GU/Prabhupada 0690 - ભગવાન શુદ્ધ છે, અને તેમનું રાજ્ય પણ શુદ્ધ છે

Revision as of 23:27, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 6.35-45 -- Los Angeles, February 20, 1969

ભક્ત: "પણ જ્યારે યોગી પોતાને ગંભીર પ્રયાસોથી વધુ પ્રગતિ કરવામાં પ્રવૃત્ત કરે છે, બધા દૂષણોથી અલિપ્ત, તો આખરે, ઘણા, ઘણા જન્મોના અભ્યાસ પછી, તે પરમ લક્ષ્યને પામે છે (ભ.ગી. ૬.૪૫)."

પ્રભુપાદ: હા. તો આ અભ્યાસનો પ્રશ્ન છે. જેમકે કે બાળક, જન્મેલો, તે જાણતો નથી કે કેવી રીતે ધૂમ્રપાન કરવું, કેવી રીતે દારૂ પીવું - પણ સંગથી તે દારૂડિયો, એક નશાખોર બને છે. સંગથી. તો તે સંગનો જ પ્રશ્ન છે. સંગાત સંજાયતે કામ: (ભ.ગી. ૨.૬૨) જો સંગ સારો છે... આપણી કારકિર્દી બગડી રહી છે કારણકે આપણે સારો સંગ રાખી નથી રહ્યા. તો આ અહી સમજાવેલું છે, કે: "પણ જ્યારે યોગી પોતાને ગંભીર પ્રયાસો દ્વારા વધુ પ્રગતિ કરવામાં પ્રવૃત્ત કરે છે..." જેમ કે વેપારમાં પણ, ઘણા બધા સંગ છે, સંઘ. કારણકે તે સંઘના સભ્ય બનીને, તે ચોક્કસ પ્રકારનો વેપાર આગળ વધે છે. તેમને કેન્દ્રો છે. તેઓ કેન્દ્રો બનાવી શકે છે, વિનિમય કેન્દ્ર, શેરબજાર કેન્દ્ર. તો સંગ બહુ મહત્વપૂર્ણ છે. તો જો આપણે દિવ્ય ચેતના વિકસિત કરવામાં ગંભીર હોઈશું, તો આ એક માત્ર સંગ છે - આપણે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘની સ્થાપના કરી છે. અહી, કેવી રીતે વ્યક્તિએ દિવ્ય ચેતનાવાળું બનવું, તે જ શીખવાડવામાં આવે છે. તો આ એક સારો અવસર છે. આપણે દરેકને જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ, અને વિધિ બહુ જ સરળ છે. ફક્ત હરે કૃષ્ણનો જપ કરો અને તમે અનુભવશો. કોઈ મુશ્કેલ વિધિ નથી. બાળકો પણ ભાગ લઈ શકે છે અને વાસ્તવમાં તેઓ ભાગ લઈ રહ્યા છે. તમને કોઈ પહેલાની યોગ્યતાની જરૂર નથી. કે તમારી પાસે સ્નાતક પદવી હોવી જોઈએ, કે આ પરીક્ષા, કે આ કે તે. જે પણ તમે છો, તમે ફક્ત આવો અને આ સંગમાં જોડાવો અને કૃષ્ણ ભાવનાભાવિત બનો. આ લાભ છે આ સમાજનો. તે સ્પષ્ટ છે. કૃપા કરીને સમજવાનો પ્રયત્ન કરો. આગળ વધો. તાત્પર્ય?

ભક્ત: "એક વ્યક્તિ એક વિશેષ પુણ્યશાળી, ધનવાન અથવા પવિત્ર પરિવારમાં જન્મેલો, યોગ અભ્યાસ કરવા માટેની તેની સાનુકૂળ પરિસ્થિતી વિશે સચેત બને છે. નિશ્ચય સાથે, તેથી, તે તેનું અપૂર્ણ કાર્ય શરૂ કે છે, અને તેથી તે પૂર્ણપણે પોતાને બધા ભૌતિક દૂષણોથી સ્વચ્છ બનાવે છે. જ્યારે તે છેવટે બધા દૂષણોથી મુક્ત થઈ જાય છે, તે પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, કૃષ્ણ ભાવનામૃત."

