GU/Prabhupada 0111 - આદેશનું પાલન કરો, પછી તમે કોઈ પણ જગ્યાએ સુરક્ષિત છો



Morning Walk -- February 3, 1975, Hawaii

ભક્ત(૧): શ્રીલ પ્રભુપાદ, ક્યાંથી કોઈને તેનો અધિકાર મળે છે?

પ્રભુપાદ: ગુરુ અધિકારી છે.

ભક્ત(૧): ના, એ મને ખબર છે, પણ માત્ર સોળ માળાનો જપ અને ચાર નિયમોનું પાલન સિવાય બીજા કાર્યો માટે. તે આખા દિવસમાં કેટલા બધા કાર્યો કરે છે. તેનો અધિકાર તેને ક્યાંથી મળે છે, જો તે મંદિરમાં નથી રેહતો તો?

પ્રભુપાદ: હું સમજ્યો નહીં. ગુરુ અધિકારી છે. તમે સ્વીકાર્યા છે.

બલી મર્દન: બધા માટે.

જયતીર્થ: જેમ કે મને કોઈ બહારની નોકરી છે, અને હું બહાર રહું છું, પણ હું મારા આવકના ૫૦% આપતો નથી. તો જે કાર્ય હું કરું છું, વાસ્તવમાં તે ગુરુના અધિકારની અંદર છે?

પ્રભુપાદ: ત્યારે તમે ગુરુના આદેશનું પાલન નથી કરતા. તે હકીકત છે.

જયતીર્થ: તો તેનો અર્થ છે કે આખો દિવસ હું જે કાર્ય કરું છું, હું ગુરુની આજ્ઞાનું પાલન નથી કરતો. તે અનધિકૃત કાર્ય છે.

પ્રભુપાદ: હા.જો તમે ગુરુની આજ્ઞાનું પાલન ન કરો, ત્યારે તમે તરતજ પતિત છો. તે વિધિ છે. નહીંતો તમે કેમ રોજ ગાવો છો, યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદો? તે મારું કર્તવ્ય છે ગુરુને પ્રસન્ન કરવું. નહિતો હું ક્યાય પણ નથી. તો જો તમે ક્યાયના પણ ના રહેવાનું પસંદ કરતાં હોવ, તો તમે ગુરુની આજ્ઞાનું તમારી ઈચ્છા મુજબ ઉલ્લંઘન કરો. પણ જો તમારે તમારી સ્થિતિમાં સ્થિર રેહવું છે, તો તમારે ગુરુના આદેશનું કડક પાલન કરવું જ પડે.

ભક્ત (૧): અમે તમારી બધી શિક્ષાઓ માત્ર તમારા પુસ્તક વાંચીને સમજી શકીએ છીએ.

પ્રભુપાદ: હા. કોઈ પણ રીતે, આદેશનું પાલન કરો. તે જરૂરી છે. આદેશનું પાલન કરો. જ્યાં પણ તમે રેહશો, તેનો કોઈ વાંધો નથી. તમે સુરક્ષિત છો. આદેશનું પાલન કરો. પછી તમે ક્યાંય પણ સુરક્ષિત છો. તેનો કોઈ વાંધો નથી. જેમ કે મેં તમને કહ્યું હતું, કે મે મારા ગુરુ મહારાજને મારા જીવનના દસ દિવસ કરતા વધારે જોયા નથી,પણ મે તેમની આજ્ઞાનું પાલન કર્યું. હું ગૃહસ્થ હતો, હું ક્યારે પણ મઠમાં, મંદિરમાં નથી રહ્યો. તે વ્યાવહારીક છે. કેટલા બધા ગુરુ ભાઈઓએ ભલામણ કરી કે, "આને બોમ્બે મંદિરનો પ્રમુખ બનાવો જોઈએ, આ, તે, તે.." ગુરુ મહારાજે કીધું, "હા, સારું છે કે તે બહાર રહે. તે સારું છે, અને સમયના અનુસારે જેની જરૂર હશે તે કરશે."

ભક્તો: જય! હરિબોલ!

પ્રભુપાદ: તેમણે તેમ કહ્યું હતું. તે સમયે હું સમજી ન શક્યો તે શું અપેક્ષા કરે છે. હા, મને ખબર હતી કે તે મને પ્રચાર કરાવવા માગતા હતા.

યશોદાનંદન: મને લાગે છે તમે તેને ભવ્ય રીતે કર્યું છે.

ભક્તો: જય, પ્રભુપાદ! હરિબોલ!:

પ્રભુપાદ: હા, ભવ્ય રીતે કર્યું છે કારણકે હું કડક રીતે મારા ગુરુ મહારાજના આદેશનું પાલન કરું છું, બસ. નહીતો મારી પાસે કોઈ શક્તિ નથી. મે કોઈ જાદુ નથી કર્યું. શું મે કર્યું છે? કોઈ સોનાનું નિર્માણ કર્યું (હાસ્ય) છતાં, મારા પાસે તે સોના-બનાવનાર ગુરુ કરતા શ્રેષ્ઠ શિષ્યો છે.