GU/Prabhupada 0806 - કૃષ્ણ અને તેમના પ્રતિનિધિઓનું અનુસરણ કરો, પછી તમે મહાજન બનો છો

Revision as of 23:47, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.7.23 -- Vrndavana, September 20, 1976

કેવી રીતે તમે કૃષ્ણના પ્રતિનિધિ બની શકો? તે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સમજાવવામાં આવ્યું છે:

આમાર આજ્ઞાય ગુરુ હયા તાર એઈ દેશ
યારે દેખ, તારે કહ 'કૃષ્ણ'...
(ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮)

જો તમે ફક્ત કૃષ્ણ જે કહે છે તે બોલો, તો તમે તેમના પ્રતિનિધિ બનો છો. નિર્માણ ના કરો. વધુ પડતાં સમજદાર અથવા દોઢડાહ્યા ના બનો, નિર્માણ ના કરો. ફક્ત કૃષ્ણ અને તેમના પ્રતિનિધિઓનું અનુસરણ કરો, પછી તમે મહાજન બનો છો. નહિતો તમે એક બકવાસ છો. મૂઢ. ન મામ દુષ્કૃતિનો મૂઢા: પ્રપદ્યન્તે નરાધમા: (ભ.ગી. ૭.૧૫). તે કસોટી છે. વ્યક્તિએ ચૈતન્ય મહાપ્રભુની શિક્ષાનું પાલન કરવામાં ખૂબ ખૂબ સાવચેત રહેવું જોઈએ. ચૈતન્ય મહાપ્રભુ ક્યારેય નથી કહેતા કે "હું કૃષ્ણનો સીધો સેવક છું." ના. ગોપી ભર્તુ: પદ કમલયોર દાસ દાસ દાસ દાસાનુદાસ: "સેવકના સેવકના સેવકના..." જેટલા તમે વધુ સેવકના સેવક બનશો, તમે પૂર્ણ બનો છો (ચૈ.ચ. મધ્ય ૧૩.૮૦). અને જેવુ તમે સ્વતંત્રતાની ઘોષણા કરો છો, તમે ધૂર્ત છો. આ વિધિ છે. આપણે હમેશા આપણા માલિકના સૌથી આજ્ઞાકારી સેવક રહેવું જોઈએ.

યસ્ય દેવે પરા ભક્તિર
યથા દેવે તથા ગુરૌ
તસ્યૈતે કથિતા હી અર્થ:
પ્રકાશન્તે મહાત્મન:
(શ્વે.ઉ. ૬.૨૩)

પછી તે પ્રકટ થશે. આખી વસ્તુ છે પ્રાકટ્ય. તે અનુભવથી નથી, વિદ્વતાથી નથી. ના: પ્રાકટ્ય. યે યથા મામ પ્રપદ્યન્તે. જે વ્યક્તિ જે માત્રામાં શરણાગત થાય છે, ભગવાન પ્રકટ કરે છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામી અહમ (ભ.ગી. ૪.૧૧).

તો ભગવાન શું છે તે સમજવામાં કોઈ મુશ્કેલી નથી. અહી કૃષ્ણ છે, પરમ ભગવાન - પ્રત્યક્ષ રીતે. હું જાણતો નથી કે શા માટે લોકો ભગવાનની શોધ કરે છે, શા માટે તેઓ જાણતા નથી કે ભગવાન શું છે. જરા જુઓ. તેનો મતલબ મૂઢ. જોકે ભગવાન અહી જ છે, છતાં, તે સ્વીકારશે નહીં. તે મૂઢ છે, નરાધમ છે. અને શા માટે તે મૂઢ છે? કારણકે નરાધમ. તે વિધિનું ગ્રહણ નથી કરતો. તેને કોઈ વસ્તુનું નિર્માણ કરવું છે. તેવું ના કરો. અહી અર્જુન મહાજન છે, તે કૃષ્ણનો મિત્ર છે, તે હમેશા કૃષ્ણ સાથે છે, અને કૃષ્ણ તેની નોંધ લે છે. એવું નથી કે કારણકે વ્યક્તિ હમેશા કૃષ્ણ સાથે છે, તેથી તે કૃષ્ણને જાણે છે. ના. તે શક્ય નથી. જેમ કે, મે આ ઉદાહરણ ઘણી વાર આપ્યું છે, કે હું અહી બેઠો છું, અને જીવડું પણ અહી બેઠું છે. તેનો મતલબ એવો નથી કે અમે ખૂબ જ ઘનિષ્ઠ છીએ. ના. જીવડાનું કાર્ય અલગ છે, અને મારૂ કાર્ય અલગ છે. અને જીવડાનું કાર્ય છે કરડવું. તે પ્રકારનો સંગ મદદ નહીં કરે. સંગ મતલબ તે વ્યક્તિ માટે પ્રેમ વિકસિત કરવો. તે સંગ છે.

દદાતિ પ્રતિગૃહણાતી
ગુહ્યમ આખ્યાતિ પૃચ્છતી
ભૂંકતે ભોજયતે ચૈવ
ષડ વિધમ પ્રીતિ લક્ષણમ
(ઉપદેશામૃત ૪).