GU/Prabhupada 0146 - મારી ગેરહાજરીમાં, જો ટેપ ચલાવવામાં આવે, તો તે બિલકુલ આ જ ધ્વનિ ઉત્પન્ન કરશે



Lecture on BG 7.4 -- Nairobi, October 31, 1975

કૃષ્ણ કહે છે કે તમે ભૌતિકપદાર્થને કઈ રીતે સમજી રહ્યા છો. ભૌતિક વિજ્ઞાનીઓ, તેઓ પૃથ્વીનો અભ્યાસ કરી રહ્યા છે. શું કહેવામાં આવે છે? ભૂમિના નિષ્ણાત. તેઓ ભૂમિનો અભ્યાસ કરી રહ્યા છે: ખાણ ક્યાં છે? સોનું ક્યાં છે? કોલસો ક્યાં છે? આ, પેલું ક્યાં છે? ઘણી બધી વસ્તુઓ, તેઓ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ તેઓ જાણતા નથી કે આ બધી વસ્તુઓ ક્યાંથી આવી. અહી છે.. કૃષ્ણ સમજાવે છે કે ભિન્ના મે પ્રકૃતિ: "આ મIરી શક્તિ છે, મારી શક્તિ." કેવી રીતે જુદા જુદા રાસાયણિક અને ભૂમિ તત્વો પ્રગટ થયા, દરેક જણ જિજ્ઞાસુ છે, કોઈ પણ વૈચારિક માણસ. અહી જવાબ છે. અહી જવાબ છે, કે

ભૂમિર અપો અનલો વાયુ:
ખમ મનો બુદ્ધીર એવ ચ
અહંકાર ઇતીયમ મે
ભિન્ના પ્રકૃતિ અષ્ટધા
(ભ.ગી. ૭.૪)

ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. જેમ હું બોલી રહ્યો છું, તે રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે. પરંતુ મારી ગેરહાજરીમાં, જો રેકોર્ડ ચાલુ કરવામાં આવે તો તેજ ધ્વનિ કંપન થશે. તેથી આ મારી શક્તિ છે અથવા બીજા કોઈની શક્તિ, પરંતુ ભિન્ના, મારાથી જુદી થયેલી. તમારે તે રીતે સમજવું પડશે. તેથી દરેક વસ્તુ ભગવાનની શક્તિ છે, કૃષ્ણ, પરંતુ આ ભૌતિક જગત એટલે કે આપણે કૃષ્ણને ભૂલી રહ્યા છે. આ શક્તિ આવી ક્યાંથી? તે મુદ્દો આપણે ભૂલી રહ્યા છે. ભિન્ના. જે જાણે છે... જેમ કે તે જ ઉદાહરણ. રેકોર્ડમાં વાગવાનું ચાલું જ છે, પરંતુ જે આ વાણી કોણે રેકોર્ડ કરી છે તે જાણતો નથી, તે શોધી શકશે નહીં. પરંતુ જે અવાજને ઓળખે છે, તે સમજી શકે, "તે પ્રભુપાદમાથી આવે છે, અથવા સ્વામીજી." તે જ પ્રમાણે, શક્તિ છે, પરંતુ આપણે શક્તિનો સ્ત્રોત ભૂલી ગયા છે અથવા આપણે શક્તિનો સ્ત્રોત જાણતા નથી, તેથી આપણે ભૌતિક વસ્તુઓને અંતિમ ગણીએ છે. આ આપણી અજ્ઞાનતા છે.

આ પ્રકૃતિ, આ ભૌતિક જગત, આ વસ્તુઓથી બનેલું છે: ભૂમિર અપો અનલો વાયુ: ખમ મનો બુદ્ધીર એવ ચ (ભ.ગી. ૭.૪). તો આ ક્યાંથી આવ્યું? તે કૃષ્ણ સમજાવે છે, કે "તેઓ મારી શક્તિઓ છે." કારણકે આપણે જાણવું જ પડે, તેથી... કૃષ્ણને સમજવાનો અર્થ વ્યક્તિએ જાણવું જ જોઈએ કે આ પૃથ્વી શું છે, જળ શું છે, આ અગ્નિ શું છે, આ હવા શું છે, આ આકાશ શું છે, આ મન શું છે, આ અહંકાર શું છે. આ ભૌતિક વસ્તુઓ, તેઓએ જાણવું જોઈએ કે આ વસ્તુઓ ક્યાંથી આવી. તેઓ ફક્ત સિદ્ધાંત સ્થાપિત કરે છે કે પાણી કોઈ રસાયણ, હાઈડ્રોજન, ઓક્સિજનનું સંયોજન છે. પરંતુ ક્યાંથી આવ્યું આ સંયોજન, હાઇડ્રોજન, ઓક્સિજન? તેનો તેઓ જવાબ આપી શકતા નથી. તો તેથી આ અચિંત્ય-શક્તિ કહેવામાં આવે છે. અચિંત્ય-શક્તિ. જો તમે લાગુ પાડો નહીં, જો તમે નકારો, અચિંત્ય-શક્તિ, ભગવાનમાં, અચિંત્ય-શક્તિ, ગહન શક્તિ, તો પછી કોઈ ઈશ્વર નથી. અચિંત્ય શક્તિ સંપન્ન:

