GU/Prabhupada 0800 - કાર્લ માર્ક્સ. તે વિચારે છે કે કેવી રીતે મજૂરોની ઇન્દ્રિયો સંતૃપ્ત થશે

Revision as of 23:46, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730906 - Lecture SB 05.05.01-8 - Stockholm

પ્રભુપાદ: કાર્લ માર્ક્સ. તે વિચારે છે કે કેવી રીતે મજૂર, કામદાર, તેમની ઇન્દ્રિયો સંતૃપ્ત થાય. તે તેનો સિદ્ધાંત છે. શું તે નથી?

ભક્ત: હા.

પ્રભુપાદ: તે વિચારે છે કે મૂડીવાદી, તેઓ ફક્ત તેમની જ ઇન્દ્રિયો ભવ્ય રીતે સંતૃપ્ત કરી રહ્યા છે, મજૂરો કેમ નહીં કે જે વાસ્તવિકતામાં કામ કરી રહ્યા છે. તે તેનો સિદ્ધાંત છે. કેન્દ્ર બિંદુ છે ઇન્દ્રિય તૃપ્તિ. જરા સમજવાનો પ્રયત્ન કરો. આખી દુનિયા વ્યસ્ત છે વિભિન્ન લેબલોમાં, પણ કેન્દ્ર બિંદુ છે ઇન્દ્રિય તૃપ્તિ. બસ તેટલું જ. શું અહી હાજર કોઈ વ્યક્તિને આની વિરુદ્ધમાં કઈ કહેવું છે? પણ અહી ઋષભદેવ કહે છે, નૃલોકે કષ્ટાન કામાન અરહતે, ન અરહતે. ન અયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન અરહતે વિદ ભુજામ યે (શ્રી.ભા. ૫.૫.૧). આ પ્રકારનો સખત પરિશ્રમ, તે કુતરાઓ અને ભૂંડો દ્વારા કરવામાં આવે છે. તો શું તેનો મતલબ એવો થયો કે આપણે કામ કરવું પડે, આપણને આ મનુષ્ય શરીર છે, અને આપણે બસ કુતરાઓ અને ભૂંડોને જેમ જ કામ કરવું પડે? વાસ્તવમાં તે લોકો તેવું જ કરી રહ્યા છે. તેનાથી વધુ કશું નહીં. કુતરાઓ અને ભૂંડો, તેઓ આખો દિવસ અને રાત તે જ વસ્તુમાં વ્યસ્ત છે: કેવી રીતે ઊંઘવું, કેવી રીતે ખાવું, કેવી રીતે મૈથુન કરવું, કેવી રીતે રક્ષણ કરવું. માણસ પણ તે રીતે જ કામ કરી રહ્યો છે, ફક્ત અલગ લેબલ હેઠળ. રાષ્ટ્રવાદ, સમાજવાદ, આ "વાદ" તે "વાદ", પણ કાર્ય કુતરા અને ભૂંડ અને કહેવાતો સભ્ય માનવ સમાજ, મુદ્દો તે જ છે. તો ઋષભદેવ કહે છે કે કુતરાઓ અને ભૂંડો તેઓ ઇન્દ્રિય તૃપ્તિ માટે સખત પરિશ્રમ કરે છે, પણ આ મનુષ્ય શરીર તેના માટે નથી. તે અલગ માર્ગ માટે છે.

તે આધુનિક સમાજ, તેઓ જાણતા નથી કે આધુનિક માણસ, સમાજ, તેઓ જાણતા નથી. તેઓ ફક્ત વિચારે છે કે, "હા, કૂતરો શેરી પર ઊંઘે છે. આપણે સુંદર મકાન હોવું જોઈએ, બહુ જ સરસ એપાર્ટમેંટ, બહુ જ સુંદર પલંગ. તે સમાજનો વિકાસ છે. નહિતો તે પ્રાથમિક છે, જો આપણે તે જ ધોરણમાં રહીએ, ગમે ત્યાં ઊંઘીએ, કોઈ પણ રાચરચીલા વગર,..." પણ છેવટે વિષય વસ્તુ છે ઊંઘવું, તેનાથી વધુ કઈ નહીં. તેવી જ રીતે, તમે ખાવાનું પણ લો, અથવા મૈથુન પણ. તો, પ્રશ્ન હશે, કે તમે શું કહો છો કે મનુષ્ય જીવન શેના માટે છે? જવાબ છે તપો દિવ્યમ પુત્રકા યેન સત્ત્વમ શુદ્ધયેદ (શ્રી.ભા. ૫.૫.૧). મનુષ્ય જીવન તપસ્યા માટે છે. તપસ્યા મતલબ તપ. આનો નકાર કરવો, નકાર. બિલાડીઓ અને કુતરાઓ સંતુષ્ટ છે - તે વધુ ખાય છે, તે વિચારે છે કે તે આનંદ કરે છે. અત્યારે મનુષ્ય પણ. તે લોકો ઘણી બધી વસ્તુઓ વાપરે છે ભૂખ વધારવા માટે, પીણાઓ. આપણે આનો વિમાનમાં અભ્યાસ કરીએ છીએ. ખાવા પહેલા, તે લોકો દારૂ આપે છે, ભૂખને ખૂબ જ તીવ્ર બનાવવા, પછી બહુ જ ખાઓ, પુષ્કળ માત્રામાં. તમે તેની નોંધ કરી છે?

ભક્ત: હા.

પ્રભુપાદ: હા, તો તે તેમનો આનંદ છે. પણ ઋષભદેવ કહે છે, અથવા શાસ્ત્ર કહે છે, "ના, ના. તમે જરા પણ ખાવું ના જોઈએ. તે તમારી સિદ્ધિ છે." જરા જુઓ. આ, આ પશુઓ જેવા માણસો, તેઓ એટલું બધુ ખાય છે, તેઓ આનંદ કરે છે, પણ તમારું કાર્ય હોવું જોઈએ ઘટાડવું, ત્યાં સુધી કે, હવે બિલકુલ ખાવું નહીં. તો શું તે લોકો તૈયાર છે? ના. તે બહુ જ મુશ્કેલ છે. પણ તે લક્ષ્ય છે. તેથી, તમે જોશો, જે લોકો આધ્યાત્મિક રીતે ઉન્નત છે... જેમ કે રઘુનાથ દાસ ગોસ્વામી. રઘુનાથ દાસ ગોસ્વામી એક બહુ જ ધનવાન માણસના પુત્ર હતા. તેમના પિતા અને કાકા બહુ જ ધનવાન હતા... પાંચસો વર્ષ પહેલા, આવક હતી એક વર્ષના બાર લાખ રૂપિયા. તે એક લાખ રૂપિયા... મને લાગે છે કે વર્તમાન સમયે, મૂલ્ય એકસો ગણું વધી ગયું છે.