GU/Prabhupada 0226 - ભગવાનના નામ, યશ, કર્મ, સૌન્દર્ય અને પ્રેમનો પ્રચાર



Lecture -- Los Angeles, May 18, 1972

વાસ્તવમાં, કૃષ્ણ આ ભૌતિક જગતમાં નથી. જેમ કે કોઈ મોટો માણસ છે, તેની ફેક્ટરી ચાલે છે, ધંધો ચાલે છે, પણ જરૂરી નથી કે તે ત્યાં હોવો જ જોઈએ. તેવી જ રીતે, કૃષ્ણની શક્તિ કાર્ય કરે છે. તેમના સહાયકો, તેમના કેટલા બધા દેવતાઓ, તેઓ કાર્ય કરે છે. તેનું વર્ણન શાસ્ત્રોમાં છે. જેમ કે સૂર્ય. વાસ્તવમાં સૂર્ય આ ભૌતિક જગતનું મૂળ કારણ છે. તે બ્રહ્મ સંહિતામાં વર્ણિત છે:

યચ્ચક્ષુર એષ સવિતા સકલ ગ્રહાણામ
રાજા સમસ્ત સુર મૂર્તિર અશેષ તેજા:
યસ્યાજ્ઞયા ભ્રમતી સંભૃત કાલ ચક્રો
ગોવિન્દમ આદિ પુરુષમ તમ અહં ભજામી
(બ્ર.સં. ૫.૫૨)

ગોવિંદ... સૂર્યનું વર્ણન થયું છે, ભગવાનની એક આંખની જેમ. તે બધું જુએ છે. તમે પોતાને ભગવાનની દ્રષ્ટિથી છુપાવી ના શકો, જેમ કે તમે પોતાને સૂર્યપ્રકાશથી બચાવી ના શકો તો, આ રીતે, ભગવાનના નામમાં, કોઈ પણ નામ હોઈ શકે છે... અને તે વૈદિક સાહિત્યમાં સ્વીકૃત છે કે ભગવાનના કેટલા બધા નામ છે, પણ આ કૃષ્ણ નામ મુખ્ય નામ છે. મુખ્ય. મુખ્ય એટલે કે સૌથી શ્રેષ્ઠ. અને તે ખૂબજ સારી રીતે સમજાવવામાં આવ્યું છે: "સર્વ આકર્ષક" કેટલી બધી રીતે તેઓ સર્વ આકર્ષક છે. તો ભગવાનનું નામ...આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન ભગવાનના નામનો પ્રચાર કરે છે, ભગવાનની મહિમા, ભગવાનના કાર્યો, ભગવાનનું સૌન્દર્ય, ભગવાનનો પ્રેમ. બધું. જેમ કે આ ભૌતિક જગતમાં કેટલી બધી વસ્તુઓ છે, પણ બધા, બધા કૃષ્ણમાં છે. જે પણ તમારી પાસે છે.

જેમ કે અહી, સૌથી પ્રમુખ આકર્ષણ આ ભૌતિક જગતમાં મૈથુનનું આકર્ષણ છે. તો તે અહી કૃષ્ણમાં છે. આપણે રાધા અને કૃષ્ણની અર્ચના કરે છે, આકર્ષણ. પણ તે આકર્ષણ અને આ આકર્ષણ એક સમાન નથી. તે સત્ય છે અને અહી આ અસત્ય છે. આપણે પણ જે બધા સાથે વ્યવહાર કરીએ છીએ, તે આધ્યાત્મિક જગતમાં પણ છે, પણ તે માત્ર પ્રતિબિંબ છે. તેનું કોઈ વાસ્તવિક મૂલ્ય નથી. જેમ કે દરજીની દુકાનમાં, ક્યારેક ઘણી બધી સુંદર ઢીંગલીઓ હોય છે, એક સુંદર છોકરી ઉભી છે. પણ કોઈ તેની પરવાહ નથી કરતા. કારણ કે બધા જાણે છે કે "આ અસત્ય છે. કેટલું પણ સુંદર તે કેમ નથી, તે અસત્ય છે." પણ એક જીવિત નારી, જો તે સુંદર છે, કેટલા બધા લોકો તેને જુએ છે. કારણકે આ સત્ય છે. આ એક ઉદાહરણ છે. અહી કહેવાતા જીવિત વ્યક્તિ પણ મૃત છે, કારણકે શરીર જડ પદાર્થ છે. તે જડ પદાર્થનો ઢેર છે. જેવી આત્મા તે સુંદર સ્ત્રીના શરીરથી જતી રહે છે, કોઈ પણ તેને જોવા પણ નથી માગતા. કારણકે તે શરીર હવે તે દરજીના દુકાનમાં ઢીંગલીની બરાબર છે. તો સાચી વસ્તુ આત્મા છે, અને કારણકે અહી બધું મૃત જડ પદાર્થથી બનેલું છે, તેથી તે માત્ર બનાવટી છે, પ્રતિબિંબ છે. સાચી વસ્તુ આધ્યાત્મિક જગતમાં છે.

