GU/Prabhupada 0744 - જેવા તમે કૃષ્ણને જુઓ છો, પછી તમે તમારું શાશ્વત જીવન મેળવો છો

Revision as of 23:36, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.9.53 -- Vrndavana, April 8, 1976

તો પ્રહલાદ મહારાજ તેમના પિતા દ્વારા ઘણી બધી રીતે દંડિત થયા હતા, પણ તેઓ કૃષ્ણને ભૂલી ના શક્યા. પ્રેમ સ્થિર હતો. તેથી કૃષ્ણ બહુ જ પ્રસન્ન થાય, પ્રિતો અહમ. પ્રિતો અહમ. પ્રહલાદ ભદ્રમ (શ્રી.ભા. ૭.૯.૫૨). તો... મામ અપ્રિણત આયુષ્મન (શ્રી.ભા. ૭.૯.૫૩). આયુષ્મન, આશીર્વાદ: "હવે તું લાંબુ જીવી શકે," અથવા "શાશ્વત રીતે જીવ," આયુષ્મન. આયુષ મતલબ જીવન અવધિ. જ્યારે વ્યક્તિ કૃષ્ણ પાસે પહોંચે છે... મામ ઉપેત્ય કૌંતેય દુખાલયમ અશાશ્વતમ, નાપ્નુવંતી. દુખાલયમ (ભ.ગી. ૮.૧૫). જ્યાં સુધી આપણે આ ભૌતિક શરીર છે, ભૌતિક જગત, તે દુખાલયમ અશાશ્વતમ છે. તે દુખમય પરિસ્થિતિઓથી પૂર્ણ છે, અને તે જ સમયે કાયમી નથી. જો આપણે દુખમય સ્થિતિઓને સ્વીકારી પણ લઈએ... દરેક વ્યક્તિ જીવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એક વૃદ્ધ માણસને પણ મરવું નથી. તે ડોક્ટર પાસે જાય છે, થોડી દવા લે છે જેથી તે તેનું જીવન ચાલુ રાખી શકે. પણ તેને જીવવા દેવામાં નહીં આવે. અશાશ્વતમ. તમે ઘણા ધનવાન માણસ હોઈ શકો છો, તમે ઘણી દવાઓ લઈ શકો છો, ઘણા ઈંજેકશન તમારા જીવનને લંબાવવા, પણ તે શક્ય નથી. તે શક્ય નથી. પણ જેવા તમે કૃષ્ણને જુઓ છો, પછી, તમને, તમને તમારું શાશ્વત જીવન મળે છે. શાશ્વત જીવન આપણને છે જ. આપણે શાશ્વત છીએ. ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). શરીરના વિનાશ પછી આપણે મરતા નથી. આપણને બીજું શરીર મળે છે. આ રોગ છે. અને જ્યારે તમે કૃષ્ણને જુઓ છો, જ્યારે તમે કૃષ્ણને સમજો છો... જોયા વગર પણ, જો તમે ફક્ત કૃષ્ણને સમજો, તો તમે શાશ્વત બનો છો.

જન્મ કર્મ ચ મે દિવ્યમ
યો જાનાતી તત્ત્વત: ત્યક્ત્વા
દેહમ પુનર જન્મ
નૈતિ...
(ભ.ગી. ૪.૯)

કૃષ્ણ કહે છે. ફક્ત કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરો. કૃષ્ણને સમજવું પણ કૃષ્ણને જોવું જ છે, કારણકે તેઓ નિરપેક્ષ છે - કોઈ ફરક નથી. જેમ ભૌતિક જગતમાં તમે સમજો છો પણ તમે જોઈ નથી શકતા. તે દ્વંદ્વ છે. પણ નિરપેક્ષમાં, જો તમે કૃષ્ણને સમજો, જો તમે કૃષ્ણ વિશે સાંભળો, જો તમે કૃષ્ણને જુઓ, જો તમે કૃષ્ણ સાથે રમો, તે બધુ એક જ છે. આને નિરપેક્ષ કહેવાય છે. કોઈ દ્વંદ્વ નથી.

તો જો તમે ફક્ત કૃષ્ણને સમજો, દિવ્યમ, દિવ્ય સ્વભાવ... ફક્ત તમે સમજો કે કૃષ્ણ આપણા જેવા નથી: કૃષ્ણને કોઈ ભૌતિક શરીર નથી, કૃષ્ણ દુખી નથી, કૃષ્ણ હમેશા સુખી છે - ફક્ત થોડી વસ્તુઓ, જો તમે આશ્વસ્ત થઈ જાઓ કે કૃષ્ણનો સ્વભાવ - તરત જ તમે ભગવદ ધામ જવા માટે યોગ્ય બની જાઓ છો. આ કૃષ્ણ ભાવનામૃત છે, એટલું સરસ. કૃષ્ણ પોતાને સમજાવી રહ્યા છે, અને જો તમે આશ્વસ્ત થઈ જાઓ, "હા, જે કૃષ્ણ કહે છે, તે બધુ સાચું છે." જેમ કે અર્જુને કહ્યું, સર્વમ એતમ ઋતમ મન્યે યદ વદસી કેશવ: (ભ.ગી. ૧૦.૧૪) "જે પણ તમે કહ્યું છે હું પૂર્ણતામાં સ્વીકારું છું. કોઈ ઘટાડો નહીં, કોઈ..." સર્વમ એતમ ઋતમ મન્યે: "જે પણ તમે કહ્યું છે, હું વિશ્વાસ કરું છું. મે ગ્રહણ કર્યું છે. મે..." તે કૃષ્ણ છે. કૃષ્ણ કઈક કહે છે, અને હું કઈક સમજુ છું. તે તમે તમારા લાખો વર્ષો સુધી કરતાં રહો; તે ક્યારેય શક્ય નહીં બને. તમારે કૃષ્ણ જેમ કહે છે તેમ સમજવું પડે. તેથી અમે ભગવદ ગીતાને તેને મૂળ રૂપે પ્રસ્તુત કરી રહ્યા છીએ. તે સાચી સમજણ છે.