GU/Prabhupada 0213 - મૃત્યુને રોકો - પછી હું તમારી ગૂઢ રહસ્યમય યોગ પદ્ધતિ માનીશ



Morning Walk -- June 17, 1976, Toronto

ભક્ત જીન: હવે, સ્વામીજી, આ મારા મનમાં એક પ્રશ્ન ઉઠાવે છે. ખ્રિસ્તી ધર્મમાં ગૂઢ રહસ્યમય વિદ્યાનો ઈતિહાસ ઈ.સ. ૧૦૦થી આજ સુધી છે. હવે થોડા પ્રસિદ્ધ ગૂઢ રહસ્યવાદીઓ હતા અને ઘણા બધા ઓછા પ્રસિદ્ધ ગૂઢ રહસ્યવાદીઓ હતા. હવે તમે આ ગૂઢ રહસ્યવાદીઓને કેવી રીતે વિભાજીત કરશો, આ ખ્રિસ્તી ગૂઢ રહસ્યવાદી, પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક?

પ્રભુપાદ: તે કોઈ ગૂઢ રહસ્યમય વિદ્યા છે. તેને આધ્યાત્મિક જીવન સાથે કઈ પણ લેવા દેવા નથી. તેમને કોઈ ચમત્કાર જોવાની ઈચ્છા છે, સામાન્ય રીતે, સાધારણ જનતા. તો આ ગૂઢ રહસ્યમય વિદ્યા, તેમને થોડા ચમત્કાર દેખાડીને તેમને વિસ્મિત કરવું. બસ. તેને આધ્યાત્મિક જીવન સાથે કઈ પણ લેવા દેવા નથી.

ભક્ત જીન: કદાચ તમે મને સરખી રીતે સમજ્યા નથી. હું સાચા ભક્તિમય ગૂઢ રહસ્યમય વિદ્યા વિષે વાત કરી રહ્યો હતો, જેમ કે ક્રોસના સૈન્ટ જોહન,અને આસીસીના સૈન્ટ ફ્રાન્સીસ.

પ્રભુપાદ: જો ભક્તિમય સેવા છે, તો ગૂઢ રહસ્યમય વિદ્યાની શું જરૂર છે? કોઈ જરૂર નથી. ભગવાન મારા સ્વામી છે, હું તેમનો સેવક છું. આ બધી વ્યર્થ ગૂઢ રહસ્યમય વિદ્યાની શું જરૂર છે?

ભક્ત જીન: મારા વિચારમાં આ ગૂઢ રહસ્યમય વિદ્યાના શબ્દ સાથે કેટલા બધા લોકો રમી રહ્યા છે, વિશેષ કરીને અમેરિકામાં.

પ્રભુપાદ: કેટલા બધા લોકો, આપણને ઘણા બધા લોકો સાથે કઈ પણ લેવાદેવા નથી. જો તમે વાસ્તવમાં ભગવાનના દાસ છો, તો ભગવાન છે, તમે સેવક છો. તો તમારું આદાન-પ્રદાન છે, માત્ર ભગવાનના આદેશનું પાલન કરવું. બસ. તમારે ગૂઢ રહસ્યમય વિદ્યા કેમ જોઈએ છે? શું લોકોને થોડા ભ્રમિત કરવા માટે? તમે ભગવાનની સેવા કરો. બસ. અને તે ખૂબજ સરળ વસ્તુ છે, ભગવાન શું આદેશ આપે છે. મનમના ભવ મદભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). ગૂઢ રહસ્યમય વિદ્યાનો પ્રશ્ન ક્યાં છે? ગૂઢ રહસ્યમય વિદ્યાનો કોઈ પણ સવાલ જ નથી. ભગવાન કહે છે "બસ હમેશા મારું ચિંતન કરો. મને પ્રણામ અર્પણ કરો અને મારી પૂજા કરો." બસ તેટલું જ. ગૂઢ રહસ્યમય વિદ્યાની જરૂર ક્યાં છે? તે બધી છેતરપિંડી છે.

ભારતીય વ્યક્તિ: હું તમને કહું છું, મને લાગે છે કે એક સિદ્ધાંત છે....

પ્રભુપાદ: તમે તમારી રીતે વિચાર કરો છો. ભારતીય વ્યક્તિ: ના સાહેબ. તે ખોટી ધારણા છે.....