હવે તમે સમજી શકો કે તે અચિંત્ય-શક્તિ શું છે. અચિંત્ય-શક્તિ તમારી પાસે પણ છે, અચિંત્ય- શક્તિ, દરેક જણ પાસે, કારણ કે આપણે ઈશ્વરના અભિન્ન અંશ છીએ. તેથી સૂક્ષ્મ... પરંતુ આપણે છે.. તે માત્રા શું છે? માપ છે, તે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે… તે શું છે? કેશાગ્ર સત ભાગસ્ય સતધા કલ્પીતસ્ય ચ જીવભાગ: સ વિજ્ઞેય: સ ચાનન્ત્યાય કલ્પતે (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૪૦). કેશાગ્ર સત ભાગસ્ય. ફક્ત ખ્યાલ અપાયો છે. તે શું છે? વાળના અગ્રભાગ, ફક્ત નાનું બિંદુ, તમે આ બિંદુના એકસો ભાગ પાડો. અને તે એક ભાગના ફરીથી એકસો ભાગ પાડો. તે છે, અર્થાત, વાળના અગ્ર ભાગના દશ હજારમો ભાગ. તે બિંદુ જેવુ. તે કદ છે જીવનું, જીવાત્મા, આધ્યાત્મિક તણખાનું, પરમાણુ ભાગનું, અણુ ભાગનું. તો કેશાગ્ર સત ભાગસ્ય સતધા કલ્પીતસ્ય ચ જીવભાગ: સ વિજ્ઞેય: સ ચાનન્ત્યાય કલ્પતે (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૪૦).

તેથી કદ છે, પરંતુ ભૌતિક આંખોમાં, આપણે ફક્ત સ્થૂળ વસ્તુને જ જોઈ શકીએ છે, સૂક્ષ્મ વસ્તુઓ આપણે સમજી શકતા નથી. પરંતુ તમારે શાસ્ત્રમાંથી સમજવું જોઈએ, શ્રુતિમાંથી. પછી તમે સમજી શકો. ભગવદ ગીતામાં શ્લોક છે, ઇન્દ્રીયાણી પરાણી આહુર ઇન્દ્રિયેભ્યઃ પરમ મન: મનસસ તુ પરા બુદ્ધિ: (ભ.ગી. ૩.૪૨). જેમ કે અહી કહેવામાં આવ્યું છે મનો બુદ્ધિ: મનસસ ચ પરા બુદ્ધિ: મનથી ચડિયાતી બુદ્ધિ છે. તે છે.. બીજી જગ્યાએ તે સમજાવવામાં આવ્યું છે સ્થૂળ વસ્તુ એટલે આ ઇન્દ્રિયો. ઇન્દ્રીયાણી પરાણી આહુ: આ સ્થૂળ દ્રષ્ટિ છે. હું માણસને જોઉં છું એટલે કે હું તેના શરીરને જોઉં છું, તેની આંખો, તેના કાન, તેના હાથ અને પગ અને દરેક વસ્તુ. તે સ્થૂળ દ્રષ્ટી છે. પરંતુ આ સ્થૂળ ઇન્દ્રિયો કરતા ઉચ્ચ, મન છે જે ઇન્દ્રિયોને નિયંત્રિત કરી રહ્યું છે. તે તમે જોઈ શકતા નથી. ઇન્દ્રીયાણી પરાણી આહુર ઇન્દ્રિયેભ્યઃ પરમ મન: (ભ.ગી. ૩.૪૨). પછી મન બુદ્ધિથી નિયંત્રિત થાય છે. મનસસ ચ પરા બુદ્ધિ: તેથી તમારે તે રીતે અભ્યાસ કરવો પડે. ફક્ત સામાન્ય માણસની જેમ જો તમે નકારી કાઢો કે "ઈશ્વર નથી, આત્મા નથી," આ ફક્ત ધૂર્તતા છે, ફક્ત ધૂર્તતા. ધૂર્ત બની રહો નહીં. અહી ભગવદગીતા છે. દરેક વસ્તુ ખુબ ચોકસાઈથી શીખો, ખુબ ઝીણવટથી. અને તે દરેક જણ માટે ખુલ્લુ છે.