GU/Prabhupada 0889 - જો તમે એક સેંટ રોજ જમા કરો છો, એક દિવસ તે એકસો ડોલર બની શકે છે

Revision as of 00:00, 7 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750522 - Lecture SB 06.01.01-2 - Melbourne

ભક્ત: શ્રીલ પ્રભુપાદ, શાસ્ત્રમાં એવું ક્યાં લખ્યું છે કે બ્રહ્મા હંસ પર સવારી કરે છે, આ છે...? શું આપણે એવું સમજવું કે સાચું હંસ, કે પછી કઈક ચિહ્ન?

પ્રભુપાદ: ચિહ્ન નહીં, તે સત્ય છે. તમે કેમ કહો છો કે ચિહ્ન?

ભક્ત: તે થોડું અસામાન્ય છે.

પ્રભુપાદ: અસામાન્ય.... તમને શું અનુભવ છે? તમને કોઈ અનુભવ નથી. તમને કોઈ બીજા ગ્રહલોકનો અનુભવ છે, ત્યાં શું છે? તો? તમારો અનુભવ બહુ નાનો છે. તો તમારે બ્રહ્માના જીવનની અને બીજી વસ્તુઓની ગણતરી તમારા નજીવા અનુભવથી ના કરવી જોઈએ. હવે, ભગવદ ગીતમાં તે કહ્યું છે કે બ્રહ્માના જીવનનો કાળ, સહસ્ર યુગ પર્યંતમ અહર યદ બ્રહ્મણો વિદુ:... (ભ.ગી. ૮.૧૭). હવે, બ્રહમાનું જીવન, શાસ્ત્રમાં આપેલું છે. આપણે પહેલીથી જ સમજાવી ચૂક્યા છે કે આપણે શાસ્ત્રના આધિકારિક વિધાનને સ્વીકારીએ છીએ. હવે, બ્રહ્માનું જીવન અહી કહેલું છે. અર્હત મતલબ તેમનો એક દિવસ ચાર યુગ બરાબર થાય છે. ચાર યુગ મતલબ તેતાલીસ લાખ વર્ષ, અને ગુણ્યા એક હજાર, સહસ્ર યુગ પર્યંતમ. સહસ્ર મતલબ એક હજાર. અને યુગ, યુગ મતલબ તેતાલીસ લાખ વર્ષ એક યુગ બનાવે છે. અને ગુણ્યા એક હજાર: તે બ્રહ્માનો એક દિવસ છે. તેવી જ રીતે, તેમને એક રાત છે. તેવી જ રીતે, તેમને એક મહિનો છે. તેવી જ રીતે, તેમને એક વર્ષ છે. અને આવા એકસો વર્ષ તેઓ જીવે છે. તો તમે કેવી રીતે ગણતરી કરી શકો? તે તમારા અનુભવમાં કેવી રીતે છે? તમે કઈક રહસ્યમય વિચારશો. ના. તમારો અનુભવ કશુજ નથી. તેથી તમારે પૂર્ણ પુરુષ, કૃષ્ણ, પાસેથી અનુભવ લેવો પડશે. તો તમારું જ્ઞાન પૂર્ણ છે. તે હું પહેલા જ કહી ચૂક્યો છું. તમારા નજીવા અનુભવ પરથી બધુ સમજવાનો પ્રયત્ન ના કરો. તો તમે નિષ્ફળ જશો.

ભક્ત (૨): પ્રભુપાદ, શું બધા પ્રયાસ કૃષ્ણની સેવા કરવા માટે લગભગ... (તોડ)

પ્રભુપાદ: તે મે પહેલીથી જ સમજાવેલું છે, કે તમે અહી આવો છો; જો કે તમે દિક્ષિત નથી, તે પણ સેવા છે. જો તમે એક સેંટ રોજ જમા કરો છો, એક દિવસ તે એકસો ડોલર બની શકે છે તો જ્યારે તમારી પાસે સો ડોલર છે, તમે વ્યવસ્યાય કરી શકો છો. (હાસ્ય) તો તમે અહી રોજ આવો, એક સેંટ, એક સેંટ... જ્યારે તે સો ડોલર થસે, તમે એક ભક્ત બની જશો.

ભક્તો: જય! હરિબોલ!

પ્રભુપાદ: તો આ વ્યર્થ નથી. તે છે... તે શ્રીમદ ભાગવતમમાં કહ્યું છે, કૃત પુણ્ય પૂંજ: (શ્રી.ભા. ૧૦.૧૨.૧૧). કૃત પુણ્ય. કૃત મતલબ થઈ ગયું. શુકદેવ ગોસ્વામી વર્ણવી રહ્યા છે કે જ્યારે કૃષ્ણ તેમના ગોપાળ મિત્રો સાથે રમી રહ્યા છે, તો તેઓ વર્ણવતા હતા કે "આ ગોપાળો કે જે કૃષ્ણ સાથે રમી રહ્યા છે, તેઓ આ સ્થાન પર એક જ દિવસમાં નથી આવી ગયા." કૃત પુણ્ય પૂંજ: "જન્મ પર જન્મ, પુણ્ય કર્મો કર્યા પછી, હવે તેઓ આ સ્થિતિ પર છે કે તેઓને ભગવાન સાથે રમવા દેવામાં આવે." તો કૃત પુણ્ય પૂંજ: કોઈ પણ પુણ્ય કર્મ કે જે કૃષ્ણ માટે કરવામાં આવેલું હોય, તે તમારી કાયમી મૂડી છે. તે ક્યારેય નષ્ટ નહીં થાય. તો મૂડી વધારતા જાઓ. એક દિવસ તે તમને એટલી મદદ કરશે કે તમે કૃષ્ણ સાથે રમી શકશો. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે.