GU/Prabhupada 0122 - આ ધૂર્તો વિચારે છે, 'હું આ શરીર છું.'



Morning Walk At Cheviot Hills Golf Course -- May 17, 1973, Los Angeles

પ્રભુપાદ: કૃષ્ણ કહે છે, "તમે પૂર્ણ રૂપે શરણાગત થાઓ. હું તમારું પૂર્ણ રૂપે રક્ષણ કરીશ." અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયીશ્યામી મા શુચઃ (ભ.ગી. ૧૮.૬૬). તેઓ તમને પૂરી બુદ્ધિ આપશે. (તોડ) તે આપણી મહાન સફળતા હશે જ્યારે વૈજ્ઞાનિક જગત તેનો સ્વીકાર કરશે. તેમને ફક્ત સ્વીકાર કરવા દો. ત્યારે કૃષ્ણ ભાવનામૃત આંદોલન એક મહાન સફળતા હશે. તમે બસ સ્વીકાર કરો, "હા, ભગવાન છે અને અચિંત્ય શક્તિ છે." ત્યારે આપણું આંદોલન ખૂબજ સફળ થશે. અને તે હકીકત છે. માત્ર વ્યર્થ રીતે વ્યર્થ લોકોમાં વાતો કરવી, તે કોઈ મહાન કિર્તી નથી. અંધા યાથાન્ધેર ઉપનીયમાના: (શ્રી.ભા. ૭.૫.૩૧). એક આંધળો માણસ બીજા આંધળા માણસને રાહ દેખાડે છે. તેનું શું મૂલ્ય છે? તેઓ બધા આંધળા છે. અને જ્યા સુધી વ્યક્તિ આંધળો અને ધૂર્ત રેહશે, તે ભગવાનનો સ્વીકાર નહીં કરે. તે કસોટી છે. જેવુ તમે જોશો કે તે ભગવાનને સ્વીકારતો નથી, તે આંધળો, ધૂર્ત, મૂર્ખ, જે પણ તમે તેને કહો. તેને માની જ લેજો, છતાં, જે કોઈ પણ તે હોય. તે ધૂર્ત છે. આ સિદ્ધાંતના આધારે અમે મોટા, મોટા રસાયણશાસ્ત્રીઓ, તત્વજ્ઞાનીઓ, જે પણ અમારી પાસે આવે છે, તેમને પડકાર આપીએ છીએ. અમે કહીએ છીએ, "તમે અસુર છો." તે બીજો રસાયણશાસ્ત્રી આવ્યો હતો, તમે તેને લાવ્યા હતા, તે ભારતીય?

સ્વરૂપ દામોદર: હમ. ચોઉરી.(?)

પ્રભુપાદ: તો મે તેને કહ્યું હતું કે, "તું અસુર છે." પણ તે ક્રોધિત થયો ન હતો. તેણે માની લીધું. અને તેના બધા તર્ક-વિતર્કોનું ખંડન થયું હતું. કદાચ તમને યાદ હશે.

સ્વરૂપ દામોદર: હા, વાસ્તવમાં, તે કેહતો હતો કે, "કૃષ્ણે મને બધી વિધિઓ નથી આપી, કેવી રીતે પ્રયોગ કરવો." તે હતો... તે તેવી રીતે કેહતો હતો.

પ્રભુપાદ: હા. હું તમને કેમ આપું? તમે ધૂર્ત છો, તમે કૃષ્ણના વિરોધમાં છો, કૃષ્ણ તમને કેમ સગવડ આપે? જો તમે કૃષ્ણના વિરોધમાં છો અને તમને કૃષ્ણ વગર શ્રેય જોઈએ છે, તે શક્ય નથી. તમારે પહેલા નમ્ર બનવું પડશે. ત્યારે કૃષ્ણ તમને બધી સગવડો આપશે. જેમ કે અમે કોઈ પણ રસાયણશાસ્ત્રી, કોઈ પણ વૈજ્ઞાનિક, કોઈ પણ તત્ત્વજ્ઞાનીનો સામનો કરવા માટે તૈયાર છીએ. કેમ? કૃષ્ણના આધારે, અમે વિશ્વાસ કરીએ છીએ કે, "કૃષ્ણ છે. જ્યારે હું તેની સાથે વાત કરીશ, ત્યારે કૃષ્ણ મને બુદ્ધિ આપશે." આ મૂળ વાત છે. નહિતો, લાયકાતથી, સ્તરના હિસાબે, તેઓ ખૂબજ ગુણવાન છે. આપણે તેમની સામે સામાન્ય મનુષ્યો છીએ. પણ કેવી રીતે તેમને પડકાર આપવો? કારણકે આપણને ખબર છે. જેમ કે એક નાનો છોકરો, તે એક ખૂબજ મોટા માણસને પડકાર આપી શકે છે, કારણકે તેને ખબર છે કે, "મારા પિતા છે." તે તેના પિતાજીનો હાથ પકડે છે, અને તેને ખાત્રી છે કે, "કોઈ પણ મને કઈ નહીં કરી શકે."

