GU/Prabhupada 0221 - માયાવાદીઓ વિચારે છે કે તેઓ ભગવાન સાથે એક થઈ ગયા છે



Janmastami Lord Sri Krsna's Appearance Day -- Bhagavad-gita 7.5 Lecture -- Vrndavana, August 11, 1974

કૃષ્ણ, જ્યારે અર્જુને તેમને પૂછ્યું - "તમે કહો છો કે તમે આ ભગવદ ગીતાનું તત્વજ્ઞાન સૂર્યદેવને શીખવાડ્યુ હતું, હું કેવી રીતે તેનો વિશ્વાસ કરી શકું?" - તેનો જવાબ છે કે "વસ્તુ છે કે આપણે બન્ને, આપણે ઉપસ્થિત હતા, પણ તું ભૂલી ગયો છે, પણ હું નથી ભૂલ્યો." તે અંતર છે કૃષ્ણ અને સામાન્ય જીવમાં... તેઓ પૂર્ણ છે, પણ આપણે પૂર્ણ નથી. આપણે અપૂર્ણ છીએ, કૃષ્ણના અંશમાત્ર ભાગ છે તેથી આપણે કૃષ્ણ દ્વારા નિયંત્રિત હોવા જ જોઈએ. જો આપણે કૃષ્ણ દ્વારા નિયંત્રિત થવા માટે સહમત નહી થઈએ, તો આપણે ભૌતિક શક્તિ દ્વારા નિયંત્રિત થઈશું, આ ભૂમીર આપો અનલો વાયુ: (ભ.ગી. ૭.૪). વાસ્તવમાં આપણે આધ્યાત્મિક શક્તિ છીએ. આપણે સ્વેચ્છાથી કૃષ્ણ દ્વારા નિયંત્રિત થવા માટે સમ્મત થવું જોઈએ. તે ભક્તિ છે. તે ભક્તિ છે. આપણે આધ્યાત્મિક શક્તિ છીએ, અને કૃષ્ણ પરમ આત્મા છે. તો જો આપણે સહમત થઈશું કૃષ્ણ દ્વારા નિયંત્રિત થવા માટે, તો આપણને આધ્યાત્મિક જગતમાં પ્રવેશ મળશે. જો આપણે સહમત થઈશું. કૃષ્ણ આપણા સૂક્ષ્મ સ્વતંત્રતાની વચ્ચે નથી આવતા. યથેચ્છસી તથા કુરુ (ભ.ગી. ૧૮.૬૩). કૃષ્ણ અર્જુનને કહે છે, "જે પણ તને ઠીક લાગે, તું કરી શકે છે." તે સ્વતંત્રતા આપણી પાસે છે.

તો તે સ્વતંત્રતાથી આપણે આ ભૌતિક જગતમાં આવ્યા છીએ, ભોગ કરવા માટે સ્વતંત્રતાથી. તો કૃષ્ણે આપણને છૂટ આપી છે, "તમે મુક્ત થઈને ભોગ કરી શકો છો." અને આપણે તે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ તેનું પરિણામ છે કે આપણે બદ્ધ થઇ રહ્યા છીએ. આપણને સ્વતંત્રતા મળી છે આ ભૌતિક જગતમાં કાર્ય કરવા માટે. બધા આ ભૌતિક જગતના સ્વામી બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ પણ સેવક બનવાનો પ્રયાસ નથી કરતું. માત્ર, આપણે, વૈષ્ણવો, સેવક બનવાનો પ્રયાસ કરીએ છીએ. કર્મી અને જ્ઞાની લોકો, તેમને સેવક બનવું ગમતું નથી. તેઓ આપણી નિંદા કરે છે કે "તમે વૈષ્ણવોને દાસત્વની માનસિકતા છે." હા, અમને દાસ ભાવ છે... ચૈતન્ય મહાપ્રભુએ શીખવાડ્યું છે, ગોપી ભર્તુ: પદ કમલયોર દાસ દાસાનુદાસ: (ચૈ.ચ. મધ્ય ૧૩.૮૦). તે આપણી સ્થિતિ છે. કૃત્રિમ રીતે દાવો કરવાનો શું ફાયદો છે કે, "હું સ્વામી છું"? જો હું સ્વામી હોત, તો આ પંખાની જરૂર કેમ છે? હું આ ઉનાળાના પ્રભાવનો સેવક છું. તેવી જ રીતે હું શિયાળામાં સેવક થઈશ, ખૂબ ઠંડી.

તો આપણે હમેશા સેવક છીએ. તેથી ચૈતન્ય મહાપ્રભુ કહે છે, જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯). વાસ્તવમાં, આપણી બંધારણીય સ્થિતિ કૃષ્ણના નિત્ય દાસ હોવાની છે. કૃષ્ણ પરમ નિયંત્રક છે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન આ હેતુ માટે છે કે, આ મૂર્ખ વ્યક્તિયો, કે ધૂર્તો, મૂઢા:... હું આ શબ્દોને નિર્મિત નથી કરી રહ્યો "મૂર્ખ" અને "ધૂર્તો". તે કૃષ્ણ દ્વારા કહેલા છે. ન મામ દુષ્કૃતીનો મૂઢા: પ્રપદ્યન્તે નરાધમા: (ભ.ગી. ૭.૧૫). તેમણે એમ કહ્યું છે. તમને મળશે. દુષ્કૃતિના:,જે હમેશા પાપમય કૃત્યો કરે છે, અને મૂઢા:, અને ધૂર્તો, ગધેડાઓ. નરાધમા:, માનવતામાં સૌથી નીચા. "ઓહ, તમે...? કૃષ્ણ, તમે આ ભૌતિકવાદી વૈજ્ઞાનિકો વિષે આટલું ખરાબ કહો છો?" કેટલા બધા તત્વજ્ઞાનીઓ છે. શું તે બધા નરાધમા: છે?" "હા, તે બધા નરાધમા: છે," "પણ તેઓ શિક્ષિત છે." "હા તે છે પણ..." પણ કયા પ્રકારની શિક્ષા? માયયા અપહ્રત જ્ઞાના: "તેમના શિક્ષણનું પરિણામ - જ્ઞાન માયા દ્વારા ચોરી કરવામાં આવ્યું છે." જેટલો વધારે વ્યક્તિ શિક્ષિત બને છે, વધારે તે નાસ્તિક બને છે.

વર્તમાન સમયે... હા, શિક્ષણનો અર્થ નથી કે... શિક્ષણ એટલે કે સમજવું. જ્ઞાની. શિક્ષા, શિક્ષિત એટલે કે બુદ્ધિશાળી માણસ, શિક્ષિત માણસ, જ્ઞાની. વાસ્તવિક જ્ઞાની એટલે કે મામ પ્રપદ્યતે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે (ભ.ગી. ૭.૧૯) તે શિક્ષા છે. શિક્ષાનો અર્થ એ નથી કે નાસ્તિક બનવું, "કોઈ ભગવાન નથી. હું ભગવાન છું. તમે ભગવાન છો, દરેક ભગવાન છે." તે શિક્ષણ નથી. તે અજ્ઞાન છે. માયાવાદીઓ, તેઓ વિચારે છે કે તેઓ ભગવાન સાથે એક થઇ ગયા છે. તે શિક્ષા નથી.