GU/Prabhupada 0183 - શ્રીમાન ઘુવડ, કૃપા કરીને તમારી આંખો ખોલો અને સૂર્યને જુઓ



Lecture on SB 6.1.37 -- San Francisco, July 19, 1975

ભગવાન પ્રચાર કરી રહ્યા છે કે ,"અહી હું છું. હું આવ્યો છું." પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ (ભ.ગી. ૪.૮). "હું તમારી સમક્ષ પ્રકટ થયો છું માત્ર તમને રાહત આપવા માટે." પરિત્રાણાય સાધુનામ. "તમે મને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો અહી હું છું. હું ઉપસ્થિત છું. તમે કેમ વિચારો છો કે ભગવાન નિરાકાર છે? અહી હું છું, કૃષ્ણ, રૂપ. તમે જુઓ, મારા હાથમાં મુરલી છે, અને મને ગાયો બહુ ગમે છે. હું ગાયોને, ઋષિયોને અને બ્રહ્માને બધાને સમાન પ્રેમ કરું છું, કારણ કે તે બધા મારા પુત્રો છે વિવિધ શરીરોમાં." કૃષ્ણ રમે છે. કૃષ્ણ બોલે છે. છતાં, આ ધૂર્તો કૃષ્ણને સમજશે નહીં. તો કૃષ્ણનો વાંક શું છે? તે આપણો વાંક છે. અંધા. જેમ કે ધુવડ. ધુવડ ક્યારેય પણ સૂર્યપ્રકાશને જોવા આંખો નહીં ખોલે. તમને ખબર છે, ધુવડ? તો તે ખોલશે નહીં. ગમે તે તમે કહો, "શ્રીમાન ધુવડ, તમારી આંખો ખોલીને સૂર્યને જુઓ," "ના, સૂર્ય છે જ નહીં. હું નથી જોઈ શકતો." (હાસ્ય) આ ધુવડની સભ્યતા. તો તમારે આ ધુવડો સાથે લડવું પડશે. તમે ખૂબજ મજબૂત હોવા જોઈએ, વિશેષ કરીને સન્યાસીઓ. આપણે આ ધુવડો સાથે લડવું પડશે. આપણે તેમની આંખોને બળપૂર્વક ખોલવી પડશે, યંત્ર દ્વારા. (હાસ્ય) તો આ ચાલી રહ્યું છે. આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન બધા ધુવડોના વિરોધમાં લડાઈ છે.

તો અહી એક પડકાર છે: યુયમ વૈ ધર્મ રાજસ્ય યદી નિર્દેશ કારીણ: (શ્રી.ભા. ૬.૧.૩૮). નિર્દેશ-કારીણ: સેવક એટલે કે તેની પાસે બીજો કોઈ ઉપાય નથી સ્વામીના આજ્ઞાનું પાલન કર્યા વગર. તેથી નિર્દેશ કારીણ: તે વાદ વિવાદ નથી કરી શકતો. ના. જેની પણ આજ્ઞા મળેલી છે, તેનું પાલન કરવાનું છે. તો જો કોઈ પણ દાવો કરે છે... તે અપેક્ષા કરે છે... મને લાગે છે.. અહી વિષ્ણુદૂતોનું વર્ણન પણ થયું છે, વાસુદેવોક્ત કારીણ: તેઓ પણ સેવક છે. તો ઉક્ત એટલે કે જે પણ આદેશ તેમના સ્વામીએ તેમને આપ્યો છે, તેઓ પાલન કરે છે. તેવી જ રીતે, યમદૂત, તે યમરાજના સેવક છે. તેમને પણ નિર્દેશ કારિણ: કહીને સંબોધિત કરેલા છે. "જો તમે વાસ્તવમાં યમરાજના સેવક છો, તો તમે તેમના નિર્દેશન અનુસાર કાર્ય કરો, ત્યારે તમારે જાણવું જોઈએ ધર્મ શું છે અને અધર્મ શું છે." તો, વાસ્તવમાં તેઓ યમરાજના પ્રામાણિક સેવક છે, તેમાં કોઈ સંશય નથી. હવે તે પોતાની ઓળખ બતાવે છે આ રીતે, યમદૂત ઉચુ વેદ પ્રણિહિતો ધર્મ: (શ્રી.ભા. ૬.૧.૪૦), તરતજ જવાબ આપ્યો. "ધર્મ શું છે?".તે પ્રશ્નનો હતો. તરતજ જવાબ આપવામાં આવ્યો. તેમને ખબર છે કે ધર્મ શું છે. વેદ પ્રણિહિતો ધર્મ: "ધર્મ એટલે કે જે વેદોમાં સમજાવેલું છે." તમે ધર્મની રચના ના કરી શકો. વેદ મૂળ જ્ઞાન છે, વેદ એટલે કે જ્ઞાન. વેદ-શાસ્ત્ર. તો સૃષ્ટિના પ્રારંભથી, વેદ બ્રહ્માને આપવામાં આવ્યા હતા. વેદ... તેથી તેને અપૌરુષેય કેહવામાં આવે છે, તે રચિત નથી. તે શ્રીમદ ભાગવતમમાં સમજાવામાં આવ્યું છે, તેને બ્રહ્મ હ્રદ આદિ કવયે (શ્રી.ભા. ૧.૧.૧). બ્રહ્મ, બ્રહ્મ મતલબ વેદ. વેદોનું બીજું નામ છે બ્રહ્મ, આધ્યાત્મિક જ્ઞાન, કે સર્વ-પ્રકારનું જ્ઞાન, બ્રહ્મ. તો તેને બ્રહ્મ આદિ કવયે હ્રદ. તો વેદોને ગુરુની પાસેથી શીખવું પડે.

તો એમ કહેલું છે કે બ્રહ્મા પેહલા જીવ હતા જેમણે વેદોને સમજ્યા હતા. તો તેઓ કેવી રીતે સમજ્યા? શિક્ષક ક્યાં છે? બીજુ કોઈ પ્રાણી નથી. કેવી રીતે તેઓ વેદોને સમજ્યા? શિક્ષક કૃષ્ણ હતા, અને તેઓ બધાના હ્રદયમાં સ્થિત છે. ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રદેશે અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧). તો તેઓ હ્રદયથી શીખવાડે છે. તો કૃષ્ણ શીખવાડે છે - તેઓ એટલા બધા દયાળુ છે - ચૈત્ય ગુરુના રૂપે, હ્રદયથી, અને તેઓ તેમના પ્રતિનિધિને મોકલે છે, બહારથી. ચૈત્ય ગુરુ અને ગુરુ, બંને રીતે કૃષ્ણ પ્રયત્ન કરે છે. કૃષ્ણ એટલા બધા દયાળુ છે. તો તેથી વેદો, તે માનવ-રચિત ગ્રંથો નથી. વેદ, અપૌરુષેય. અપૌરુષેય એટલે કે કોઈના દ્વારા બનાવવામાં નથી આવ્યા... આપણે વેદોને સામાન્ય માનસિક તર્ક-વિતર્કવાળા પુસ્તક ન માનવા જોઈએ. ના. તે પૂર્ણ જ્ઞાન છે. તે પૂર્ણ જ્ઞાન છે. અને વ્યક્તિએ તેને તેના મૂળ રૂપે લેવું જોઈએ, કોઈ મિલાવટ વગર, કોઈ અર્થઘટન વગર. તો તે ભગવાન દ્વારા બોલાયેલા છે. તેથી ભગવદ ગીતા પણ વેદ છે. તે કૃષ્ણ દ્વારા કહેવામા આવેલું છે. તો તમે તેમાં કોઈ વધઘટ ના કરી શકો. તમારે તેને તેના મૂળ રૂપે લેવું જોઈએ. ત્યારે તમને સાચું જ્ઞાન મળશે.