આધ્યાત્મિક જગત છે. જે લોકોએ ભગવદ ગીતાને વાંચી છે, તેઓ સમજી શકે છે. આધ્યાત્મિક જગતનું ત્યાં વર્ણન થયું છે: પરાસ તસ્માત તુ ભાવો અન્યો અવ્યક્તો અવ્યક્તાત સનાતન:(ભ.ગી. ૮.૨૦). ભાવ: એટલે કે પ્રકૃતિ. આ પ્રકૃતિના પરે બીજી પ્રકૃતિ છે. આ પ્રકૃતિ આપણે આ આકાશના અંત સુધી જોઈ શકીએ છીએ. વૈજ્ઞાનિકો, તેઓ સૌથી ઉંચા ગ્રહ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે, પણ તેમની ગણતરીના અનુસાર તેમને ૪૦,૦૦૦ વર્ષો લાગશે. તો કોણ ચાલીસ હજાર વર્ષો સુધી જીવવાનું છે, જઈને પાછો આવશે? પણ ગ્રહ છે. તો આપણે આ ભૌતિક જગતનું માપ પણ નથી મેળવી શકતા, તો આધ્યાત્મિક જગતની વાત જ શું કરવી? તેથી આપણે અધિકૃત સ્ત્રોતથી જાણવું જોઈએ. તે અધિકૃત સ્ત્રોત કૃષ્ણ છે. કારણકે જેમ આપણે પહેલા પણ વર્ણન કરેલું છે, કોઈ પણ કૃષ્ણ કરતા વધારે બુદ્ધિશાળી કે જ્ઞાની નથી. તો કૃષ્ણ આ જ્ઞાન આપે છે, કે પરાસ તસ્માત તુ ભાવો અન્યો અવ્યક્તો અવ્યક્તાત સનાતન: (ભ.ગી. ૮.૨૦). "આ ભૌતિક જગતની પરે બીજું આધ્યાત્મિક આકાશ છે." ત્યાં પણ અસંખ્ય ગ્રહો છે. અને તે આકાશ આ આકાશ કરતા ખૂબ, ખૂબ મોટું છે. આ એક ચતુર્થ ભાગ જ છે. અને આધ્યાત્મિક આકાશ ત્રણ ચતુર્થ ભાગ છે. તે ભગવદ ગીતામાં વર્ણિત છે એકાંશેન સ્થિતો જગત (ભ.ગી.૧૦.૪૨). આ માત્ર એક ચતુર્થ ભાગ છે, આ ભૌતિક જગત. બીજું આધ્યાત્મિક જગત ત્રણ ચતુર્થ ભાગ છે. ધારો કે ભગવાનની સૃષ્ટિ સો ટકા છે. માત્ર પચીસ ટકા અહી છે, પંચોતેર ટકા આધ્યાત્મિક જગતમાં છે. તેવી જ રીતે, જીવોમાં પણ, ખૂબ નાની માત્રામાં જીવો અહી છે. અને ત્યાં, આધ્યાત્મિક જગતમાં, બહુમતી જીવો છે.