પ્રભુપાદ: તે છે, તે છે... સમજવાનો પ્રયત્ન કરો, કે પરમ ભગવાન... ભગવાન શુદ્ધ છે, અને તેમનું સામ્રાજ્ય પણ શુદ્ધ છે, અને કોઈ પણ વ્યક્તિ કે જે ત્યાં પ્રવેશ કરવા માંગે છે, તે પણ શુદ્ધ જ હોવો જોઈએ. તે બહુ સ્વાભાવિક છે, કે તમારે કોઈ ચોક્કસ સમાજમાં પ્રવેશ કરવો હોય, તો તમારે પોતાને યોગ્ય બનાવવું પડે. ઘણી ચોક્કસ... યોગ્યતા છે... ભગવદ ધામ જવા, યોગ્યતા છે કે તમે ભૌતિક રીતે દૂષિત ના હોવા જોઈએ. અને તે ભૌતિક દૂષણ શું છે? તે ભૌતિક દૂષણ છે ઇન્દ્રિય તૃપ્તિ. અનિયંત્રિત ઇન્દ્રિય તૃપ્તિ. તે ભૌતિક દૂષણ છે. તો તમારે પોતાને ભૌતિક દૂષણથી મુક્ત કરવી પડે. પછી તમે ભગવાનના સામ્રાજ્યમાં પ્રવેશ કરવા લાયક બનો છો. બધા ભૌતિક દૂષણોથી મુક્ત થવાની તે વિધિ છે, યોગ પદ્ધતિ. યોગ પદ્ધતિનો મતલબ એ નથી કે તમે બેસો પંદર મિનિટ માટે, કહેવાતા ધ્યાન માટે, અને તમે તમારું બધુ ભૌતિક દૂષણ ચાલુ રાખો. જેમ કે જો તમારે કોઈ એક ચોક્કસ પ્રકારના રોગથી મુક્ત બનવું છે, તમારે ડોક્ટરના નિયમોનું પાલન કરવું પડે. તેવી જ રીતે, આ અધ્યાયમાં, યોગ પદ્ધતિની વિધિની ભલામણ કરેલી છે, કેવી રીતે તમારે તે કરવાનું છે. તો તેનો મતલબ જો તમારે તે નિર્દિષ્ટ વિધિઓનું પાલન કરવું હોય, તો તમે ભૌતિક દૂષણથી મુક્ત થાઓ. પછી તમે વાસ્તવમાં સ્થિત છો પરમ ભગવાન સાથે જોડાણ બનાવવા માટે. તે કૃષ્ણ ભાવનામૃત છે.

આપણી વિધિ તમને પ્રત્યક્ષ જોડવા માટે છે. તે ભગવાન ચૈતન્યનો વિશેષ ઉપહાર છે. તરત જ તેને કૃષ્ણ સાથે સંપર્કમાં લાવવો. કારણકે આખરે તો તમારે તે બિંદુ પર જ આવવાનું છે, કૃષ્ણ ભાવનામૃત. તો અહી આ વિધિ છે, કે પ્રત્યક્ષ, તરત જ... અને તે વ્યવહારુ પણ છે. જેમને કોઈ યોગ્યતા નથી, તેઓ - ફક્ત (કૃષ્ણ ભાવનામૃત) સમાજના સંપર્કમાં આવવાથી તેઓ કૃષ્ણ ભાવનામૃતમાં ખૂબ જ ઉન્નત બની ગયા છે. આ વ્યવહારુ છે. તો આ યુગમાં આપણે લોકોને અવસર આપવો પડે, પ્રત્યક્ષ સંપર્કનો. કોઈ ધીમી વિધિ તેમને મદદ નહીં કરે કારણકે જીવન ખૂબ જ ટૂંકું છે, તેઓ એટલા ભાગ્યશાળી નથી, અને સંગ ખૂબ જ ખરાબ છે. તેથી, પ્રત્યક્ષ સંપર્ક - હરેર નામ (ચૈ.ચ. આદિ ૧૭.૨૧). કૃષ્ણ માત્ર તેમના દિવ્ય નામના રૂપમાં ઉપસ્થિત છે અને તમે સાંભળીને તરત જ તેમના સંપર્કમાં આવો. તમારી પાસે સ્વાભાવિક સાધન છે, સાંભળવું. તમે ફક્ત "કૃષ્ણ" સાંભળો અને તમે તરત જ શુદ્ધ બની જાઓ છો. આગળ વધો.