GU/Prabhupada 0138 - ભગવાન ખૂબજ દયાળુ છે. તમે જે પણ ઈચ્છા કરશો, તેઓ પરિપૂર્ણ કરશે



Ratha-yatra -- Philadelphia, July 12, 1975

મહિલાઓ અને સજ્જનો, સૌ પ્રથમ હું તમને ધન્યવાદ આપવા માગું છું, આ મહાન નગર, ફિલાડેલ્ફિયાના વાસિઓને. તમે એટલા બધા દયાળુ છો, ઉત્સાહી છો, આ આંદોલનમાં ભાગ લેવા માટે. તો હું તમારો ખૂબજ ઋણી છું. વિશેષ કરીને હું આ અમેરિકી છોકરાઓ અને છોકરીઓનો ખૂબજ કૃતજ્ઞ છું જે મને બહુ મદદ કરે છે પાશ્ચાત્ય દેશોમાં આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ફેલાવવામાં. મને મારા ગુરુ મહારાજનો આદેશ મળ્યો હતો આ કૃષ્ણ ભાવનામૃતને પશ્ચિમ દેશોમાં ફેલાવવા માટે. તો ૧૯૬૫માં હું પેહલા ન્યુ યોર્કમાં આવ્યો હતો. પછી ૧૯૬૬માં આ સમાજની નોંધણી થઈ, અને ૧૯૬૭માં આ આંદોલન નિયમિત રીતે ચાલી રહ્યું છે અમેરિકા, યુરોપ અને કેનેડામાં, અને પેસિફિક મહાસાગરના દક્ષીણમાં, ઓસ્ટ્રેલિયામાં અને આખી દુનિયામાં.

તો હું તમને થોડી જાણકારી આપવા માગું છું આ કૃષ્ણ ભાવનામૃતના સંબંધમાં. કૃષ્ણ, આ શબ્દ, એટલે કે સર્વ-આકર્ષક. કૃષ્ણ બધા જીવોને માટે આકર્ષક છે, માત્ર મનુષ્યો જ નહીં. પશુ, પક્ષી, મધ-માખી, વૃક્ષ, પુષ્પ, ફળ, પાણી. તે વૃંદાવનનું ચિત્ર છે. આ ભૌતિક જગત છે. આપણને આધ્યાત્મિક જગતનો કોઈ અનુભવ નથી. પણ આપણને એક ઝલક માત્રનો ખ્યાલ આવી શકે છે, આત્મા શું છે અને પદાર્થ શું છે.

માત્ર સમજવાનો પ્રયત્ન કરો એક જીવતા માણસ અને મરેલા શરીરમાં અંતર શું છે. એક મરેલું શરીર એટલે કે જેવી શરીરના અંદરથી જીવ શક્તિ જતી રહે છે, ત્યારે તે મરેલો પદાર્થ છે, વ્યર્થ છે. અને જ્યા સુધી આ જીવ શક્તિ છે, ત્યા સુધી આ શરીર ખૂબજ મહત્વનું છે. તો જેમ આપણે અનુભવ કરીએ છીએ આ શરીરમાં, થોડોક મરેલો પદાર્થ છે અને થોડીક જીવ શક્તિ છે, તેવી જ રીતે, બે જગત છે: ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત. આપણે બધા જીવો, દરેક, આપણે આધ્યાત્મિક જગતથી છીએ. આપણે આ ભૌતિક જગતથી નથી. કોઈ કારણથી, આપણે આ ભૌતિક જગત અને ભૌતિક શરીરના સંસ્પર્શમાં છીએ, અને આપણું કર્તવ્ય છે કે આપણે શાશ્વત જીવ શક્તિ હોવા છતાં, આ ભૌતિક શરીર સાથેના આપણા સંપર્કના કારણે, આપણે ચાર કષ્ટ ઉઠાવવા પડે છે: જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધી. તે આપણે ભોગવવા પડે છે. આ ભૌતિક જગતમાં આપણને એક પ્રકારનું શરીર મળે છે, અને તે એક ચોક્કસ સમયે અંત પામે છે. જેમ કે કોઈ પણ ભૌતિક વસ્તુ. તમે ઉદાહરણ માટે, તમારા વસ્ત્રને લો. તમે એક પ્રકારના વસ્ત્રથી સજ્જિત છો, પણ જ્યારે તે જૂનું થઈ જાય છે, અને ઉપયોગ કરવા માટે યોગ્ય નથી, ત્યારે તમે તેને ફેકી દો છો, અને તમે બીજુ વસ્ત્ર લો છો. તો આ ભૌતિક શરીર આધ્યાત્મિક જીવ શક્તિનું વસ્ત્ર છે. પણ કારણકે આપણે આ ભૌતિક જગતથી આસક્ત છીએ, આપણે ભૌતિક જગતનો ભોગ કરવા ઈચ્છીએ છીએ, આપણને વિવિધ પ્રકારના શરીર મળે છે. ભગવદ ગીતામાં તેને એક યંત્રના રૂપે સમજાવવામાં આવેલું છે, વાસ્તવમાં તે એક યંત્ર છે, આ શરીર. ભગવદ ગીતામાં તે કહેલું છે,

