GU/Prabhupada 0710 - આપણે લાખો અને કરોડો યોજનાઓ બનાવીએ છીએ અને તે યોજનાઓમાં ફસાઈએ છીએ

Revision as of 23:31, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 3.26.39 -- Bombay, January 14, 1975

તો કોઈ પણ યોગની પદ્ધતિ, હઠયોગ, જ્ઞાનયોગ, અથવા... કર્મયોગ સૌથી નીચેનું સ્તર છે. અને બધાથી ઉપર, ભક્તિયોગ છે. પછી, જ્યારે તમે ભક્તિયોગ પર આવો છો, તે જીવનની પૂર્ણતા છે. ભક્તિયોગેન મનસ સમ્યક પ્રણીહિતે અમલે (શ્રી.ભા. ૧.૭.૪). ભક્તિયોગેન અમલ: "મન સ્વચ્છ બની જાય છે." ચેતો દર્પણ માર્જનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨). તે ભક્તિયોગની પ્રત્યક્ષ અસર છે. કારણકે મન અત્યારે દૂષિત છે, અને ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના કાર્યોની રચના હેઠળ છે, આપણે લાખો અને કરોડો યોજનાઓ બનાવીએ છે અને તે યોજનાઓ અથવા ખ્યાલોમાં ફસાઈ જઈએ છીએ. આપણે લાખો અને કરોડો શરીર સ્વીકારવા પડશે અને પછી જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગના ચક્કરમાં જવું પડશે. આ ફસામણી છે. તો મનને શુદ્ધ કરો. તે હરે કૃષ્ણ મહા મંત્રનો જપ છે. ચેતો દર્પણ માર્જનમ ભવ મહા દાવાગ્નિ નિર્વાપણમ. જ્યારે આપણું મન શુદ્ધ થાય છે... આ મહા દાવાગ્નિ છે. આ માનસિક ખ્યાલો, હજારો અને લાખો, તેનું વિસ્તરણ, તે મહા, ભવ મહા દાવાગ્નિ છે. ભવ મહા દાવાગ્નિ. તો તે ગુરુનું કર્તવ્ય છે તેના શિષ્યને ભવ મહા દાવાગ્નિમાથી બહાર કાઢવા. સંસાર દાવાનલ લીઢ લોક ત્રાણાય કારુણ્ય ઘનાઘનત્વમ. કારુણ્ય. કારુણ.

તો ગુરુ શું છે? ગુરુએ કારુણ્ય મેળવેલું છે. કારુણ્ય મતલબ જેમ વાદળે સમુદ્રમાથી જળ મેળવેલું છે, તેવી જ રીતે, એક ગુરુ, કૃપાનું વાદળ મેળવે છે કૃષ્ણકૃપાના મહાસાગરમાથી. ઘનાઘનત્વમ. અને ફક્ત વાદળ જ જંગલની અગ્નિને બુઝાવી શકે, સંસાર. કોઈ બીજી પાણીના છંટકાવની પદ્ધતિ મદદ નહીં કરે. જો જંગલમાં આગ લાગે, તમારૂ અગ્નિશામક દળ અથવા પાણીની ડોલો મદદ ના કરે. તે અશક્ય છે. કે ન તો તમે ત્યાં જઈ શકો; કે ન તો તમે તમારા અગ્નિશામક દળથી અને ડોલોથી કોઈ સેવા કરી શકો. તો કેવી રીતે અગ્નિ બુઝાઈ શકે? ઘનાઘનત્વમ. જો આકાશમાં વાદળ હોય અને જો વરસાદ થાય, તો વિસ્તૃત જંગલની આગ તરત જ બુઝાઈ શકે. તો તે વાદળ ગુરુ છે. તેઓ પાણી રેડે છે. તેઓ પાણી રેડે છે. શ્રવણ કીર્તન જલે કરયે સેચન (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૨). તે પાણી શું છે? તે પાણી છે આ શ્રવણ કીર્તન. ભવ મહા દાવાગ્નિ, આગ, ભૌતિક અસ્તિત્વની જંગલની આગ, નિરંતર ભડકી રહી છે. તો તમારે વાદળથી વરસાદ દ્વારા તેને બુઝાવવી પડે, અને તે વરસાદ મતલબ શ્રવણ કીર્તન. શ્રવણ મતલબ સાંભળવું, અને કીર્તન મતલબ જપ અથવા કીર્તન. આ એક જ માર્ગ છે. શ્રવણ કીર્તન જલે કરયે સેચન.