GU/Prabhupada 0240 - ગોપીઓ દ્વારા કરવામાં આવેલી તેના કરતાં વધારે શ્રેષ્ઠ ભક્તિની કોઈ પદ્ધતિ નથી



Lecture on BG 2.3 -- London, August 4, 1973

અદર્શનમ. બધાને કૃષ્ણને જોવા છે, પણ એક શુદ્ધ ભક્ત કહે છે કે "ના, જો તમને મને જોવું પસંદ નથી, તો તે ઠીક છે. તમે મારા હ્રદયને તોડી શકો છો. હું સદા પ્રાર્થના કરી શકીશ તમને જોવા માટે. પણ તમે ના આવો, અને મારા હ્રદયને તોડો, તે પણ સ્વીકૃત છે. છતાં, હું તમારી પૂજા કરીશ." આ શુદ્ધ ભક્તિ છે. એવું નહીં કે "મેં કૃષ્ણને મારી સામે નાચતા આવવાની માંગ કરી હતી. પણ તેઓ આવ્યા નહીં. તેથી હું આ વ્યર્થને છોડી દઉં છું. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનું કઈ મૂલ્ય નથી." એવું નથી. આ રાધારાણીનો ભાવ છે. તો કૃષ્ણ વૃંદાવનને છોડીને ગયા. બધી ગોપીઓ, તેમણે તેમના દિવસો માત્ર કૃષ્ણ માટે રડતા રડતા પસાર કર્યા, પણ ક્યારેય પણ કૃષ્ણની નિંદા નથી કરી. જ્યારે પણ કોઈ આવ્યુ... કૃષ્ણ પણ તેમના વિશે વિચારતા હતા, કારણકે ગોપીઓ શ્રેષ્ઠ ભક્ત છે, સૌથી ઉચ્ચતમ ભક્ત છે. ગોપીઓની ભક્તિ સાથે કોઈ સરખામણી નથી. તેથી કૃષ્ણ હમેશા તેમના પ્રતિ ઋણી હતા. કૃષ્ણે ગોપીઓને કહ્યું કે, "તમારે તમારા પોતાના કાર્યથી સંતુષ્ટ રહેવું પડશે. હું તમને તમારા પ્રેમના બદલે કઈ પણ આપી નહી શકું." કૃષ્ણ, પરમ ભગવાન, સર્વ-શક્તિમાન, તે ગોપીઓના ઋણને ચુકવી નથી શકતા. તો ગોપીઓ... ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે, રમ્યા કાચીદ ઉપાસના વ્રજ-વધુ વર્ગેણ યા કલ્પિતા. જે ગોપીઓ દ્વારા કરવામાં આવી હતી તેના કરતા વધારે શ્રેષ્ઠ ભક્તિની પદ્ધતિ કોઈ નથી. તો ગોપીઓ શ્રેષ્ઠ ભક્ત છે. અને ગોપીઓમાંથી, શ્રીમતી રાધારાણી સૌથી ઉચ્ચતમ છે. તેથી શ્રીમતી રાધારાણી કૃષ્ણ કરતા પણ વધુ મહાન છે.

તો આ ગૌડીય-વૈષ્ણવ સિદ્ધાંત છે. આને સમય લાગશે. તો કૃષ્ણના કાર્યો, ધૂર્તો, જો તેઓ માત્ર જોશે કે "કૃષ્ણ અર્જુનને પ્રેરિત કરે છે લડવા માટે; તેથી કૃષ્ણ અનૈતિક છે," તે છે, મતલબ ખોટો દ્રષ્ટિકોણ. તમારે કૃષ્ણને અલગ આંખોથી જોવા પડે. તેથી કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ. દિવ્યમ (ભ.ગી. ૪.૯). કૃષ્ણના આ દિવ્ય કર્મો, જો કોઈ સમજી શકે, કોઈ પણ માત્ર તેને જો સમજી શકે, તરત જ તે મુક્ત થઇ જશે. મુક્ત. સામાન્ય મુક્તિ માટે નહી, પણ ભગવદ ધામ જવા માટે. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામેતી (ભ.ગી. ૪.૯). સૌથી શ્રેષ્ટ મુક્તિ. વિવિધ પ્રકારની મુક્તિ છે. સાયુજ્ય, સારૂપ્ય, સારિષ્ટિ, સાલોક્ય, સાયુજ્ય...(ચૈ.ચ. મધ્ય ૬.૨૬૬). પાંચ પ્રકારની મુક્તિ. તો સાયુજ્ય એટલે કે બ્રહ્મમાં લીન થવું, બ્રહ્મ-લય. તે પણ મુક્તિ છે. જે માયાવાદીઓ છે, કે જ્ઞાની સંપ્રદાય, તેમને બ્રહ્મના અસ્તિત્વમાં લીન થવાની ઈચ્છા છે. તે પણ મુક્તિ છે. તેને સાયુજ્ય મુક્તિ કેહવાય છે. પણ એક ભક્ત માટે, આ સાયુજ્ય મુક્તિ નરકના સમાન છે. કૈવલ્યમ નરકાયતે. તો વૈષ્ણવ માટે, કૈવલ્યમ,... નિરાકારવાદ, ભગવાનના અસ્તિત્વમાં લીન થવું, નરકના સમાન છે. કૈવલ્યમ નરકાયતે ત્રિ-દશ પુર આકાશ પુષ્પાયતે (ચૈતન્ય ચન્દ્રામૃત ૫). અને કર્મીઓ... જ્ઞાનીઓ બ્રહ્મજ્યોતિમાં લીન થવા માટે આતુર છે, અને કર્મીઓ, તેમનું શ્રેષ્ઠ લક્ષ્ય છે કેવી રીતે ઉચ્ચતર ગ્રહ મંડળમાં પ્રવેશ કરવો, સ્વર્ગ લોક, જ્યાં ઇન્દ્ર છે, અથવા બ્રહ્મા છે. તે કર્મીનું લક્ષ્ય છે, સ્વર્ગ જવું. તે બધા, વૈષ્ણવ સિદ્ધાંતને છોડીને, બીજા બધા સાહિત્યમાં, બીજા બધા શાસ્ત્રોમાં, મતલબ ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મમાં પણ, તેમનું લક્ષ્ય છે કે કેવી રીતે સ્વર્ગ પ્રાપ્ત કરવું.