GU/Prabhupada 0051 - મંદ બુદ્ધિવાળા સમજી નથી શકતા કે આ શરીરની પરે શું છે



Interview with Newsweek -- July 14, 1976, New York

ઇન્ટરવ્યુઅર: શું તમે માનો છો કે કોઇક દિવસ કૃષ્ણ ભાવનામૃત આંદોલન વિશ્વના તમામ લોકોમાં ફેલાશે?

પ્રભુપાદ: એ શક્ય નથી. તે વધારે તો સૌથી બુદ્ધિશાળી માણસોના વર્ગ માટે છે. તેથી, આ આંદોલન, માણસોના સૌથી બુદ્ધિશાળી વર્ગ માટે છે.

ઇન્ટરવ્યુઅર: સૌથી બુદ્ધિશાળી વર્ગોના માણસોમાં.

પ્રભુપાદ: જો કોઈ બુદ્ધિશાળી વર્ગ ના હોય, (કૃષ્ણ ભાવનામૃતમાં) જોડાયેલા..., ત્યાં સુધી તે સમજી ના શકે. તેથી અમે આવી અપેક્ષા નથી રાખતા કે દરેક બુદ્ધિશાળી હોય. કૃષ્ણ યે ભજ સે બડા ચતુર. જો કોઈ ખૂબ જ બુદ્ધિશાળી હોય, ત્યાં સુધી તે કૃષ્ણ ભાવનામય બની ના શકે, કારણ કે તે એક અલગ જ વિષય છે. લોકો જીવનના શારીરિક ખ્યાલમાં લીન થયેલ છે. તે તેનાથી પરે છે. તેથી મંદબુદ્ધિ, જે આ શરીરથી પરે છે, તે સમજી ના શકે. તેથી તમે એવી અપેક્ષા ના રાખી શકો, કે દરેક જણ કૃષ્ણ ભાવનામૃતને સમજશે. તે શક્ય નથી.

ઇન્ટરવ્યુઅર: માનવતાની જનીનીક સિદ્ધિ ઉપર, અથવા જનીનીક સિદ્ધિના પ્રયત્ન, વિષે ખુબજ ચર્ચા થઇ છે.

પ્રભુપાદ: જનીનીક એટલે કે શું છે?

ઇન્ટરવ્યુઅર: જનનીક સિદ્ધિ એટલે શું?

બલિમર્દન: કાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા જનીનીક વિજ્ઞાન વિષે. તેઓ લક્ષણને સમજવાનો પ્રયત્ન કરે છે, કેવી રીતે દેહ અને મન બને છે, અને પછી તેને બદલે છે.

પ્રભુપાદ: તે અમે પહેલાજ... તે પુસ્તક ક્યા છે?

રામેશ્વર: સ્વરૂપ દામોદરનું પુસ્તક.

પ્રભુપાદ: હા. લાવો.

રામેશ્વર: તમારો પ્રશ્ન શું છે?

ઇન્ટરવ્યુઅર: મારો પ્રશ્ન છે.. તમે પેહલા ઉલ્લેખ કરી રહ્યા હતા પ્રૌદ્યોગિક યંત્રના ઉપયોગ વિષે, અને એવો કોઈ સમાજ છે જ્યાં કોઈ...

પ્રભુપાદ: તે પુસ્તક અહી નથી? ક્યાંય પણ નથી?

ઇન્ટરવ્યુઅર: મને તમને પૂછવા દો. પ્રૌદ્યોગિકી માધ્યમથી માનવતા થોડી પણ સુધરી જાય તો, બીજા શબ્દોમાં, સામાન્ય મનુષ્ય વધારે બુદ્ધિમાન છે, આજે તમે જેને બુદ્ધિશાળી વ્યક્તિ માનો છો તેના કરતા...

