GU/Prabhupada 0894 - કર્તવ્ય કરવાનું જ છે. થોડી પીડા હોય તો પણ. તેને તપસ્યા કહે છે

Revision as of 00:01, 7 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730417 - Lecture SB 01.08.25 - Los Angeles

તો આ પ્રશ્ન હતો અર્જુન દ્વારા કૃષ્ણને કે: "જે પણ તમે કહો છો, તે ઠીક છે. કે હું શરીર નથી, હું આત્મા છું. દરેક આ શરીર નથી. તે આત્મા છે. તો આ શરીરના નાશ પર..." (બાજુમાં:) તે બંધ કરો. "શરીના નાશ પર આત્મા રહેશે. પણ જ્યારે હું મારા પુત્રને મરતા જોઉં છું, કે મારા પિતામહને મરતા જોઉ છું, હું મારુ છું, હું મારી જાતને કેવી રીતે સાંત્વના આપું કે મારા દાદા નથી મરી રહ્યાં, મારો પુત્ર નથી મરી રહ્યો, ફક્ત તે બદલાઈ રહ્યું છે? કારણકે હું તે વિચારવા માટે ટેવાયેલો છું. તો દુખ તો થાય જ." તો કૃષ્ણએ કહ્યું: "હા, તે સત્ય છે. એટલે જ તારે સહન કરવું પડશે, બસ તેટલું જ. બીજો કોઈ ઉપાય નથી." તાંસ તીતીક્ષવ ભારત.

કૃષ્ણએ ક્યારેય નથી કીધું કે આ બધુ સત્ય નથી, જે અર્જુને કહ્યું તે: "હું જાણું છું કે મારો પુત્ર મરી રહ્યો છે, મારો પુત્ર શરીર બદલી રહ્યો છે, કે મારા દાદા મરી રહ્યા છે, શરીર બદલી રહ્યા છે, હું આ જાણું છું, પણ છતાં, કારણકે મને તેમના શરીરથી લાગણી છે, તો મારે સહન કરવું પડશે." કૃષ્ણએ કહ્યું: "હા, પીડા તો છે. કારણકે તું જીવનના શારીરિક અભિગમ પર છું. તો પીડા તો રહેશે જ. માત્રા સ્પર્શાસ તુ કૌંતેય સિતોષ્ણ સુખ દુખદા (ભ.ગી. ૨.૧૪).

જેમકે તમારા દેશમાં સવારે ખૂબ ઠંડી હોય છે, સ્નાન લેવું થોડું અઘરું કાર્ય છે. પણ તેનો મતલબ એવો છે કે જેઓ ભક્તો છે, તેઓ સ્નાન લેવાનું છોડી દેશે? ના, ભલે ને ઠંડી હોય, સ્નાન તો લેવું જ પડે. કર્તવ્ય તો કરવા જ પડે. કર્તવ્ય તો કરવા જ પડે. ભલે ને થોડી પીડા હોય. તેને તપસ્યા કહે છે. તપસ્યા મતલબ આપણે આપના કૃષ્ણ ભાવનામૃત કાર્યને આગળ ધપાવીએ આ દુનિયાના બધા ખતરાઓ અને આપત્તિજનક સ્થિતિઓના હોવા છતાં. તેને તપસ્યા કહે છે. તપસ્યા મતલબ જીવનની મુશ્કેલીઓનો સ્વેચ્છાથી સ્વીકાર. કોઈક વાર તપસ્યા, તપસ્યાની વ્યવસ્થામાં, ગરમ ઋતુમાં, ઉનાળામાં, સૂર્યની ભીષણ ગરમીમાં, છતાં તેઓ થોડીક અગ્નિ ઉત્પન્ન કરે છે આજુ બાજુ અને વચ્ચે બેસીને ધ્યાન કરે છે. આવી કેટલીક તપસ્યાઓની વિધિ છે. કડકડતી ઠંડીમાં કોઈ પાણીની અંદર ગળા સુધી જઈને ધ્યાન કરે છે. આ વસ્તુઓ તપસ્યામાં નિર્ધારિત છે.

પણ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ તમને આવી પ્રક્રિયા નથી આપતા. તે તમને બહુજ સરસ કાર્યક્રમ આપે છે: કીર્તન કરો, નાચો અને પ્રસાદ લો. (હાસ્ય) છતાં આપણે સ્વીકારતા નથી. આપણે આ તપસ્યા નથી સ્વીકારી શકતા. તમે જુઓ. આપણે કેટલા પતિત છીએ. સુસુખમ કર્તુમ અવ્યયમ (ભ.ગી. ૯.૨). આ તપસ્યાનો પ્રકાર છે, કે જે ખૂબ જ સરળ છે અને બહુ સુખકારી છે. છતાં, આપણે માન્ય નથી થતાં. આપણે શેરીમાં સડીશું, ગમે ત્યાં સૂઈશું અને છતાં, હું દારૂ પીશ અને સેક્સ કરીશ અને પડ્યો રહીશ. તો શું થઈ શકે? આપણે સારી સુવિધા આપીએ છીએ. આવો, કીર્તન કરો, નાચો અને શાંતિથી રહો અને કૃષ્ણ પ્રસાદ લો. સુખી રહો. પણ લોકો સ્વીકારશે નહીં. તેને દુર્ભાગ્ય કહેવાય છે.

ચૈતન્ય મહાપ્રભુ તેથી કહે છે: એતાદૃશી તવ કૃપા ભગવન મમાપી દુર્દેવમ ઇદૃશમ ઇહાજની નાનુરાગ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૬). ચૈતન્ય મહાપ્રભુ કહે છે: નામનામ અકારી બહુધા નિજ સર્વ શક્તિ: ભગવાનના દિવ્ય નામ, કૃષ્ણ, માં બધી જ શક્તિઓ છે. જેમ કૃષ્ણને અસીમિત શક્તિઓ છે, તેવી જ રીતે નામમાં, કૃષ્ણના પવિત્ર નામમાં, અસીમિત શક્તિ છે. તો, નામનામ અકારી બહુધા. અને કૃષ્ણના ઘણા નામો છે. કૃષ્ણને હજારો ને હજારો નામ છે. કૃષ્ણ મુખ્ય નામ છે. નામનામ અકારી બહુધા નિજ સર્વ શક્તિ તત્રાર્પિતા નિયમિત: સ્મરણે ન કાલઃ અને કોઈ સખત નિયમ નથી, કે તમારે આ કે પેલા સમયે જપ કરવાનો છે. ના, કોઈ પણ સમયે. કોઈ પણ સમયે તમે કરી શકો છો. અને નામ અને કૃષ્ણ એક જ છે. આ તર્ક પર, નામ, કૃષ્ણનું પવિત્ર નામ, કૃષ્ણ જ છે. તે કૃષ્ણથી અભિન્ન છે. એવું ના વિચારો કે કૃષ્ણ ગોલોક વૃંદાવનમાં રહે છે અને નામ અલગ છે. જેમ કે ભૌતિક જગતમાં આપણો ખ્યાલ આ હોય છે. નામ એ સત્ય કરતાં અલગ છે. પણ નિરપેક્ષ જગતમાં આવો કોઈ ફરક નથી. તેને નિરપેક્ષ કહેવાય છે. નામ કૃષ્ણ જેટલું જ બળવાન છે.