GU/Prabhupada 0141 - માતા દૂધ આપે છે, અને તમે માતાને મારો છો



Garden Conversation -- June 14, 1976, Detroit

જયદ્વૈત: કોલેજ કાર્યક્રમમાં, સતસ્વરૂપ મહારાજ અને હું વર્ણાશ્રમ-ધર્મ પર ઘણા વર્ગો આપી રહ્યા છે. કારણકે તેઓ હમેશા હિંદુ જાતી પ્રથા વિષે કંઇક સંભાળવા માંગતા હોય છે, તેથી તેઓ તે આધાર પર અમને લઇ શકે. અને પછી અમે વર્ણાશ્રમ-ધર્મ પર બોલીએ. અને તેમની પાસે કોઈ ખ્યાલ નથી તેને હરાવવાનો. તેઓ હમેશા, કઇંક થોડી નબળી દલીલ કરે, પરંતુ તેમની પાસે કોઈ વધારે સારી વિધિ નથી.

પ્રભુપાદ: તેમની દલીલ શું છે?

જયદ્વૈત: ભાગ્યે જ.... તેમની પાસે થોડીક જ સમજણ છે, તેઓ દલીલ કરે કે સામાજિક ગતિશીલતા નથી, કારણકે તેમની પાસે કઈક શારીરિક સમજણ છે કે જન્મથી જાતી.

પ્રભુપાદ: ના, તે હકીકત નથી.

જયદ્વૈત: ના.

પ્રભુપાદ: લાયકાત.

જયદ્વૈત: જયારે અમે વાસ્તવિક વિચાર પ્રસ્તુત કરીએ, ત્યારે તેઓ માત્ર ત્યા બેઠા રહે, તેમની પાસે કોઈ દલીલ નથી. અને પછી અમે તેમના પદ્ધતિને પડકાર આપીએ, કે "તમારા સમાજનો હેતુ શું છે? તેનો ધ્યેય શું છે?" અને તેઓ કઈ નથી કહી શકતા.

પ્રભુપાદ: જ્યાં સુધી પ્રવૃત્તિનું વિભાજન ના થાય, ત્યાં સુધી કઈ પણ સંપૂર્ણપણે સારી રીતે કરી શકાય નહીં. એ કુદરતી વિભાજન આ શરીરમાં છે - માથું, હાથ, પેટ અને પગ. તેવી જ રીતે, સામાજિક શરીરમાં પણ માથું હોવું જ જોઈએ, બુદ્ધિશાળી પુરુષનો વર્ગ, બ્રાહ્મણ. પછી બધું સરળતાથી થાય છે. અને, હાલના ક્ષણમાં, કોઈ હોશિયાર વર્ગના પુરુષ નથી. બધા મજુર, કાર્યકર વર્ગના પુરુષ, ચોથો વર્ગ. પ્રથમ વર્ગ, બીજો વર્ગ નહીં. તેથી સમાજ અસ્તવ્યસ્ત હાલતમાં છે. કોઈ મગજ નથી.

જયદ્વૈત: તેમનો એક માત્ર વાંધો, જયારે અમે એ રજૂ કરીએ કે બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, સન્યાસ છે, પછી તેઓ આપોઆપ પ્રતિકૂળ બની જાય, કારણકે તેઓ સમજી જાય કે અમે ઇન્દ્રિયતૃપ્તિની વિરોધમાં છીએ.

પ્રભુપાદ: હા. ઇન્દ્રિયતૃપ્તિ પ્રાણી સંસ્કૃતિ છે. અને ઇન્દ્રિય નિયંત્રણ એટલે માનવ સંસ્કૃતિ... ઇન્દ્રિયતૃપ્તિ એ માનવ સમાજ નથી. ઇન્દ્રિયતૃપ્તિ એ માનવ સંસ્કૃતિ નથી. ના. તેઓ તે જાણતા નથી. તેમનો કેન્દ્રીય બિંદુ ઇન્દ્રિયતૃપ્તિ છે. તે ખામી છે. તેઓ પ્રાણી સંસ્કૃતિને માનવ સંસ્કૃતિ તરીકે ચલાવી રહ્યા છે. તે ખામી છે. ઇન્દ્રિયતૃપ્તિ એ પ્રાણી સંસ્કૃતિ છે. અને ખરેખર તેઓ પ્રાણીઓ છે. જો તેઓ તેમના પોતાના બાળકને મારી શકે છે, તો તે પ્રાણી છે. જેમ કે બિલાડીઓ, કૂતરાઓની જેમ, તેઓ તેમના પોતાના બાળકને મારી નાખે છે. તે શું છે? તે પ્રાણી છે. કોણ વાત કરતુ હતું કે બાળકને મુકીને, તે શું છે, સામાન છોડીને?

