધા યોગ. તમે પૂર્ણ યોગી છો. તમારે બીજું કશું કરવાનું નથી. ફક્ત તમારું મન સ્થિર કરો. સ વૈ મન: કૃષ્ણ પદારવિંદયોર વચાંસી વૈકુંઠ (શ્રી.ભા. ૯.૪.૧૮) - જો તમે બોલો, કૃષ્ણ વિશે બોલો. જો તમે ખાઓ, કૃષ્ણનું ખાઓ. જો તમે વિચારો, કૃષ્ણ વિશે વિચારો. જો તમે કામ કરો, કૃષ્ણ માટે કામ કરો. તો આ રીતે, આ યોગ પદ્ધતિ પૂર્ણ બનશે. બીજી રીતે નહીં. અને તે યોગની પૂર્ણતા છે. બધી જ ભૌતિક ઈચ્છાઓથી રહિત. જો તમે ફક્ત કૃષ્ણ માટે ઈચ્છા કરો છો તો ભૌતિક ઈચ્છાનો અવકાશ ક્યાં છે? સમાપ્ત, બધી જ ભૌતિક ઈચ્છાઓ સમાપ્ત. તમારે કૃત્રિમ રીતે તેના માટે પ્રયત્ન કરવાનો નથી. "ઓહ, હું કોઈ સુંદર છોકરીને નહીં જોઉ. હું મારી આંખો બંધ કરી દઇશ." તે તમે ના કરી શકો. પણ જો તમે તમારું મન કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર કરો તમે ઘણી બધી સુંદર છોકરીઓ જોડે નૃત્ય કરો છો. તે ઠીક છે, એક ભાઈ અને બહેન તરીકે કોઈ પ્રશ્ન જ નથી. આ વ્યાવહારિક છે - યોગની પૂર્ણતા. કૃત્રિમ રીતે તમે ના કરી શકો.

ફક્ત કૃષ્ણ ભાવનામૃતમાં બધી પૂર્ણતા છે. તેણે સમજવાનો પ્રયત્ન કરો. બધી જ પૂર્ણતા. કારણકે તે આધ્યાત્મિક સ્તર છે. આધ્યાત્મિક સ્તર શાશ્વત, આનંદમય અને પૂર્ણ જ્ઞાનમય છે. તેથી કોઈ શંકા નથી. હા, આગળ વધો.