GU/Prabhupada 0850 - જો તમને થોડું પણ ધન મળે, તો પુસ્તકોને છાપો

Revision as of 23:54, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750620d - Lecture Arrival - Los Angeles

અમારે પાસે કોઈ નવી શોધ નથી (હાસ્ય) અમે સૃજન નથી કરતા.તે અમારી પદ્ધતિ છે. અમે માત્ર અમારા પૂર્વજોના આદેશ પાલન કરીયે છીએ,બસ. અમારું આંદોલન ખૂબજ સરળ છે કારણ કે અમને કઈ નવું સૃજન નથી કરવું. અમે માત્ર અમારા પૂર્વજોના શબ્દો અને ઉપદેશોને ફરી કહીયે છીએ. કૃષ્ણે બ્રહ્માને ઉપદેશ આપ્યો,બ્રહ્માએ નારદને ઉપદેશ આપ્યો,નારદે વ્યાસદેવને ઉપદેશ આપ્યો. વ્યાસદેવે મધ્વ-આચાર્યને ઉપદેશ આપ્યું,અને તે રીતે, ત્યારે માધવેન્દ્ર પુરી,ઈશ્વર પુરી,શ્રી ચૈતન્ય મહાપ્રભુ, પછી ષડ ગોસ્વામીયો ,પછી શ્રીનિવાસ આચાર્ય,કવિરાજ ગોસ્વામી, નરોત્તમ દાસ ઠાકુર,વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર ,જગન્નાથ દાસ બાબાજી, ભક્તિવિનોદ ઠાકુર,ગૌરકિષોર દાસ બાબાજી મહારાજ,ભક્તિસિદ્ધાંત સરસ્વતી, અને પછી અમે પણ તે જ કરીયે છીએ.તેમાં કોઈ પણ અંતર નથી. તે વિશેષ વિધિ છે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનની. તમે રોજ ગાવો છો,ગુરુ-મુખ પદ્મ વાક્ય,ચિત્તે તે કોરિયા ઐક્ય,આર ન કારીહો મોને આશા ખૂબજ સરળ વાત.અમે આ દિવ્ય જ્ઞાન ગુરુ-પરંપરાથી પ્રાપ્ત કરીયે છીએ. તો આપણને માત્ર ગુરુથી ઉપદેશ ગ્રહણ કરવો જોઈએ. અને જો આપણે તેને આપણા દિલથી પાલન કરીયે,તે સફળતા છે.તે વ્યવહારિક છે. મારી કોઈ વ્યક્તિગત યોગ્યતા નથી,પણ હું માત્ર મારા ગુરુ મહારાજને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે,બસ. મારા ગુરુ મહારાજે મને કીધું હતું કે,"જો તમને થોડું પણ ધન મળશે,તો પુસ્તકો છાપો." તો એક વ્યક્તિગત મિલન હતો,વાતો ચાલી રહ્યા હતો. મારા થોડા પ્રમુખ ગુરુ-ભાઈયો પણ ત્યાં હતા.તે રાધા-કુંડમાં હતું. તો ગુરુ મહારાજ મને કહી રહ્યા હતા "જ્યારથી આપણને આ બાઘ-બાજાર મંદિર મળ્યું છે,ત્યારથી કેટલા બધા વાદ-વિવાદો થાય છે, અને બધા વિચારી રહ્યા છે કે કોણ આ કમરામાં આવશે,કે તે કમરામાં આવશે. મારી ઈચ્છા છે,તેથી કે આ મંદિરને વેહચી અને સંગે-મર્મરને વેહચી અને થોડા પુસ્તકોને છાપું." હા.તેથી હું તેમના મુખમાં થી લીધું કે તે પુસ્તકોના ખૂબજ પ્રિય છે. અને તે મને વ્યક્તિગત રૂપે કીધું હતું,"જો તમને થોડું પણ ધન મળશે,ત્યારે પુસ્તકોને છાપો." તેથી હું આ વાત ઉપર જોર નાખું છું,"પુસ્તક ક્યાં છે?પુસ્તક ક્યાં છે?પુસ્તક ક્યાં છે?" તો કૃપા કરીને મારી મદદ કરો.આ મારી વિનંતી છે. જેટલા હોય શકે તેટલા પુસ્તકો છાપો અને આખી દુનિયામાં તેનું વિતરણ કરો. ત્યારે કૃષ્ણ ભાવનામૃત આંદોલન આપોઆપ વધશે. હવે શિક્ષિત લોકો,તે આપણા આંદોલનને કદર કરે છે. પુસ્તકોને વાંચીને,વ્યવહારિક પરિણામ જોવીને. ડોકટોર સ્ટિલસન જુદાહ,તેમને એક પુસ્તક લખી છે,તમને જાણ હશે,કૃષ્ણ હરે કૃષ્ણ અને પ્રતિ-સંસ્કૃતિ,આપણા આંદોલન વિષે ખૂબજ સારી પુસ્તક છે. અને તે મહત્વ આપે છે. તેમને માણ્યું છે કે,"સ્વામીજી તમને ખૂબ અદભુત કાર્ય કરી છે, કારણ કે તમને આ નશા-ગ્રસ્ત હિપ્પીઓને કૃષ્ણના ભક્તોમાં પરિવર્તિત કર્યું છે, અને તે માનવતાની સેવા માટે તૈય્યાર થયેલા છે."