ઈશ્વર: સર્વ-ભૂતાનામ
હ્રદેશુ અર્જુન તિષ્ઠતી
ભ્રામયન સર્વ ભૂતાની
યંત્રારૂઢાણી માયયા
(ભ.ગી. ૧૮.૬૧)

તો આપણે જીવો, આપણે ઈચ્છા કરીએ છીએ. "માણસ ઈચ્છે છે, ભગવાન પૂર્ણ કરે છે." ભગવાન ખૂબજ દયાળુ છે. જે પણ તમે ઇચ્છશો, તેઓ તે પૂર્ણ કરશે. જોકે તેઓ કહે છે "આ પ્રકારની ભૌતિક ઈચ્છાઓ તમને ક્યારેય પણ સંતુષ્ટ નહીં કરે", પણ છતાં આપણને જોઈએ છે. તેથી ભગવાન આપણને આપે છે, કૃષ્ણ, વિવિધ પ્રકારના શરીર આપણી વિવિધ ઈચ્છાઓને પૂરી કરવા માટે. તેને કેહવાય છે ભૌતિક, બદ્ધ જીવન. આ શરીર, ઈચ્છા મુજબ શરીરનું બદલાવું, તેને ઉત્ક્રાંતિક વિધિ કેહવામાં આવે છે. ઉત્ક્રાંતિથી આપણે આ મનુષ્ય રૂપના દેહમાં આવીએ છીએ, બીજા કેટલા લાખો શરીરો પછી. જલજા નવ લક્ષાણી સ્થાવરા લક્ષ વિમ્શતી. આપણે જળમાં ૯,૦૦,૦૦૦ યોનીયોમાંથી પસાર થઈએ છીએ. તેમજ વીસ લાખ યોનીયો વૃક્ષોના રૂપે. આ રીતે, પ્રકૃતિની રીતે, પ્રકૃતિ આપણને આ મનુષ્ય રૂપના જીવનમાં લાવે છે, માત્ર આપણી ચેતનાને જાગૃત અથવા વિકસિત કરવા માટે. પ્રકૃતિ આપણને તક આપે છે, "હવે તમારે શું કરવું છે? હવે તમારી પાસે વિકસિત ચેતના છે. હવે તમારે ફરીથી ઉત્ક્રાંતિક વિધિમાંથી પસાર થવું છે કે તમારે ઉચ્ચ લોકોમાં જવું છે, કે તમારે ભગવાન કૃષ્ણ પાસે જવું છે, કે તમારે અહિયાં રેહવું છે?" આ બધા વિકલ્પો છે આપણી પાસે. તે ભગવદ ગીતામાં કહેલું છે,

યાન્તિ દેવા વ્રતા દેવાન
પિતૃન યાન્તિ પિતૃ વ્રતા:
ભૂતેજ્યા યાન્તિ ભૂતાની
મદ્યાજીનો અપિ યાન્તિ મામ
(ભ.ગી. ૯.૨૫)

તો હવે તમે તમારી પસંદગી કરો. જો તમારે ઉચ્ચ લોકોમાં જવું છે, તો તમે જઈ શકો છો. જો તમારે આ મધ્ય લોકોમાં રેહવું છે, તમે તેમ કરી શકો છો.. અને જો તમારે નીચેના લોકોમાં જવું છે, તો તમે તે પણ કરી શકો છો. અને જો તમારે ભગવાન, કૃષ્ણ પાસે જવું છે, તમે તે પણ કરી શકો છો. તે તમારી પસંદગી ઉપર છે. તેથી, શું અંતર છે આ ભૌતિક જગતમાં, ઉચ્ચ લોકોમાં કે નીચેના લોકોમાં અને આધ્યાત્મિક જગત શું છે? આધ્યાત્મિક જગત એટલે કે ત્યાં કોઈ ભૌતિક ભોગ નથી. બધું ત્યાં આધ્યાત્મિક છે, જેમ મે તમને કહ્યું. વૃક્ષો, પુષ્પો, ફળો, જળ, પશુઓ - બધું આધ્યાત્મિક છે. તો ત્યાં કોઈ નાશ નથી. તે શાશ્વત છે. તો જો તમારે તે આધ્યાત્મિક જગતમાં જવું છે, તો તમને તે તક મળી શકે છે આ મનુષ્ય જન્મમાં, અને જો તમારે આ ભૌતિક જગતમાં રેહવું છે, તે પણ તમે કરી શકો છો.