GU/Prabhupada 0963 - ફક્ત એક કૃષ્ણ ભક્ત કે જે તેમની સાથે ગાઢ સંબંધ રાખે છે તે જ ભગવદ ગીતા સમજી શકે

Revision as of 00:13, 7 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


720000 - Lecture BG Introduction - Los Angeles

ફક્ત એક કૃષ્ણ ભક્ત કે જે તેમની સાથે ગાઢ સંબંધ રાખે છે તે જ ભગવદ ગીતા સમજી શકે તો, અમે ભગવદ ગીતાની અમારી ભૂમિકા આપી છે, કે એક વ્યક્તિએ જેવી રીતે ભગવદ ગીતામાં નિર્દેશિત છે તેવી રીતે ભગવદ ગીતા સમજવી જોઈએ . તે નિર્દેશ છે. કેવી રીતે ભગવદ ગીતા વાંચવી. લોકો કોઈ નિર્દેશ લીધા વગર ભગવદ ગીતા વાંચી રહ્યા છે. આ અમે તેવી રીતે સમજાવ્યું છે કે જો તમે કોઈ દવા લેશો, તે બોટલ પર કોઈક નિર્દેશ હશે, કે આ તેની માત્રા છે. તમે આટલા ટીપાં આટલી વખત લો. તે નિર્દેશ છે. તેવી જ રીતે, ભગવદ ગીતાને સમજવા માટે ખરેખર, તમારે નિર્દેશ સ્વીકારવો જ પડે જેવી રીતે લેખકે પોતે, કૃષ્ણએ, આપ્યો હોય. તેઓ કહે છે, ઘણા લાંબા સમય પહેલા, અમુક ચાર કરોડ વર્ષો પહેલા, તેમણે સૌ પ્રથમ ભગવદ ગીતા સૂર્ય દેવને કહી હતી. અને સૂર્ય દેવે આ જ્ઞાન તેમના પુત્ર, મનુને આપ્યું હતું. અને મનુએ જ્ઞાન તેમના પુત્ર, ઇક્ષ્વાકુને આપ્યું.

ઇમમ વિવસ્વતે યોગમ
પ્રોક્તવાન અહમ અવ્યયમ
વિવસ્વાન મનવે પ્રાહુ
મનુર ઇક્ષ્વાકવે અબ્રવિત
(ભ.ગી. ૪.૧)

તો, રાજ ઋષિઓ, તેઓ બધા રાજાઓ છે. મનુ રાજા છે, મહારાજ ઇક્ષ્વાકુ પણ રાજા છે, અને સૂર્યદેવ વિવસ્વાન, તે પણ રાજા છે. તેઓ સૂર્ય ગ્રહના રાજા છે. અને તેમના પૌત્ર ઇક્ષ્વાકુ આ ગ્રહના રાજા બન્યા હતા, મહારાજ ઇક્ષ્વાકુ, અને તેમના કુળમાં, જેને રઘુવંશ કહેવામા આવે છે, ભગવાન રામચંદ્ર અવતરિત થયા હતા. આ બહુ જૂનો રાજતંત્રિક પરિવાર છે. ઇક્ષ્વાકુ વંશ, રઘુ વંશ. વંશ મતલબ કુટુંબ. તો પહેલા, રાજાઓ, શાસનકર્તા અધ્યક્ષ, તેઓ ભગવાનની આજ્ઞાનું શિક્ષણ મેળવતા. તો ભગવદ ગીતા અનુસાર, ફક્ત એક કૃષ્ણ ભક્ત, એક વ્યક્તિ કે જે કૃષ્ણ સાથે ગાઢ સંબંધ ધરાવે છે, તે ભગવદ ગીતા સમજી શકે. કૃષ્ણ... અર્જુને, કૃષ્ણ પાસેથી ભગવદ ગીતા સાંભળીને, તેમણે આવી રીતે સંબોધ્યા:

પરમ બ્રહ્મ પરમ ધામ
પવિત્રમ પરમમ ભવાન
પુરુષમ શાશ્વતમ દિવ્યમ
આદિ દેવમ અજમ વિભુમ
(ભ.ગી. ૧૦.૧૨)

તેણે કૃષ્ણને પરમબ્રહમન તરીકે સમજ્યા. પરમબ્રહમન મતલબ પરમ સત્ય. નિરપેક્ષ સત્ય, પરમબ્રહમન. બ્રહમન, જીવ, તેઓને પણ બ્રહમન કહેવાય છે, પણ જીવ પરમબ્રહમન નથી. પરમબ્રહમન મતલબ સર્વોચ્ચ. તો અર્જુને તેમને પરમબ્રહમન, અને પરમ ધામન તરીકે સંબોધ્યા. પરમ ધામન મતલબ દરેકનું શરણ. બધી જ વસ્તુ પરમ ભગવાન પર નિર્ભર રાખે છે. તેથી તેમનેપરમ ધામન કહેવાય છે. જેમ કે આ ગ્રહો સૂર્યપ્રકાશ પર આધારિત છે. સૂર્યપ્રકાશ તે સૂર્ય ગ્રહની શક્તિ છે. તેવી જ રીતે, આ ભૌતિક શક્તિ તે કૃષ્ણની શક્તિ છે. અને બધુજ, ભૌતિક કે આધ્યાત્મિક, બધુજ કૃષ્ણની શક્તિ પર આધારિત છે. આશ્રય સ્થાન છે કૃષ્ણની શક્તિ. બીજી જગ્યાએ, કૃષ્ણ કહે છે:

મયા તતમ ઈદમ સર્વમ
જગદ અવ્યક્ત મુર્તિના
મતસ્થાની સર્વભૂતાની
ન ચાહમ તેષુ અવસ્થિત:
(ભ.ગી. ૯.૪)

કૃષ્ણ કહે છે કે, "મારા નિરાકાર રૂપમાં, હું દરેક જગ્યાએ વ્યાપ્ત છું." સર્વવ્યાપક. ભગવાન તેમના નિરાકાર રૂપથી, તેમની શક્તિથી બધેજ વ્યાપ્ત છે. ઉદાહરણ આપેલું છે, જેમ કે ગરમી એ અગ્નિનો ગુણ છે. અગ્નિ તેની ગરમી અને પ્રકાશથી ફેલાય છે. અગ્નિ એક સ્થળે છે, પણ ગરમી અને પ્રકાશ ફેલાય છે. તેવી જ રીતે, કૃષ્ણ તેમના પોતાના ધામમાં છે, જેને ગોલોક વૃંદાવન કહેવાય છે. આધ્યાત્મિક જગતમાં એક ગ્રહ છે, સૌથી ઉચ્ચ ગ્રહ.