GU/Prabhupada 0766 - ફક્ત શ્રીમદ ભાગવતમ વાંચવાથી, તમે સુખી થશો. તો આ અભ્યાસને સ્વીકારો

Revision as of 23:40, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.13.12 -- Geneva, June 3, 1974

પ્રભુપાદ: (વાંચતાં) "મહારાજ યુધિષ્ઠિરના ભાગ પર, તેમના કાકાનું એક યોગ્ય રીતે પાલન કરું ઉચિત હતું, પણ ધૃતરાષ્ટ્રને આવા ઉદાર આતિથ્યનો સ્વીકાર કરવાની જરા પણ ઈચ્છા ન હતી. તેમણે તે સ્વીકાર્યું કારણકે તેમણે વિચાર્યું કે બીજો કોઈ વિકલ્પ નથી. વિદુર વિશેષ કરીને ધૃતરાષ્ટ્રને જ્ઞાન તથા આધ્યાત્મિક સમજશક્તિના ઉચ્ચ સ્તર પર આવવાની સીડી આપવા માટે આવ્યા હતા. જ્ઞાની આત્માઓનું તે કર્તવ્ય છે કે પતિત જીવોનો ઉદ્ધાર કરવો, અને વિદુર તે કારણે આવ્યા હતા. પણ આધ્યાત્મિક જ્ઞાનની વાતો એટલી પ્રેરણાદાયક હતી કે ધૃતરાષ્ટ્રને શિક્ષા આપતા આપતા, વિદુરે પરિવારના બધા જ સભ્યોનું ધ્યાન આકર્ષિત કર્યું, અને તેમણે બધાએ તેમને ધીરજપૂર્વક સાંભળવાનો આનંદ લીધો. આ આધ્યાત્મિક સાક્ષાત્કારનો માર્ગ છે. સંદેશને બહુ જ ધ્યાનથી સાંભળવો જોઈએ, અને જો તે જ્ઞાની આત્મા દ્વારા બોલાતો હોય, તે બદ્ધ જીવના સુષુપ્ત હ્રદય પર કામ કરશે. અને વારંવાર સાંભળવાથી, વ્યક્તિ આત્મ-સાક્ષાત્કારનું સિદ્ધ સ્તર પ્રાપ્ત કરી શકે છે."

તેથી શ્રવણમ બહુ જ મહત્વપૂર્ણ છે. શ્રવણમ કિર્તનમ વિષ્ણો સ્મરણમ પાદસેવનમ (શ્રી.ભા. ૭.૫.૨૩). તો આપણા બધા જ કેન્દ્રોમાં, આ વિધિનું પાલન થવું જોઈએ. આપણી પાસે ઘણી બધી પુસ્તકો છે. જો આપણે ફક્ત પુસ્તકો વાંચીએ... આપણા યોગેશ્વર પ્રભુ પુસ્તકો વાંચવામાં બહુ ઉત્સાહી છે. તો દરેક વ્યક્તિએ પુસ્તકો વાંચવી જોઈએ અને બીજાએ સાંભળવી જોઈએ. તે બહુ અગત્યનું છે, શ્રવણમ. જેટલું તમે વધુ સાંભળો... આપણી પાસે ઘણી પુસ્તકો છે. જે પણ પ્રકાશિત થઈ ગયેલું છે... જેમ કે આપણે રોજ એક શ્લોકનું વર્ણન કરીએ છીએ. તો ઓછામાં ઓછું... તો ઘણા બધા શ્લોકોનો પુરવઠો છે, તમે પચાસ વર્ષો સુધી બોલતા જઈ શકો છો. આ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકી છે, તમે હજુ કરી શકો છો. પુરવઠાની કોઈ અછત નહીં હોય.

તો, આ અભ્યાસ કેળવવો જોઈએ. સમયનો બગાડ ના કરો. જેટલું વધુ શક્ય હોય, આ દિવ્ય વિષય વસ્તુ, ભાગવતમ, સાંભળવાનો પ્રયત્ન કરો. યદ વૈષ્ણવાનામ પ્રિયમ (શ્રી.ભા. ૧૨.૧૩.૧૮). તે કહ્યું છે કે "શ્રીમદ ભાગવતમ વૈષ્ણવોને, ભક્તોને, બહુ જ, બહુ જ પ્રિય છે." વૃંદાવનમાં, તમે જોશો, તે લોકો હમેશા શ્રીમદ ભાગવતમ વાંચતાં હોય છે. તે તેમનું જીવન અને આત્મા છે. તો હવે આપણે છ ગ્રંથો છે, અને હજુ બીજા... કેટલા? આઠ ગ્રંથો આવી રહ્યા છે? તો તમારી પાસે પર્યાપ્ત પુરવઠો હશે. તો તમારે વાંચવું જોઈએ. શ્રવણમ કિર્તનમ વિષ્ણો (શ્રી.ભા. ૭.૫.૨૩). તે મુખ્ય કાર્ય છે. તે શુદ્ધ ભક્તિમય સેવા છે. કારણકે આપણે ચોવીસ કલાક જપ કરવામાં અને સાંભળવામાં પ્રવૃત્ત ના કરી શકીએ; તેથી આપણે આટલા બધા વિસ્તૃત કાર્યો છે, કાર્યક્રમ કાર્યો, ઘણી બધી રીતે. નહિતો, શ્રીમદ ભાગવતમ એટલું સરસ છે, જો તમે ક્યાય પણ અભ્યાસ કરો, કોઈ પણ સ્થિતિ, ફક્ત શ્રીમદ ભાગવતમ વાંચવાથી, તમે સુખી થશો. તો આ અભ્યાસનો અમલ કરો અને તમારૂ આધ્યાત્મિક જીવન વધુ અને વધુ સિદ્ધ બનાવો.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય શ્રીલ પ્રભુપાદ.