GU/680320 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જીવને ભગવદ્દ-ગીતમાં સર્વગ તરીકે વર્ણવવામાં આવેલ છે. સર્વગ એટલે કે તે આ બ્રહ્માંડની અંદર ક્યાંય પણ જઈ શકે છે. તે આધ્યાત્મિક આકાશમાં પણ જઈ શકે છે. સર્વગ એટલે દરેક જગ્યા સહિત, જ્યા તે ઈચ્છે. ગઈકાલે, ગઈ રાતે, મેં સમજાવ્યું તેમ, યાન્તિ દેવ-વ્રતા દેવાન (ભ.ગી ૯.૨૫). જો તે ઈચ્છે, તો તે દેવલોક પર જઈ શકે છે, પિતૃલોકમાં, તે અહીં રહી શકે છે, અથવા જો તે ઈચ્છે તો તે કૃષ્ણલોક પર જઈ શકે છે. તેને આ સ્વતંત્રતા મળી છે. જેમ ઘણા સરકારી પદો હોય છે. તમે તેમાંથી કોઈપણને પસંદ કરી શકો છો, પરંતુ તમારે તે માટે લાયક હોવું આવશ્યક છે. તો તે યોગ્યતાનો પ્રશ્ન છે, તમે દેવલોક પર કેવી રીતે જઈ શકો છો, પિતૃલોક પર કેવી રીતે જઈ શકો છો."
680320 - સવારની લટારનું અવતરણ - સાન ફ્રાન્સિસ્કો‎