પ્રભુપાદ: બુદ્ધિશાળી વ્યક્તિ.. જો કોઈ વ્યક્તિ તે સમજી જાય છે કે તે શરીર નથી - પણ શરીરની અંદર છે... જેમ કે તમારી પાસે એક શર્ટ છે. પણ તમે શર્ટ નથી. કોઈ પણ સમજી શકે છે. તમે શર્ટની અંદર છો. તેવી જ રીતે, જે વ્યક્તિ સમજી જાય છે કે તે શરીર નથી - પણ શરીરની અંદર છે.... તે કોઈ પણ સમજી શકે છે, કારણકે જ્યારે શરીર મૃત થઈ જાય છે, તો અંતર શું છે? કારણકે શરીરની અંદરની જીવશક્તિ જતી રહી છે, તેથી આપણે શરીરને મૃત કહીએ છીએ.

ઇન્ટરવ્યુઅર: પણ કેટલા બધા બુદ્ધિશાળી વ્યક્તિ છે જે આધ્યાત્મિક રીતે પ્રબુદ્ધ નથી, કદાચ એવા પણ લોકો છે જે સમજે છે કે તેઓ શરીર નથી, કે શરીર જ બધું નથી, કે શરીર મૃત છે અને બીજું કઈ છે. કેમ આ લોકો આધ્યાત્મિક રીતે જાણકાર નથી?

પ્રભુપાદ: જો તે આ સરળ વસ્તુ પણ ના સમજે કે તે શરીર નથી, તો તે પશુથી સારો નથી. આધ્યાત્મિક સ્તરની આ પહેલી સમજ છે. જો તે એમ વિચારે છે કે તે પણ શરીર છે, તો તે પણ પશુઓની શ્રેણીમાં આવે છે.

રામેશ્વર: તેમનો પ્રશ્ન છે કે.. જો કોઈ વ્યક્તિને મૃત્યુ પછીના જીવનમાં થોડીક શ્રદ્ધા છે, અને ભૌતિક જગત પ્રમાણે પણ બુદ્ધિશાળી વ્યક્તિ છે. કેમ તે આપમેળે...?

પ્રભુપાદ: ના. ભૌતિક પ્રમાણ તે બુદ્ધિ નથી. ભૌતિક પ્રમાણ છે કે "હું આ શરીર છું. હું અમેરિકી છું, હું ભારતીય છું. હું શિયાળ છું. હું કુતરો છું. હું મનુષ્ય છું." આ ભૌતિક સમજ છે. આધ્યાત્મિક સમજ તેનાથી પરે છે, કે "હું આ શરીર નથી." અને જ્યારે તે સમજવાનો પ્રયત્ન કરે છે કે તેનું આધ્યાત્મિક સ્વરૂપ શું છે, ત્યારે તે બુદ્ધિશાળી છે. નહીતો તે બુદ્ધિશાળી નથી.

ઇન્ટરવ્યુઅર: તો શું આનો અર્થ છે કે...

પ્રભુપાદ: તેમને મૂઢ કહેલાં છે. મૂઢ એટલે કે ગધેડાઓ. તો આ પેહલી શિક્ષા છે, કે આપણે પોતાની જાતને આ શરીરથી ઓળખવા ના જોઈએ.

ઇન્ટરવ્યુઅર: તો શું સમજ આવે છે તેના પછી...?

પ્રભુપાદ: જેમ કે કુતરો. કુતરો એમ સમજે છે કે તે આ શરીર છે. જ્યારે માણસ પણ એમ સમજે છે કે - તે આ દેહ છે - તે પણ કુતરાથી વધુ સારો નથી.

ઇન્ટરવ્યુઅર: આના પછી શું જ્ઞાન મળે છે?

બલિમર્દન: જ્યારે તમે સાક્ષાત્કાર કરો કે તમે શરીર નથી, પછી શું આવે છે?

