GU/Prabhupada 0818 - સત્વગુણના સ્તર પર તમે સર્વ-શુભને સમજી શકો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture on SB 7.9.8 -- Seattle, October 21, 1968

તમાલ કૃષ્ણ: આપણે સત્વગુણમાં કેવી રીતે પ્રવેશીએ છીએ?

પ્રભુપાદ: ફક્ત અમે આપેલા ચાર નિયમોનું પાલન કરવાનો પ્રયત્ન કરો: નશો નહીં, જુગાર નહીં, અવૈધ મૈથુન નહીં, અને માંસાહાર નહીં. બસ તેટલું જ. આ સત્વગુણ છે. આ સત્વગુણ છે. આ પ્રતિબંધો છે. શા માટે? તમને બસ સત્વગુણમાં રાખવા માટે. દરેક ધર્મમાં... હવે, (ખ્રિસ્તી ધર્મની) દસ અજ્ઞાઓમાં પણ, હું જોઉ છું કે "તું મારીશ નહીં." તે જ વસ્તુ છે, પણ લોકો પાલન નથી કરતાં. તે અલગ વસ્તુ છે. કોઈ પણ ધાર્મિક વ્યક્તિ.. કોઈ પણ ધાર્મિક ના હોઈ શકે જ્યાં સુધી તે સત્વગુણમાં સ્થિત ના થાય. એક રજોગુણી વ્યક્તિ અથવા તમોગુણી વ્યક્તિ, તે ધાર્મિક સ્તર પર ઉપર ના આવી શકે. ધાર્મિક સ્તર મતલબ સત્વગુણ. પછી તમે સમજી શકો. સત્વગુણના સ્તર પર, તમે સમજી શકો જે 'સર્વ-શુભ' છે. જો તમે તમોગુણના સ્તર પર છો, જો તમે રજોગુણના સ્તર પર છો, તમે 'સર્વ-શુભ' ને કેવી રીતે સમજી શકો? તે શક્ય નથી. તો વ્યક્તિએ પોતાને સત્વગુણમાં રાખવો પડે, અને તે સત્વગુણ મતલબ વ્યક્તિએ પ્રતિબંધોનું પાલન કરવું પડે. ક્યાં તો તમે (ખ્રિસ્તી ધર્મની) દસ આજ્ઞાઓનું પાલન કરો અથવા આ ચાર આજ્ઞાઓનું, તે જ વસ્તુ છે. તેનો મતલબ કે તમારે પોતાને સત્વગુણમાં રાખવી પડે. સંતુલન સત્વગુણમાં જ હોવું જોઈએ. ભગવદ ગીતામાં તે કહ્યું છે, પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન (ભ.ગી. ૧૦.૧૨). અર્જુને કૃષ્ણને પરમ પવિત્ર તરીકે સ્વીકાર્યા. તમે પરિમ પવિત્ર પાસે કેવી રીતે જઈ શકો પોતે પવિત્ર બન્યા વગર? તો આ શુદ્ધ બનવાનું આધાર પગથિયું છે, કારણકે આપણે દૂષિત છીએ. તો શુદ્ધ બનવા માટે... એકાદશી, શા માટે આપણે કરીએ છીએ? શુદ્ધ બનવા માટે. બ્રહ્મચર્ય તપસ્યા, તમારા મનને હમેશા કૃષ્ણ ભાવનામૃતમાં રાખીને, શરીરને હમેશા સ્વચ્છ રાખીને - આ વસ્તુઓ આપણને સત્વગુણમાં રાખવામા મદદ કરશે. સત્વગુણ વગર, તે શક્ય નથી. પણ કૃષ્ણ ભાવનામૃત એટલું સરસ છે કે વ્યક્તિ જો તમોગુણ કે રજોગુણમાં પણ હોય, તરત જ તે સત્વગુણના સ્તર પર ઉપર આવી જશે, જો તે નીતિનિયમોનું પાલન કરશે અને હરે કૃષ્ણ જપ કરશે. આ હરે કૃષ્ણ જપ અને નીતિનિયમોનું પાલન તમને સત્વગુણમાં અખંડ રાખશે. બાકી ખાત્રી છે. નિષ્ફળતા વગર. શું તે બહુ મુશ્કેલ છે? હું? તે ઠીક છે.