GU/Prabhupada 0133 - મને એક વિદ્યાર્થી જોઈએ છે જે મારા આદેશનું પાલન કરે



Arrival Lecture -- San Francisco, July 15, 1975

તો ક્યારેક લોકો મને ખૂબજ શ્રેય આપે છે કે મેં આખા જગતમાં અદ્ભુત કાર્ય કર્યું છે. પણ મને ખબર નથી કે હું અદ્ભુત માણસ છું. પણ મને એક વસ્તુ ખબર છે કે હું તે જ કહું છું જે કૃષ્ણએ કહેલું છે. બસ. હું કઈ વધ-ઘટ નથી કરતો. તેથી હું ભગવદ ગીતા તેના મૂળ રૂપે પ્રસ્તુત કરું છું. આ શ્રેય હું લઇ શકું છું, કે હું કોઈ વ્યર્થ વધ-ઘટ નથી કરતો. અને હું વ્યવહારિક રૂપે હું જોઈ શકું છું કે તે સફળ બન્યું છે. મેં આટલા બધા યુરોપિયાનો અને અમેરીકનોને લાંચ નથી આપી. હું તો ગરીબ ભારતીય છું. હું અમેરિકા આવ્યો હતો ચાલીસ રુપયા સાથે, અને હવે મારી પાસે ચાલીસ કરોડ રુપિયા છે. તો તેમાં કોઈ જાદુ નથી. તમે પાછલી બાજુએ જઈ શકો છો. તમે ઊંઘો છો. તો આ રહસ્ય છે, કે જો તમારે પ્રમાણિક ગુરુ બનવું છે... જો તમારે છેતરવું છે, તો તે બીજી વસ્તુ છે. કેટલા બધા છેતરનાર છે. લોકોને પણ છેતરાઈ જવું છે. જેવુ અમે કહીએ છીએ કે "જો તમરે મારુ શિષ્ય બનવું છે, તો તમારે આ ચાર વસ્તુઓને છોડવી પડશે: કોઈ અવૈધ યૌન સંબંધ નહીં, કોઈ નશો નહીં ચા અને સિગારેટ પીવા સુધી, માંસાહાર નહીં અને જુગાર નહીં," અને તેઓ મારો દોષ કાઢે છે કે, "સ્વામીજી ખૂબજ રૂઢીચુસ્ત છે." અને જો હું કહું કે "તમે કઈ પણ બકવાસ વસ્તુઓ કરી શકો છો, જે પણ તમને સારું લાગે. તમે બસ આ મંત્ર લઇ લો અને મને ૧૨૫ ડોલર આપી દો," તેમને ગમશે. કારણકે અમેરિકામાં, ૧૨૫ ડોલર કઈ નથી. કોઈ પણ માણસ તરતજ આપી શકે છે. તો મને કેટલા લાખો ડોલર મળી ગયા હોત, જો મેં તમને એ રીતે છેતર્યા હોત તો. પણ મને તે જોઈતું નથી. મને એક વિદ્યાર્થી જોઈએ છે જે મારી શિક્ષાઓનું પાલન કરે. મને લાખો જોઈતા નથી. એકસ ચંદ્ર તમો હંતી ન ચ તારા-સહસ્રશ: જો આકાશમાં એક ચંદ્ર છે, તે પ્રકાશ માટે પૂરતો છે. લાખો તારાઓની જરૂર નથી. તો મારી સ્થિતિ એમ છે કે મને જોવું છે કે ઓછામાં ઓછા મારો એક શિષ્ય શુદ્ધ ભક્ત બની ગયો છે. બેશક, મારી પાસે કેટલા બધા પ્રામાણિક અને શુદ્ધ ભક્તો છે. તે મારૂ સદભાગ્ય છે. પણ હું સંતુષ્ટ થઈ જાત, જો મને એક પણ મળ્યો હોત તો. લાખો કહેવાતા તારાઓની કોઈ જરૂર નથી.

તો તેથી આ વિધિ છે, અને તે ખૂબજ સરળ છે, અને જ્યારે આપણે ભગવદ ગીતાની બધી શિક્ષાઓ સમજીશુ અને પછી આપણે શ્રીમદ ભાગવતમનો અભ્યાસ કરીશું... અથવા તમે નહીં પણ વાંચો, ચૈતન્ય મહાપ્રભુએ આપણને ખૂબજ સરળ પદ્ધતિ આપી છે. તેની ભલામણ શાસ્ત્રમાં પણ થયેલી છે:

હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ
કલૌ નાસ્ત્યેવ નાસ્ત્યેવ નાસ્ત્યેવ ગતિર અન્યથા
(ચૈ.ચ.આદિ ૧૭.૨૧)

જો તમને વૈદિક સાહિત્ય વાંચવું છે, તે પણ ખૂબજ સરસ છે. તે તમને મજબૂત પાયો આપશે. તો આપણી પાસે પચાસ પુસ્તકો તો છે જ. તમે અભ્યાસ કરો. તત્વજ્ઞાનમાં, ધર્મમાં, સમાજશાસ્ત્રમાં મહાન વિદ્વાન બનો. શ્રીમદ ભાગવતમમાં બધું આપેલું છે, રાજકારણ પણ. અને તમે સંપૂર્ણ માણસ બની શકો છો, પૂર્ણ જ્ઞાન સાથે. અને જો તમે એમ વિચારો છો કે તમારી પાસે એટલો સમય નથી અને તમે એટલા સારા વિદ્વાન નથી, તમે આ બધા પુસ્તકો વાંચી નથી શકતા, તો હરે કૃષ્ણનો જપ કરો. કોઈ પણ માર્ગે તમે સિદ્ધ બની શકો છો, બન્ને રીતે કે ઓછામાં ઓછું એક રીતે. જો તમે આ બધા પુસ્તકો વાંચી નથી શકતા, તો તમે હરે કૃષ્ણનો જપ કરો. તમે સિદ્ધ બની જશો. અને જો તમે પુસ્તકો વાંચશો અને હરે કૃષ્ણનો જપ કરશો, તે બહુ જ સરસ છે. પણ તેમાં કોઈ નુકસાન નથી. જો તમે હરે કૃષ્ણનો જપ કરી શકો છો પણ કોઈ પુસ્તક વાંચી નથી શકતા, તેમાં કોઈ હાની નથી. તેમાં કોઈ નુકસાન નથી. જપ એકમાત્ર પૂરતું છે. પણ જો તમે વાંચશો, તો તમે વિરોધી પક્ષોથી તમારું રક્ષણ કરી શકશો. તે તમને પ્રચાર કાર્યોમાં મદદ આપશે. કારણકે પ્રચાર કાર્યમાં તમારે એટલા બધા પ્રશ્નોના ઉત્તર આપવા પડે છે, અને તમારે એટલા બધા વિરોધી તત્ત્વોને મળવું પડે છે, તો જો તમે આ પુસ્તકો, વૈદિક સાહિત્યને વાંચીને ખૂબજ સમર્થ સ્થિતિમાં છો, તો તમે કૃષ્ણના ખૂબજ, ખૂબજ પ્રિય બની જશો. કૃષ્ણ કહે છે,

ન ચ તસ્માત મનુષ્યેશુ
કશ્ચિન મે પ્રિય કૃત્તમ:
(ભ.ગી. ૧૮.૬૯)
ય ઈદમ પરમમ ગુહ્યમ
મદ ભક્તેશુ અભિધાસ્યતી
(ભ.ગી. ૧૮.૬૮)

જે પણ આ ગુહ્ય જ્ઞાનનો પ્રચાર કરે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬), જો તે આ સંદેશને આખી દુનિયામાં પ્રચાર કરવા માટે પૂર્ણ રૂપે યોગ્ય છે, તો તરતજ તે પરમ ભગવાન દ્વારા ખૂબજ નોંધનીય બની જાય છે.