GU/Prabhupada 0784 - જો આપણે ભગવાનની સ્થિતિમાં કાર્ય નહીં કરીએ તો આપણે માયાના પાશમાં કાર્ય કરવું પડશે

Revision as of 23:43, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 6.1.44 -- Los Angeles, July 25, 1975

તો જે પણ વ્યક્તિને આ ભૌતિક શરીર મળ્યું છે, તે એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી ના શકે. ન હી અકર્મ કૃત (શ્રી.ભા. ૬.૧.૪૪). આ સ્વભાવ છે. તેણે કરવું જ પડે... જેમ કે બાળક. બાળક હમેશા અશાંત હોય છે. તેવી જ રીતે... "બાળક માણસનો પિતા હોય છે." વ્યક્તિ જે પિતા બને છે, તે જ બેચેની, કારણકે તે સ્વભાવ છે. ન હી દેહવાન અકર્મ કૃત. તો જો તમે સારા કાર્યોમાં પ્રવૃત્ત નથી, તો તમારે ખરાબ કાર્ય કરવું પડે. તે સ્વાભાવિક છે. તમારે કાર્ય કરવું જ પડે. તેથી ખાલી મગજ ભૂતનું ઘર છે. જો તમે નવરા બેઠા છો, તો મગજ પણ કામ કરશે, મન પણ કામ કરશે. શારીરિક કાર્ય ચાલતું રહેશે. તો જો તમે પોતાને સારા કાર્યમાં પ્રવૃત્ત નહીં કરો, તો તમારે ખરાબ કાર્યમાં પ્રવૃત્ત થવું પડશે. અને જો તમે સારા કાર્યમાં પ્રવૃત્ત નથી અને જો તમે... બે વસ્તુઓ છે, સારું અને ખરાબ. તો બે માથી એકમાં આપણે પ્રવૃત્ત થઈશું જ.

તો જો આપણને સારું કાર્ય કરવાની શિક્ષા અથવા પ્રશિક્ષણ નથી, તો આપણે ખરાબ કાર્ય જ કરીશું. ખરાબ કાર્ય મતલબ માયા અને સારું કાર્ય મતલબ ભગવાન. બે વસ્તુઓ છે: ભગવાન અને માયા. જો આપણે ભગવાનની સ્થિતિમાં કાર્ય નહીં કરીએ તો આપણે માયાના પાશમાં કાર્ય કરીશું. તે ચૈતન્ય ચરિતામૃતમાં એક બહુ જ સરળ શ્લોકમાં સમજાવેલું છે, હૈયા માયાર દાસ, કરી નાન અભિલાષ: "જેવો હું માયાનો સેવક બનું છું, પછી હું તત્વજ્ઞાન અને વિજ્ઞાનના નામ પર ઘણી બધી ધૂર્તતા ઉત્પન્ન કરું છું." આ ચાલી રહ્યું છે. કહેવાતું તત્વજ્ઞાન અને વિજ્ઞાન મતલબ બધી ધૂર્તતા, ખરાબ કર્મો. તે બહુ પડકારજનક શબ્દ છે, પણ આ હકીકત છે. જો આપણે... ઉદાહરણ તરીકે, લો, ઘણા બધા વૈજ્ઞાનિકો છે, ઘણા બધા તત્વજ્ઞાનીઓ અને ઘણા બધા હિપ્પીઓ પણ, ડ્રગ્સ લેવાવાળા માણસો. શા માટે આ થયું છે? કારણકે કોઈ સારી પ્રવૃત્તિ નથી. ઘણા કહેવાતા વૈજ્ઞાનિક અને કહેવાતા તત્વજ્ઞાનીના નામ પર ચલાવે છે, અને અમુક હિપ્પીઓ છે, પણ બધા ખરાબ, અસત, માં પ્રવૃત્ત છે. અસત અને સત. સત મતલબ કાયમી, અને અસત મતલબ કામચલાઉ.

તો આપણે જાણવું જ જોઈએ કે આપણી બંધારણીય સ્થિતિ શું છે. તે આપણે જાણતા નથી. આપણે સત, શાશ્વત છીએ; તેથી આપણે એવી રીતે કામ કરીશું જે મારા શાશ્વત જીવનને લાભ કરે. તે છે સત. તેથી વેદો સલાહ આપે છે, અસતો મા સદ ગમ: "કામચલાઉ, શારીરિક, કાર્યોમાં પ્રવૃત્ત ના થાઓ..." શારીરિક જરૂરિયાતો મતલબ કામચલાઉ. જો હું બાળક છું, મારૂ શરીર એક બાળકનું શરીર છે, તો મારી જરૂરિયાતો મારા પિતાની જરૂરિયાતો કરતાં અલગ છે. તો દરેક વ્યક્તિ શારીરિક જરૂરિયાતોમાં પ્રવૃત્ત છે. તેથી તે કહ્યું છે, દેહવાન ન હી અકર્મ કૃત. અને કરિણામ ગુણ સંગો અસ્તિ (શ્રી.ભા. ૬.૧.૪૪). ચેપ. આપણને આ વ્યવહારિક સમજણ છે. જો તમારા શરીરને કોઈ રોગનો ચેપ લાગે, તો તમારે સહન કરવું પડે. અને જો તમારું શરીર ચેપ વગરનું રહે, કોઈ ઝેરની અસરરહિત, તો તમે સ્વસ્થ રહો. તેથી તે કહ્યું છે, સંભવંતી હી ભદ્રાણી વિપરિતાની ચ અનઘ: (શ્રી.ભા. ૬.૧.૪૪). વિપરિતાની. વિપરી મતલબ બિલકુલ ઊલટું. સંભવંતી ભદ્રાણી. એક વ્યક્તિ શુભ કાર્ય કરી રહ્યું છે, અને એક વ્યક્તિ વિપરિતાનીમાં કાર્ય કરી રહ્યું છે, બિલકુલ ઊલટું, અશુભ. આ રીતે આપણે ફસાઈ રહ્યા છીએ, જન્મ જન્માંતર સુધી.