પ્રભુપાદ: તમારી વિચારધારામાં કોઈ પણ અર્થ નથી જ્યા સુધી તમે માર્ગ ઉપર ન આવો.

ભારતીય વ્યક્તિ: ના સાહેબ. તે એક ખોટી ધારણા છે, ગૂઢ રહસ્યમય વિદ્યા. તેઓ કહે છે કે તે આધ્યાત્મિક ઉન્નતિ સાથે આવે છે. મને લાગે છે તે તેના વિશે કહી રહ્યો છે.

પ્રભુપાદ: સમસ્યા તે છે કે આપણે આ ભૌતિક જગતમાં જન્મ-જન્માંતરથી દુઃખ ભોગવીએ છીએ, અને આપણું લક્ષ્ય છે કેવી રીતે ફરીથી ભગવદ ધામ જવું. તે તેમને ખબર નથી. તેઓ કોઈ ગૂઢ રહસ્યમય વિદ્યા બતાવે છે. શું તેઓ... મૃત્યુને રોકીને બતાવો. ત્યારે હું તમારી ગૂઢ રહસ્યમય વિદ્યા જોઇશ. આ વ્યર્થ ગૂઢ રહસ્યમય વિદ્યા શું છે? શું તમે મૃત્યુને રોકી શકો છો? તે શક્ય નથી. ત્યારે આ ગૂઢ રહસ્યમય વિદ્યાનો શું અર્થ છે? બધું વ્યર્થ છે. મારી સમસ્યા છે કે હું એક શરીરને સ્વીકારું છું અને પછી કષ્ટ ભોગવું છું, કારણકે જેવું મને એક ભૌતિક શરીર મળશે, મારે કષ્ટ ભોગવવા પડશે. પછી હું બીજા શરીરનું નિર્માણ કરું છું. હું મરું છું. તથા દેહાંતર પ્રાપ્તિ: (ભ.ગી. ૨.૧૩). અને ફરીથી શરુ થાય છે બીજો અધ્યાય. આ રીતે, ઘાસથી દેવતાઓ સુધી હું માત્ર એક પછી એક શરીરને બદલું છું અને મરીને ફરીથી જન્મ લઉં છું. તે મારી સમસ્યા છે. ત્યારે ગૂઢ રહસ્યમય વિદ્યા શું કરશે? પણ તે તેમને ખબર નથી, કે સમસ્યા શું છે. તે ભગવદ ગીતામાં સ્પષ્ટ રૂપે વ્યક્ત છે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધી દુઃખ દોશાનુદર્શનમ ([[Vanisource:BG 13.8-12 (1972)|ભ.ગી. ૧૩.૯]). તે તમારી સમસ્યા છે. તમે વારંવાર જન્મ લઈને મરો છો, અને જ્યા સુધી તમે જીવીત છો કેટલી બધા સમસ્યાઓ છે. જરા-વ્યાધી. વિશેષ કરીને વૃદ્ધ અવસ્થા અને રોગ. તો આ સમસ્યા છે. ગૂઢ રહસ્યમય વિદ્યા તમારી શું મદદ કરશે? શું ગૂઢ રહસ્યમય વિદ્યા તમારી જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગને રોકી શકે છે? ત્યારે તે યોગ પદ્ધતિ છે. નહીતર તેવી વ્યર્થ વસ્તુઓની શું જરૂર છે. (તોડ) ...સાચા પથથી ભ્રષ્ટ થવું. તેમને ખબર નથી કે જીવનનું લક્ષ્ય શું છે, જીવનની સમસ્યા શું છે. તેઓ કોઈ ગૂઢ રહસ્યમય વિદ્યાનું નિર્માણ કરે છે, અને કોઈ ધૂર્ત લોકો તેની પાછળ છે. બસ. "અહી ગૂઢ રહસ્યવાદી યોગી છે."

ભારતીય: ભક્તો સાથે સંગ કરવું કેટલું મહત્વનું છે?

પ્રભુપાદ: હા. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવન્તિ હૃત-કર્ણ-રસાયણા: કથા: (શ્રી.ભા. ૩.૨૫.૨૫). તેથી સાધુ-સંગની જરૂર છે. ભક્તોનો સંગ. તેની જરૂર છે. ત્યારે આપણું જીવન સફળ થશે. આ ગૂઢ રહસ્યમય વિદ્યાથી નહીં.