GU/Prabhupada 0248 - કૃષ્ણને ૧૬,૧૦૮ પત્નીઓ હતી અને લગભગ દરેક વખતે પત્ની મેળવવા તેમને લડવું પડ્યું હતું



Lecture on BG 2.6 -- London, August 6, 1973

પ્રદ્યુમ્ન: "અમને ખબર નથી શું વધારે સારું છે - તેમને હરાવવું કે તેમના દ્વારા હારવું. ધ્રુતરાષ્ટ્રના પુત્રો - જેમને આપણે મારીએ તો, આપણને રેહવાની જરૂર નથી - હવે આપણી સમક્ષ ઉભા છે રણભૂમિમાં."

પ્રભુપાદ: તો આ બે જૂથ પિતરાઈ ભાઈઓના... મહારાજ પાંડુને પાચ પુત્રો હતા અને ધ્રુતરાષ્ટ્રને સો પુત્રો. તો પરિવાર છે, એક જ પરિવાર, અને તેમની અંદર સમજૂતી હતી, કે જ્યારે પરિવારના બહારવાળા આવશે તેમની ઉપર હુમલો કરવા માટે, તે, ૧૦૫ ભાઈઓ, ભેગા થઈને લડશે. પણ, જ્યારે તેમની અંદર-અંદરમાં લડાઈ થઈ - એક બાજુ, પાંચ ભાઈઓ; અને બીજી બાજુ, સો ભાઈઓ. કારણકે ક્ષત્રિય પરિવારમાં, તેવું સમજવામાં આવે છે કે તેમણે લડવાનું ચાલુ રાખવું જ જોઈએ. તેમના લગ્નમાં પણ લડાઈ થાય છે. લડાઈ વગર, કોઈ લગ્ન નથી થતું ક્ષત્રિય પરિવારમાં. કૃષ્ણને ૧૬,૧૦૮ પત્નીઓ હતી, અને લગભગ દરેક વાર તેમને લડવું પડ્યું હતું, પત્નીને પ્રાપ્ત કરવા માટે. તે રમત હતી. ક્ષત્રિયો માટે, લડવું, રમતની જેમ છે. તો તે ચિંતિત છે કે આ પ્રકારના યુદ્ધને પ્રોત્સાહન આપવું જોઈએ કે નહીં.

બંગાળમાં કેહવત છે, ખાબો કી ખાબો ના યદી ખાઓ તુ પૌષે. "જ્યારે તમે ચિંતિત છો, કે હું ખાઉં કે નાં ખાઉં, સારું છે છે કે તમે ના ખાઓ." ક્યારેક આપણે તે બિંદુ ઉપર પહોંચીએ કે, "હું ખૂબ ભૂખ્યો નથી, શું હું ખાઉ કે નહીં?" શ્રેષ્ઠ રસ્તો છે ના ખાવું, એવું નહીં કે તમે ખાઓ. પણ જો તમે ખાઓ, ત્યારે તમે ડિસેમ્બરના માસમાં ખાઈ શકો છો, પૌષ. કેમ? કારણ કે... બંગાળમાં ઉષ્ણતાવાળું વાતાવરણ છે. પણ જ્યારે શિયાળો હોય છે, ત્યારે સલાહ આપવામાં આવે છે કે, "જો તમે ખાશો ત્યારે તે એટલું નુકસાનકારક નથી કારણકે તે પછી જશે." રાત ખૂબ લાંબી છે, અને શિયાળામાં, પાચન શક્તિ, સારી હોય છે. તો જ્યારે આપણે ભ્રમિત છીએ, "કરુ કે ના કરુ," જાબો કી જાબો ના યદી જાઓ તુ શૌચે: "જ્યારે તમે વિચારો, 'હું જાઉં કે ના જાઉં?' સારુ છે કે તમે ના જાઓ. પણ જ્યારે તમને બાથરૂમ લાગે ત્યારે તમારે જવું જ પડે." જાબો કી ના જાબો જાઉં તુ શૌચે, ખાબો કી ના ખાબો યદી ખાઓ તુ પૌષે. આ સામાન્ય જાણકારી છે. તેવી જ રીતે, હવે અર્જુન ચિંતિત છે, "શું હું લડું કે ના લડું?" તે પણ બધી જગ્યાએ છે. જ્યારે યુદ્ધની ઘોષણા થાય છે, આધુનિક રાજનેતાઓ વચ્ચે, ત્યારે તેઓ વિચારે છે... જેમ કે ગયા બીજા વિશ્વ યુદ્ધમાં, જ્યારે હિટલર યુદ્ધ માટે તૈયારી કરી રહ્યો હતો... બધાને ખબર હતી કે હિટલર પડકાર આપશે કારણકે પેહલા યુદ્ધમાં તે હારી ગયો હતો. તો હિટલર ફરીથી તૈયારી કરી રહ્યો હતો. એક, મારા ગુરુ ભાઈ, જર્મન, તે ભારતમાં ૧૯૩૩માં આવ્યા હતા. તો તે સમયે તેમણે જાણકારી આપી હતી કે "યુદ્ધ થશે. હિટલર ભારે તૈયારી કરી રહ્યો છે. તેથી યુદ્ધ થશે જ." તો તે સમયે, માર ખ્યાલથી, તમારા દેશમાં પ્રધાન મંત્રી શ્રીમાન ચેમ્બર્લિન હતા. અને તે ગયા હતા હિટલર પાસે યુદ્ધને રોકવા માટે. પણ તે રોકી ન શક્યા. તો તેવી જ રીતે, આ યુદ્ધમાં, છેલ્લા સમય સુધી, કૃષ્ણે પણ યુદ્ધને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે દુર્યોધનને ભલામણ કરી હતી કે, "તારા ભાઈઓ, તે ક્ષત્રિયો છે. તે તેમનું રાજ્ય હડપી લીધું છે. કોઈ વાંધો નથી, તે આ કે બીજો માર્ગ લીધો છે. પણ તેઓ ક્ષત્રિય છે. તેમને પોતાના જીવન ગુજરાન માટે કોઈ માર્ગ હોવો જ જોઈએ. તો તેમને આપ, પાંચ ભાઈઓને, પાંચ ગામો. આખી દુનિયાના સામ્રાજ્યમાંથી, તું પાંચ ગામો આપ." તો તે... "ના, હું તેમને એક ઇંચ જમીન પણ લડ્યા વગર નહીં આપું." તેથી, તેવા પરિસ્થિતિમાં, યુદ્ધ નક્કી જ હતું.