પ્રભુપાદ: હા! આ બુદ્ધિશાળી પ્રશ્ન છે? ત્યારે વ્યક્તિએ જાણવું જોઈએ કે "હું તો આ જીવનના શારીરિક ખ્યાલ પર જ પ્રવૃત્ત છું. તો મારી પ્રવૃત્તિ શું છે? આ સનાતન ગોસ્વામીની જીજ્ઞાસા હતી. કે "તમે મને આ ભૌતિક પ્રવૃત્તિથી મુક્ત કર્યો છે. હવે મને જણાવો કે મારું કર્તવ્ય શું છે." તે કારણ માટે વ્યક્તિએ ગુરુ પાસે જવું જોઈએ, જાણવા, અને સમજવા માટે કે હવે તેનું કર્તવ્ય શું છે. "જો હું આ શરીર નથી, તો મારૂ કર્તવ્ય શું છે?" કારણકે આખો દિવસ અને રાત હું આ શરીર માટે વ્યસ્ત છું. હું જમું છું, હું ઉંઘું છું, હું સેક્સ કરું છું, હું રક્ષણ કરું છું - આ બધી શરીરની જરૂરિયાતો છે. જો હું આ શરીર નથી, તો મારું કર્તવ્ય શું છે?" આ બુદ્ધિ છે.

રામેશ્વર: તો તમે કહ્યું, "હવે બીજી વસ્તુ શું છે જ્યારે તમે સાક્ષાત્કાર કરશો કે તમે આ શરીર નથી?" પ્રભુપાદ કહે છે પછીનું વસ્તુ છે કે તમારે તે જાણવું કે તમારે શું કરવું જોઈએ, અને તેના માટે, તમે જ્ઞાન પ્રાપ્ત કરો એક આત્મવિત વ્યક્તિ કે ગુરુ પાસેથી.

ઇન્ટરવ્યુઅર: ગુરુ તેમના પુસ્તકના રૂપે.

બલિમર્દન: વ્યક્તિગત રૂપે કે...

પુષ્ટકૃષ્ણ: પ્રભુપાદ સમજાવતા હતા કે હવે આ જીવનના શારીરિક ખ્યાલ પર આપણને ઘણા બધા કાર્યો છે. આપણે કાર્ય કરી રહ્યા છે, મૈથુન જીવન જીવી રહ્યા છીએ, આપણે જમી રહ્યા છે, આપણે ઊંઘી રહ્યા છે, અને રક્ષણ કરી રહ્યા છે - ઘણી બધી વસ્તુઓ. અને આ બધુ શરીરના સંબંધમાં છે. પણ જો હું આ શરીર નથી, તો મારૂ શું કર્તવ્ય છે? મારી જવાબદારી શું છે? તો પછીનું વસ્તુ છે, જ્યારે કોઈ આ સમજે, ત્યારે તેણે ગુરુ પાસેથી ઉપદેશ લેવો જોઈએ, અને પ્રગતિ કરવી જોઈએ, અને સમજવું જોઈએ કે તેનું વાસ્તવિક કર્તવ્ય શું છે. તે ખુબજ મહત્વનું છે.

પ્રભુપાદ: આહાર, નિદ્રા, રક્ષણ અને મૈથુન માટે પણ આપણને શિક્ષક પાસેથી જ્ઞાન જોઈએ છીએ. જેમ કે આહાર માટે, આપણ નિષ્ણાત પાસેથી જ્ઞાન લઈએ છીએ કે કેવા પ્રકારનો આહાર આપણે લઈશું, કયા પ્રકારનું વિટામીન, કયા પ્રકાર નું... તો તેના માટે પણ શિક્ષણ જરૂરી છે. અને નિદ્રા માટે પણ શિક્ષણની જરૂરત છે. અને તો જીવનના શારીરિક ખ્યાલ માટે પણ આપણે બીજા પાસેથી જ્ઞાન લેવું પડે છે. તો જ્યારે કોઈ જીવનના શારીરિક ખ્યાલથી પરે છે - ત્યારે તે સમજે છે કે, "હું આ દેહ નથી; હું આત્મા છું" - તો તેવી જ રીતે તેણે શિક્ષણ અને જ્ઞાન એક નિષ્ણાત વ્યક્તિ પાસેથી લેવું જોઈએ.