GU/Prabhupada 1021 - જો પતિત બદ્ધ આત્માઓ માટે કોઈ હમદર્દ છે, તે એક વૈષ્ણવ છે

Revision as of 00:22, 7 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730408 - Lecture SB 01.14.44 - New York

તો બધા જીવો, આ ભૌતિક અવસ્થામાં પતિત થઈને, તેઓ બધા પીડાઈ રહ્યા છે. તો વૈષ્ણવ સહાનુભૂતિ છે. જો વાસ્તવમાં પતિત બદ્ધ આત્માઓ માટે કોઈ હમદર્દ છે, તે એક વૈષ્ણવ છે. તે જાણે છે કેવી રીતે, શા માટે તેઓ પીડાઈ રહ્યા છે. તેથી તે તેમને માહિતી આપવા માંગે છે: "મારા પ્રિય મિત્ર, તું બસ તારા સાચા પ્રેમી, કૃષ્ણ, ને ભૂલી જવાના કારણે પીડાઈ રહ્યો છે." "તેથી તું પીડાઈ રહ્યો છે." આ સંદેશ છે, વૈષ્ણવ સંદેશ. આ સંદેશ માટે કૃષ્ણ પોતે અવતરિત થાય છે પરમ ભગવાન તરીકે. તેઓ પણ કહે છે,

સર્વ ધર્માન પરિત્યજ્ય
મામ એકમ શરણમ વ્રજ
(ભ.ગી. ૧૮.૬૬)

તમારી પ્રેમ કરવાની વૃત્તિ ઘણી બધી વસ્તુઓમાં વિતરિત થયેલી છે, પણ તમે સુખી નથી, કારણકે... જો તમે કૃષ્ણને પ્રેમ નહીં કરો, જે પણ તમે કહેવાતા પ્રેમના નામ પર કરશો, તમે પાપમય જીવન જીવશો, અવજ્ઞા. ઉદાહરણ તરીકે, જો તમે રાજ્યના કાયદાનું પાલન નથી કરતાં, તેનો મતલબ તમારા કાર્યો પાપમય છે. તમે તેને કહી શકો, "ઓહ, તે બહુ સરસ છે," પણ તે, તે નથી. સ્વભાવ, કારણકે તમે કૃષ્ણના સેવક છો, જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮), તમારું શાશ્વત પદ છે કૃષ્ણની સેવા કરવી. તો આ જ્ઞાન વગર, જે પણ સેવા તમે બીજા કોઇની કરવા જઈ રહ્યા છો, તે પાપમય છે. તે જ ઉદાહરણ છે. જો તમે રાજયના કાયદાનું પાલન નહીં કરો, અને તમે એક પરોપકારી બનશો...

તો મે ભારતમાં જોયું છે. ભારતમાં, જ્યારે સ્વતંત્રતા આંદોલન હતું - ભારતમાં નહીં, દરેક દેશમાં જ્યારે સ્વતંત્રતા આંદોલન હતું, ઘણી વ્યક્તિઓને સજા આપવામાં આવી, ફાંસીએ લટકાવવામાં આવ્યા. પણ તમે તમારા દેશના એક મહાન પ્રેમી છો. પણ તેના દેશના અત્યંત પ્રેમને કારણે, તેને ફાંસી આપવામાં આવી, કારણકે કાયદો... તેણે સરકારના કાયદાનું પાલન ના કર્યું. જરા સમજવાનો પ્રયત્ન કરો. તેવી જ રીતે, જો આપણે પરમ સરકારના કાયદાઓનું પાલન નહીં કરીએ, તેને ધર્મ કહેવાય છે. ધર્મ મતલબ પરમ સરકારનો કાયદો. ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણિતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). ધર્મ મતલબ... અને તે ધર્મ શું છે? કૃષ્ણ કહે છે, તે બહુ સરળ વસ્તુ છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ (ભ.ગી. ૧૮.૬૬). વાસ્તવિક ધર્મ છે કૃષ્ણને, અથવા ભગવાનને, શરણાગત થવું. તે વાસ્તવિક ધર્મ છે. તે મુદ્દા વગર, બધા ધર્મો, તે ફક્ત છેતરપિંડી છે. ધર્મ: પ્રોઝિત કૈતવો અત્ર (શ્રી.ભા. ૧.૧.૨), શ્રીમદ ભાગવતમની શરૂઆત થાય છે. છેતરપિંડીનો ધર્મ. જો ભગવાન માટે કોઈ પ્રેમ નથી, તે... ફક્ત કોઈ કર્મકાંડના સૂત્રો. તે ધર્મ નથી. જેમ કે હિન્દુઓ જાય છે, ધાર્મિક વિધિ પ્રમાણે, મંદિરે, અથવા મુસ્લિમ જાય છે મસ્જિદે, અથવા ખ્રિસ્તીઓ જાય છે ચર્ચે. પણ તેમને ભગવાન પ્રત્યે કોઈ પ્રેમ નથી હોતો, ફક્ત ઔપચારિક. કારણકે તેમણે પોતાને કોઈ ધાર્મિક ચિહ્ન સાથે સિક્કો મરાવવો છે: "હું હિન્દુ ધર્મનો છું," "હું ખ્રિસ્તી ધર્મનો છું." તે ફક્ત લડવા માટે છે, બસ તેટલું જ, કારણકે કોઈ પ્રેમ નથી. જો તમે... જો તમે ધાર્મિક છો, તેનો મતલબ તમે ભગવદ ભાવનાભાવિત હોવા જ જોઈએ. તો જો તમે ભગવદ ભાવનાભાવિત છો, જો હું ભગવદ ભાવનાભાવિત છું, લડાઈનું કારણ ક્યાં છે? તો તે મુદ્દો તેઓ ચૂકી રહ્યા છે; તેથી આ પ્રકારનો ધર્મ છેતરપિંડીનો ધર્મ છે, કારણકે કોઈ પ્રેમ જ નથી.