GU/Prabhupada 0804 - અમે અમારા ગુરુ મહારાજ પાસેથી શીખ્યું છે કે પ્રચાર બહુ જ મહત્વપૂર્ણ વસ્તુ છે



Lecture on SB 1.7.19 -- Vrndavana, September 16, 1976

પ્રભુપાદ: તો મન તુમિ કિસેર વૈષ્ણવ. તો કહે છે, "કયા પ્રકારનો વૈષ્ણવ, ધૂર્ત, છું તું?" નિર્જનેર ઘરે પતિષ્ઠાર તરે: "ફક્ત સસ્તી વાહવાહ માટે તું એક એકાંત સ્થળે રહે છે." તાવ હરિનામ કેવળ કૈતવ: "તારું આ કહેવાતા હરે કૃષ્ણના મંત્રનો જપ કરવું એ ફક્ત છેતરપિંડી છે." તેમણે (અમારા ગુરુ મહારાજે) તે કહ્યું છે. વ્યક્તિ તૈયાર હોવો જોઈએ, ખૂબ જ જોરશોરથી. અને તે ચૈતન્ય મહાપ્રભુની પણ આજ્ઞા છે. ચૈતન્ય મહાપ્રભુએ ક્યારેય નથી કહ્યું કે "તમે જપ કરો." તેમણે અવશ્ય જપ આપ્યો છે, પણ જ્યાં સુધી તેમના ઉદેશ્યનો પ્રશ્ન છે, તેમણે કહ્યું છે કે "તમે દરેક ગુરુ બનો." આમાર આજ્ઞાય ગુરુ હયા તાર એઈ દેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). અને ઉદ્ધાર કરો, પ્રચાર કરો, કે લોકો સમજે કે કૃષ્ણ શું છે.

આમાર આજ્ઞાય ગુરુ હયા તાર એઈ દેશ
યારે દેખ, તારે કહ 'કૃષ્ણ' ઉપદેશ
(ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮)

પૃથ્વીતે આછે યત નગરાદી. તે તેમનું મિશન છે. એવું નહીં કે "એક મોટા વૈષ્ણવ બનો અને બેસી જાઓ અને અનુકરણ કરો." આ બધી ધૂર્તતા છે. તો આ વસ્તુ ના કરો. તો ઓછામાં ઓછું અમે તમને તે રીતે સલાહ ના આપી શકીએ. અમે અમારા ગુરુ મહારાજ પાસેથી સાંભળ્યુ છે કે પ્રચાર ખૂબ જ, ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે, અને જ્યારે વ્યક્તિ વાસ્તવમાં એક અનુભવી પ્રચારક હોય છે, ત્યારે તે કોઈ પણ અપરાધ વગર હરે કૃષ્ણ મંત્રનો જપ કરી શકે છે. તે પહેલા, આ કહેવાતો હરે કૃષ્ણ મંત્રનો જપ, તમે ઘણા અપરાધો વગર કરવાનો પ્રયાસ કરી શકો છો... અને એક મોટા વૈષ્ણવ હોવાનો દેખાડો કરવા તમારા બધા કાર્યોને છોડી દઈને, તેની જરૂર નથી.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય પ્રભુપાદ.