હરી-સૌરી: છુટેલા-સામાનના કબાટ. ત્રિવિક્રમ મહારાજ, જાપાનમાં. તેમણે કહ્યું બે લાખથી વધુ, અહ, વીસ હજાર બાળકો, તેઓ તેમને છુટેલા-સામાનના કબાટમાં મુકે અને છોડી દે છે.

પ્રભુપાદ: બસ સ્ટેશન? રેલ્વે સ્ટેશન? સામાન છોડી દે. મૂકી દેવાનું અને બંધ કરવાનું, પછી પાછા આવવાનું નહીં. પછી જયારે ખરાબ ગંધ આવે.... આ ચાલી રહ્યું છે. આ ફક્ત પ્રાણી સંસ્કૃતિ છે. ગાય પાસેથી દૂધનું છેલ્લું ટીપું લેવાનું અને તરત જ તેને કતલખાનામાં મોકલી દેવાની. તેઓ આવું કરી રહ્યા છે. કતલખાનામાં મોકલતા પહેલા, તેઓ ગાય પાસેથી દૂધનું છેલ્લું ટીપું પણ લઈ લે છે. અને તરત જ હત્યા. તમને દૂધ જોઈએ છે, તમે ખુબ જ દૂધ લઇ રહ્યા છો, દૂધ વગર તમે ના… અને તમે જે પ્રાણી પાસેથી દૂધ લઈ રહ્યા છો, તે તમારી માતા છે. આ તેઓ ભૂલી જાય. માતા દૂધ પૂરું પડે છે, તે તેના શરીરમાંથી દૂધ પૂરું પાડે છે, અને તમે તમારી માતાની હત્યા કરો છો? આ સંસ્કૃતિ છે? માતાની હત્યા? અને દૂધ જરૂરી છે. તેથી તમે તેના છેલ્લા ટીપા સુધી લઈ રહ્યા છો. નહિતો, ગાય પાસેથી દૂધ તેના છેલ્લા ટીપા સુધી લેવાનો મતલબ શું છે? તે જરૂરી છે. તેથી શા માટે તેને જીવંત નથી રેહવા દેતા અને તમને દૂધ પૂરું પાડવા દો, અને તમે દૂધમાંથી સેંકડો અને હજારો ખૂબ પૌષ્ટિક સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવી શકો? ક્યાં છે તે બુદ્ધિ? દૂધ કઈ નથી પરંતુ લોહીનું રૂપાંતર છે. તેથી લોહી લેવાના બદલે, તેનું રૂપાંતર લો અને સરસ રીતે જીવો, પ્રામાણિક સજ્જનની જેમ. ના. તેઓ સજ્જન પણ નથી. બદમાશો, અસંસ્કૃત. અગર તમે માંસ લેવા માંગતા હોય, તમે ભૂંડો અને કુતરાઓ જેવા કેટલાક નગણ્ય પ્રાણીઓને મારી શકો જેમનો કોઈ ઉપયોગ નથી. તમે તેમને ખાઈ શકો, જો તમારે ખાવું જ છે. તે માન્ય છે, ભૂંડો અને કૂતરાઓ મંજુર છે. કારણકે કોઈ સજ્જન વર્ગ માંસ લેશે નહીં. તે નીચલો વર્ગ છે. તેથી તેમને મંજુરી મળી હતી, "ઠીક છે, તમે ભૂંડો ખાઈ શકો છો, શ્વપાચ." નીચલા વર્ગના માણસ, તેઓ ભૂંડો અને કુતરાઓ ખાતા હતા. હજી પણ, તેઓ લે છે. તો જો તમારે માંસ જોઈએ છે, તમે બિનમહત્વપૂર્ણ પ્રાણીઓને મારી શકો. શા માટે તમે એવા પ્રાણીને મારો છો જેના દૂધનું છેલ્લું ટીપું પણ તમને જોઈએ છે? આનો શું અર્થ છે? અને જેટલું જલ્દી તમે કૃષ્ણને સ્વીકારો, તેમણે પૂતનાને મારી પરંતુ તેને માતાનું પદ આપ્યું. કારણકે કૃષ્ણને આભાર લાગ્યો, કે "પૂતનાનો હેતુ જે પણ હોય, પરંતુ મેં તેના સ્તનોનું પાન કર્યું છે, તેથી તે મારી માતા છે." તો આપણે ગાય પાસેથી દૂધ લઈ રહ્યા છે. ગાય મારી માતા નથી? કોણ દૂધ વગર જીવી શકે છે? અને કોણે ગાયનું દૂધ નથી લીધું? તરત જ, સવારમાં, તમેને દૂધ જોઈએ છે. અને આ પ્રાણી, તે દૂધ પૂરું પડે છે, તે માતા નથી? તેનો શું અર્થ છે? માતૃહત્યા વાળી સંસ્કૃતિ. અને તેમને ખુશ રેહવું છે. અને સમયાંતરે પ્રતિક્રિયા રુપે મહાયુદ્ધ અને જથ્થાબંધ હત્યાકાંડ થાય છે.