GU/Prabhupada 0748 - ભગવાન ભક્તને સંતુષ્ટ કરવા ઈચ્છે છે

Revision as of 23:37, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.8.29 -- Los Angeles, April 21, 1973

તો ભગવાન ભગવદ ગીતામાં કહે છે: પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ (ભ.ગી. ૪.૮). તો બે ઉદેશ્યો છે. જ્યારે ભગવાન અવતાર લે છે, તેમને બે કાર્યો હોય છે. એક કાર્ય છે પરિત્રાણાય સાધુનામ અને વિનાશાય દુશ... એક કાર્ય છે શ્રદ્ધાવાન ભક્તો, સાધુ, નો ઉદ્ધાર કરવો. સાધુ મતલબ સજ્જન વ્યક્તિઓ.

સાધુ... મે ઘણી વાર સમજાવેલું છે. સાધુ મતલબ ભક્ત. સાધુનો મતલબ એવો નથી કે દુનિયાની પ્રમાણિક્તા કે અપ્રામાણિક્તા, નૈતિકતા કે અનૈતિકતા. તેને ભૌતિક કાર્યો સાથે કઈ લેવા દેવા નથી. તે ફક્ત આધ્યાત્મિક છે, સાધુ. પણ ક્યારેક આપણે તારણ કાઢીએ છીએ, "સાધુ" એક વ્યક્તિની ભૌતિક ભલમનસાઈ, નૈતિકતા. પણ વાસ્તવમાં "સાધુ" મતલબ દિવ્ય સ્તરમાં. જે લોકો ભક્તિમય સેવામાં પ્રવૃત્ત છે. સ ગુણાન સમતીત્યૈતાન (ભ.ગી. ૧૪.૨૬). સાધુ ભૌતિક ગુણોથી પરે દિવ્ય છે. તો પરિત્રાણાય સાધુનામ. પરિત્રાણાય મતલબ ઉદ્ધાર કરવો.

હવે જો એક સાધુ પહેલેથી જ મુક્ત હોય, તે દિવ્ય સ્તર પર છે, તો તેનો ઉદ્ધાર કરવાની જરૂર ક્યાં છે? આ પ્રશ્ન છે. તેથી આ શબ્દનો ઉપયોગ થયો છે, વિડંબનમ (શ્રી.ભા. ૧.૮.૨૯). તે વિસ્મયકારી છે. તે વિરોધાભાસ છે. તે વિરોધાભાસ જેવુ લાગે છે. જો એક સાધુ પહેલેથી જ મુક્ત છે... દિવ્ય અવસ્થા મતલબ તે હવે નિયંત્રણ હેઠળ નથી પ્રકૃતિના ત્રણ ગુણોના, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. કારણકે ભગવદ ગીતામાં તે સ્પષ્ટ પણે કહેલું છે: સ ગુણાન સમતીત્યૈતાન (ભ.ગી. ૧૪.૨૬). તે ભૌતિક ગુણોને લાંઘી જાય છે. એક સાધુ, ભક્ત. તો ઉદ્ધારનો પ્રશ્ન ક્યાં છે? મુક્તિ (ઉદ્ધાર)... તેને મુક્તિની જરૂર નથી, એક સાધુ, પણ કારણકે તે પરમ ભગવાનને પ્રત્યક્ષ જોવા માટે બહુ જ આતુર છે, તે તેની આંતરિક ઈચ્છા છે, તેથી કૃષ્ણ આવે છે. તેના ઉદ્ધાર માટે નહીં. તે પહેલેથી જ મુક્ત છે. તે પહેલેથી જ ભૌતિક પાશમાથી મુક્ત છે. પણ તેને સંતુષ્ટ કરવા માટે, કૃષ્ણ હમેશા...

જેમ કે એક ભક્તને ભગવાનને દરેક રીતે સંતુષ્ટ કરવા છે, તેવી જ રીતે ભક્ત કરતાં વધારે, ભગવાનને ભક્તને સંતુષ્ટ કરવો છે. આ પ્રેમમય કાર્યકલાપોનું આદાન પ્રદાન છે. જેમ કે તમારા, આપણા સાધારણ કાર્યોમાં પણ, જો તમે કોઈને પ્રેમ કરો, તમે તેને અથવા તેણીને સંતુષ્ટ કરવા ઈચ્છો છો. તેવી જ રીતે, તેણી અથવા તે પણ સામે આદાન પ્રદાન કરે છે. તો જો તે પ્રેમમય કાર્યકલાપોનું આદાન પ્રદાન ભૌતિક જગતમાં હોય, તો તે આધ્યાત્મિક જગતમાં કેટલું વધુ ઉચ્ચ હશે? તો તે શ્લોક છે: "સાધુ મારૂ હ્રદય છે, અને હું પણ સાધુનું હ્રદય છું." સાધુ હમેશા કૃષ્ણ વિશે વિચારે છે, અને કૃષ્ણ હમેશા તેમના ભક્ત, સાધુ, વિશે વિચારે છે.