GU/Prabhupada 0780 - આપણે પરમ સત્યના જ્ઞાનની એક ઝાંખી મેળવી શકીએ

Revision as of 23:42, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.6.20-23 -- Washington D.C., July 3, 1976

પ્રભુપાદ: તો આ દેવીધામ સૌથી શક્તિશાળી શક્તિ, દુર્ગા, દ્વારા નિયંત્રિત થાય છે. સૃષ્ટિ સ્થિતિ પ્રલય સાધન શક્તિર એકા (બ્ર.સં. ૫.૪૪). પણ તે 'છાયેવ' તરીકે કામ કરી રહી છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પડછાયા તરીકે. આનો સાર ભગવદ ગીતામાં પણ આપ્યો છે:

મયાધ્યક્ષેણ પ્રકૃતિ:
સૂયતે સ-ચરાચરમ
હેતુનાનેન કૌંતેય
જગદ વિપરિવર્તતે
(ભ.ગી. ૯.૧૦)

તો આ રીતે, જો આપણે શાસ્ત્ર દ્વારા અભ્યાસ કરીએ, બધુ જ છે. જો તમારે પરમ સત્ય શોધવું હોય, કેવી રીતે? શાસ્ત્ર ચક્ષુસા (શ્રી.ભા. ૧૦.૮૪.૩૬): શાસ્ત્રો દ્વારા. વેદિક જ્ઞાન દ્વારા તમે પરમ સત્યને શોધશો. જો આપણે વાસ્તવમાં સ્વીકારીએ કે વેદ મતલબ જ્ઞાન... વેથ્થિ વેદ વિદ જ્ઞાને. વેદ મતલબ જ્ઞાન. તો વેદ-અંત, અંતિમ, જ્ઞાનનું અંતિમ સ્તર. જ્ઞાનનું અંતિમ સ્તર છે પરમ જ્ઞાન. તમારે ત્યાં સુધી જવું પડે. તો તે પરમ જ્ઞાન, જો તમે કલ્પના કરતાં જાઓ... પંથાસ તુ કોટી શત વત્સર સંપ્રગમ્યો (બ્ર.સં. ૫.૩૪). તે શક્ય નહીં થાય. શત વત્સર સંપ્રગમ્યો, સેંકડો અને સેંકડો વર્ષો સુધી, જો તમે પવનની ગતિએ... તે ગતિ શું છે? પંથાસ તુ કોટી શત વત્સર સંપ્રગમ્યો વાયોર અથાપિ. વિમાન, વિમાન. વાયોર અથાપિ. અને ગતિ શું છે? વાયોર અથાપિ. પંથાસ તુ કોટી શત વત્સર સંપ્રગમ્યો વાયોર અથાપિ. મનસો વાયુ: પવનની ગતિથી અને મનની ગતિથી. મન બહુ જ ઝડપી છે. તમે અહી બેઠા છો, તમે તરત જ દસ હજાર માઈલ દૂરની વસ્તુ યાદ રી શકો છો, તે તેટલું ઝડપી છે. તો મનની ગતિએ પણ તમે કરી ના શકો, અવકાશમાં જવાથી, કોટી શત વત્સર, ઘણા લાખો વર્ષો સુધી તે અજાણીતું રહે છે. તો પરમ સત્યને સમજવાની આ રીત નથી, પણ જો આપણે વેદિક વિધિ અપનાવીએ, અવરોહ પંથ, જ્યારે જ્ઞાન પરમ સત્ય પાસેથી આવે છે, તો તે શક્ય છે.

તો આપણે કૃષ્ણ ભાવનભાવિત, મારો કહેવાનો મતલબ, ભક્તો, આપણે પરમ સત્યની કૃપાથી પરમ સત્યને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પરમ સત્ય છે કૃષ્ણ. કૃષ્ણ કહે છે, મત્ત: પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય (ભ.ગી. ૭.૭): "હું પરમ છું." વેદૈશ ચ સર્વૈર અહમ એવ વેદ્યમ (ભ.ગી. ૧૫.૧૫). આ રીતે, જો આપણે કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરીશું જેમ તેઓ બોલી રહ્યા છે, જેમ તે શાસ્ત્રમાં કહેલું છે, જેમ તે આચાર્યો દ્વારા સ્વીકૃત છે, તો આપણને પરમ સત્યની થોડી ઝાંખી મળી શકે. જેમ કે કૃષ્ણ કહે છે,

અથવા બહુનૈતેન
કીમ જ્ઞાતેન તવાર્જુન
વિષ્ટભ્યાહમ ઈદમ કૃત્સ્નમ
એકાંશેન સ્થિતો જગત
(ભ.ગી. ૧૦.૪૨)

પરમ સત્યનું વિસ્તરણ, કેવી રીતે તે કામ કરી રહ્યું છે, તો કૃષ્ણે અર્જુન સમક્ષ સાર આપ્યો, કે આ ભૌતિક જગત, ભૌતિક જગત... એકાંશેન સ્થિતો જગત, આ ભૌતિક જગત. તે ભૌતિક જગત શું છે? આ ભૌતિક જગત, આપણે આપણી દ્રષ્ટિમાં ફક્ત એક બ્રહ્માણ્ડ જોઈએ છીએ. તેવી જ રીતે, લાખો બ્રહ્માણ્ડો છે. યસ્ય પ્રભા પ્રભવતો જગદ અંડ કોટી (બ્ર.સં. ૫.૪૦). જગદ અંડ મતલબ એક બ્રહ્માણ્ડ, અને દરેક બ્રહ્માણ્ડ, કોટીશુ અશેષ. યસ્ય પ્રભા પ્રભવતો જગદ અંડ કોટી કોટીશુ અશેષુ વિભૂતિ ભિન્નમ. લાખો ગ્રહો છે, અને દરેક ગ્રહ અહીના ગ્રહથી ભિન્ન છે. તે ભગવાનની રચના છે. તો આ બધુ મળીને, એકાંશેન સ્થિતો જગત, આ ભૌતિક જગત ભગવાનની રચનાનો એક ચતુર્થ ભાગ છે. અને ત્રણ ચતુર્થ ભાગ છે વૈકુંઠલોક, આધ્યાત્મિક જગત. તો કલ્પના દ્વારા, આપણા સંશોધન દ્વારા, તે અશકય છે, પણ આપણે પરમ સત્યના જ્ઞાનની એક ઝાંખી મેળવી શકીએ જ્યારે આપણે તે પરમ સત્ય, કૃષ્ણ, થી મેળવીએ. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય શ્રીલ પ્રભુપાદ.