GU/Prabhupada 0758 - તે વ્યક્તિની સેવા કરો જેણે તેનું જીવન કૃષ્ણને સમર્પિત કરી દીધું છે

Revision as of 23:39, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


760516 - Lecture SB 06.01.16 - Honolulu

જો એક વ્યક્તિ તેનું જીવન કૃષ્ણને સમર્પિત કરી દે છે, યથા કૃષ્ણાર્પિત પ્રાણસ તત પુરુષ નિશેવયા (શ્રી.ભા. ૬.૧.૧૬). તત પુરુષ, તમે... જ્યાં સુધી આપણે કૃષ્ણના ભક્તની સેવા ના કરીએ ત્યાં સુધી કૃષ્ણને આપણું જીવન સમર્પિત કરવું અશક્ય છે. તત પુરુષ નિશેવયા. તમે કૃષ્ણ સુધી સીધા પહોંચી ના શકો. તે શક્ય નથી. તમારે તેમના ભક્ત દ્વારા જ જવું પડે. તેથી કૃષ્ણ તેમના ભક્તને મોકલે છે, "જા અને તેમનો ઉદ્ધાર કર." જેમ કે ધ્રુવ મહારાજ. તેઓ જાણતા ન હતા કે કેવી રીતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની કૃપા મેળવવી, પણ તેમની આતુરતાને કારણે... તેમને ભગવાન જોવા હતા. કારણકે તેઓ ક્ષત્રિય હતા... તેમની માતાએ કહ્યું, કે "ભગવાન તારી મદદ કરી શકે, મારા પ્રિય પુત્ર. જો તારે તારા પિતાની રાજગાદીએ રાજા બનવું હોય, તો ફક્ત ભગવાન જ તારી મદદ કરી શકે. હું મદદ ના કરી શકું." તો તેઓ નિશ્ચયી હતા, "મારે ભગવાન જોવા જ છે." તો તેઓ વનમાં ગયા, પણ તેઓ જાણતા ન હતા કે ભગવાન પાસે કેવી રીતે જવું. માત્ર એક પાંચ વર્ષનો બાળક, તેણે નિશ્ચય કર્યો હતો. તો કૃષ્ણે જોયું કે "આ છોકરો ઘણો દ્રઢ નિશ્ચયી છે." તેથી તેમણે તેમના પ્રતિનિધિ, નારદ, ને મોકલ્યા: "જાઓ અને તેને પ્રશિક્ષિત કરો. તે બહુ જ આતુર છે."

તેથી ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ગુરુ કૃષ્ણ કૃપાય પાય ભક્તિ લતા બીજ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧). તમે બે ગણી કૃપા દ્વારા ભક્તિમય સેવામાં પ્રવેશી શકો. એક કૃપા છે કૃષ્ણની; બીજી કૃપા છે ગુરુની. તેથી અહી તે કહ્યું છે, તે જ વસ્તુ, કૃષ્ણાર્પિત પ્રાણસ તત પુરુષ નિશેવયા (શ્રી.ભા. ૬.૧.૧૬). વ્યક્તિ કૃષ્ણાર્પિત પ્રાણ: ના બની શકે, વ્યક્તિ તેનું જીવન કૃષ્ણને સમર્પિત ના કરી શકે, જ્યાં સુધી તેને ગુરુની કૃપા નથી મળતી. આ રીત છે. તમે સીધા ના જઈ શકો. તે શક્ય નથી. તેથી નરોત્તમ દાસ ઠાકુરે કહ્યું હતું, તેમના ઘણા ભજનો છે... છાડીયા વૈષ્ણવ સેવા, નિસ્તાર પાયેછે કેબા: "વૈષ્ણવની સેવા કર્યા વગર, કોને મુક્તિ મળી છે? કોઈને પણ નહીં."

તાંદેર ચરણ સેવી ભક્ત સને વાસ
જનમે જનમે મોર એઈ અભિલાષ

નરોત્તમ દાસ ઠાકુર કહે છે કે "મારે ગુરુઓની સેવા કરવી જ પડે, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, અને ભક્તોના સંગમાં રહેવું જ પડે." તાંદેર ચરણ સેવી ભક્ત સને વાસ. નરોત્તમ દાસ ઠાકુરે કહ્યું, જનમે જનમે મોર એઈ અભિલાષ. આપણી... અભિલાષા હોવી જોઈએ કેવી રીતે કૃષ્ણની સેવા કરવી ગુરુ શિષ્ય પરંપરા દ્વારા, અને ભક્તોના સંગમાં રહેવું. આ વિધિ છે. તો આપણે આખી દુનિયામાં ઘણા બધા કેન્દ્રો ખોલી રહ્યા છીએ. આ નીતિ છે, કે લોકોને અવસર મળી શકે ભક્તોનો સંગ કરવાનો અને વૈષ્ણવની સેવા કરવાનો. પછી તે સફળ થશે.

તેથી અહી તે કહ્યું છે, ભક્તિયોગ મતલબ, ફક્ત જીવનને કૃષ્ણમાં સમર્પિત કરવું નહીં, પણ વૈષ્ણવની સેવા પણ કરવી, તત પુરુષ. તત પુરુષ મતલબ એક વ્યક્તિની સેવા કરવી કે જેને તેનું જીવન કૃષ્ણને સમર્પિત કર્યું છે. બે વસ્તુઓ: કૃષ્ણને સમર્પણ અને કૃષ્ણના ભક્તને સમર્પણ. તો આ રીતે જો આપણે પ્રગતિ કરીએ, તો આ ભૌતિક દૂષણથી મુક્ત થવું બહુ જ સરળ બની જાય છે. તે કહ્યું છે. ન તથા હી અઘવાન રાજન પુયેત તપ આદિભી: (શ્રી.ભા. ૬.૧.૧૬). તપ આદિભી:, તે સામાન્ય વિધિ છે, પણ તે બહુ જ, બહુ જ મુશ્કેલ છે, ખાસ કરીને આ યુગમાં. તો જો આપણે ફક્ત આ જ વસ્તુ લઈએ, કે કૃષ્ણને જીવન સમર્પિત કરવું, અને વૈષ્ણવને જીવન સમર્પિત કરવું, તો આપણું જીવન સફળ થશે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય શ્રીલ પ્રભુપાદ.