સ્વરૂપ દામોદર: શ્રીલ પ્રભુપાદ, મને પાકું કરવું છે આનો અર્થ: તદ અપિ અફલતામ જાતમ.

પ્રભુપાદ: તદ અપિ અફલતામ જાતમ. તેષામ આત્માભીમાનીનામ, બાલકાનામ અનાશ્રીત્ય

પ્રભુપાદ: તેષામ આત્માભીમાન....,બાલાકાનામ અનાશ્રીત્ય ગોવિંદ ચરણ-દ્વયમ.

સ્વરૂપ દામોદર: "આ મનુષ્ય જન્મ તે લોકો માટે બગડી જાય છે જે..."

પ્રભુપાદ: હા, "જે કૃષ્ણ ભાવનામૃતને સમજવાનો પ્રયત્ન નથી કરતા." તે માત્ર પશુ જેવો મરી જાય છે. બસ. જેમ કે બીલાડીઓ અને કુતરાઓ, તેઓ પણ જન્મ લે છે, તેઓ પણ ખાય છે, ઊંઘે છે, અને સંતાનો ઉત્પન્ન કરે છે, અને મરી જાય છે. આ મનુષ્ય જન્મ એવો છે.

સ્વરૂપ દામોદર: જાત એટલે કે યોની? જાત?

પ્રભુપાદ: જાત. જાત એટલે કે જન્મ થયેલો. અફલતામ જાતમ. જાત એટલે કે તે વ્યર્થ બની જાય છે. વ્યર્થ. આ માનવ જન્મ વ્યર્થ બની જાય છે જો તે ગોવિંદના ચરણોને સ્વીકાર નથી કરતો. ગોવિન્દમ આદિ પુરુષમ તમ અહમ ભજામી. જો તે પોતે સહમત નથી કે "હું આદિ પુરુષ ભગવાન ગોવિંદની પૂજા કરું છું." ત્યારે તે બગડી ગયો છે. બસ. તેનું આ જીવન બગડી ગયું છે.

સ્વરૂપ દામોદર: આત્માભીમાનીનામ મતલબ...

પ્રભુપાદ: આત્મા, દેહાત્મ માનીનામ.

સ્વરૂપ દામોદર: તો તે આત્મ-કેન્દ્રિત...

પ્રભુપાદ: "હું આ શરીર છું." આત્મા? તેમને આત્માનું કોઈ જ્ઞાન નથી. આ ધૂર્તો, તેઓ વિચારે છે કે, "હું આ શરીર છું." આત્મા એટલે કે દેહ, આત્મા એટલે કે પોતે, અને આત્મા એટલે કે મન. તો આ આત્માભીમાની એટલે કે જીવનનો શારીરિક ખ્યાલ. બાલક.બાલક એટલે કે એક મૂર્ખ, બાળક. આત્માભીમાનીનામ બાલકાનામ. જે લોકો આ જીવનના શારીરિક ખ્યાલ પર છે, તે લોકો બાળક જેવા છે, અથવા મૂર્ખ કે પશુ જેવા.

સ્વરૂપ દામોદર: તો આ શ્લોકના આધારે હું આત્માના દેહાંતરનો સિદ્ધાંત સમજાવવા માગું છું.

પ્રભુપાદ: હા. દેહાન્તર થવું. ભ્રમદભી: ભ્રમદભી: એટલે કે દેહાંતર, એક દેહથી બીજા દેહમાં જવું. જેમ કે હું અહિયાં છું. મારા પાસે આ શરીર છે, આ વેશ, આવરણ. અને જ્યારે હું ભારત જાઉં, તેની જરૂર નથી. તો તેઓ એમ માની રહ્યા છે કે આ શરીરની ઉત્ક્રાંતિ આવી રીતે થઈ છે. પણ ના. અહી, અમુક ચોક્કસ પરિસ્થિતીઓમાં, હું આ વેશને સ્વીકારું છું. બીજી જગ્યાએ, અમુક પરિસ્થીતીઓમાં, હું બીજુ વસ્ત્ર સ્વીકારું છું. તો હું મહત્વનો છું, આ વસ્ત્ર નહીં. પણ આ ધૂર્તો માત્ર આ વસ્ત્રનો જ અભ્યાસ કરે છે. તેને કેહવાય છે, આત્માભીમાનીનામ, માત્ર શરીરને મહત્વ આપવું. બાલકાનામ.