GU/Prabhupada 0250 - કૃષ્ણ માટે કાર્ય કરો, ભગવાન માટે કાર્ય કરો, તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં



Lecture on BG 2.6 -- London, August 6, 1973

તો લડવાની આ સમસ્યા...આપણે સમજવું જોઈએ કે લડવાનો ભાવ બધામાં હોય છે. તમે તેને રોકી ના શકો, તમે તેને બંધ ના કરી શકો. અમે બંધ કરવાનું નથી કહેતા. માયાવાદી તત્વજ્ઞાની કહે છે કે "તમે આ વસ્તુને રોકો," પણ તે શક્ય નથી. તમે રોકી ના શકો. કારણકે તમે જીવ છો, તમને આ બધા સ્વભાવો હોય છે. તમે તેને કેવી રીતે રોકી શકો? પણ તેનો સદુપયોગ કરવો જોઈએ. બસ તેટલું જ. તમારી પાસે લડવાનો સ્વભાવ છે. કેવી રીતે તેનો પ્રયોગ કરવો? હા. નરોત્તમ દાસ ઠાકુર સલાહ આપે છે, ક્રોધ ભક્ત-દ્વેષી-જને: "જે ભગવાન અથવા ભગવાનના ભક્ત પ્રતિ દ્વેષ કરે છે, તમે તમારો ક્રોધ તેમના પ્રતિ પ્રદર્શિત કરી શકો છો." તમે ઉપયોગ કરી શકો છો. તે ક્રોધ તમે છોડી નથી શકતા. આપણું કાર્ય છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો. તે કૃષ્ણ ભાવનામૃત છે. બધાનો ઉપયોગ કરવો જોઈએ. આપણે એવું નથી કેહતા કે "તમે આ રોકો, તે રોકો." ના. તમે... કૃષ્ણ કહે છે યત કરોશી યદ અશ્નાસી યજ જુહોશી દદાસી યત, યત તપસ્યસી કુરુશ્વ તદ મદ-અર્પણમ (ભ.ગી.૯.૨૭). યત કરોશી. કૃષ્ણ એમ નથી કેહતા કે "તુ આમ કર, તુ તેમ કર." તેઓ કહે છે, "તું જે પણ કર, પણ પરિણામ મારા પાસે આવવું જોઈએ." તો અહી પરિસ્થિતિ એવી છે કે અર્જુનને પોતાના માટે લડવાનું નથી, પણ તે પોતાના વિશે જ વિચારે છે. તે કહે છે, તે અવસ્થીતઃ પ્રમુખે ધાર્તારાષ્ટ્રા:,યાન એવ હત્વા ન જીજીવીશામસ: (ભ.ગી. ૨.૬) "તેઓ મારા ભાઈઓ, સંબંધીઓ છે. જો તેઓ મરી જશે... અમને મરવાની ઈચ્છા નથી. હવે તેઓ મારી પ્રત્યક્ષ છે. મારે તેમને મારવા પડશે?" તો હજી પણ તે પોતાની સંતુષ્ટિ વિશે જ વિચારે છે. તે પૂર્વભૂમિકા બનાવે છે - કેવી રીતે ભૌતિકવાદી વ્યક્તિઓ, તેઓ પોતાના વ્યક્તિગત સંતુષ્ટિના હિસાબે વિચારે છે. તો તેને ત્યાગવું પડે. પોતાના સંતુષ્ટિ માટે નહીં, પણ કૃષ્ણની સંતુષ્ટિ. તે કૃષ્ણ ભાવનામૃત છે.

તમે કઈ પણ કરો, તેમાં કોઈ વાંધો નથી. તમારે તેની કસોટી કરવી જોઈએ, શું તમે તે કૃષ્ણ માટે કરો છો. તે તમારી સિદ્ધિ છે. તે તમારી જ નહીં, પણ તમારા મનુષ્ય જીવનના લક્ષ્યની સિદ્ધિ છે. આ માનવ જીવન તે હેતુ માટે જ છે. કારણકે મનુષ્ય જીવન કરતા નીચા જીવનમાં, પશુના જીવનમાં, તેમને પ્રશિક્ષણ આપવામાં આવે છે, ઇન્દ્રિય તૃપ્તિની સિદ્ધિ માટે, વ્યક્તિગત ઇન્દ્રિય તૃપ્તિ. તેમને બીજી કોઈ પણ ભાવના નથી કે "બીજા પશુઓ પણ..." જ્યારે કોઈ ખાદ્ય પદાર્થ હોય છે, એક કુતરો, તે વિચારે છે "હું તેને કેવી રીતે મેળવી શકીશ?" તે ક્યારે પણ વિચાર નથી કરતો કે બીજા કુતરાઓ તેને કેવી રીતે મેળવી શકશે. તે પશુની પ્રકૃતિ નથી. પશુની પ્રકૃતિ એટલે પોતાની સંતુષ્ટિ. કોઈ પ્રશ્ન નથી કે "મારો મિત્ર, મારા પરિવારના સદસ્ય." તેઓ પોતાના બાળકો સાથે પણ ભાગ નથી કરતા. તમે જોયું હશે. જો કોઈ ખાદ્ય પદાર્થ છે, ત્યારે કુતરો અને કુતરાના બાળકો, બધા પોતપોતાની બાજુ લેવાનો પ્રયાસ કરે છે. તે સ્વાભાવિક છે. તો જ્યારે આ વસ્તુ કૃષ્ણ માટે પરિવર્તિત થાય છે, તે મનુષ્ય જીવન છે. તે અંતર છે પશુના જીવનમાં. અને તે બહુ મુશ્કેલ પણ છે.

તેથી, આખી શિક્ષા છે, ભગવદ ગીતા, કેવી રીતે લોકોને શિક્ષણ આપવું, "કૃષ્ણ માટે કાર્ય કરો, ભગવાન માટે કાર્ય કરો, તમારા પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે નહીં. પછી તમે ફસાઈ જશો." યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકો અયમ કર્મ બંધન: (ભ.ગી. ૩.૯). તમે જે પણ કરો, તેની પ્રતિક્રિયા હશે, અને તમારે તે પ્રતિક્રિયાનો અનુભવ કરવો પડે છે. જે પણ તમે કરો. પણ જો તમે કૃષ્ણ માટે કરશો, ત્યારે તેની કોઈ પ્રતિક્રિયા નથી. તે તમારી સ્વતંત્રતા છે. યોગઃ કર્મસુ કૌશલમ (ભ.ગી. ૨.૫૦). તે ભગવદ ગીતામાં વ્યક્ત છે. યોગ, જ્યારે તમે કૃષ્ણ સાથે સંપર્કમાં છો, તે સિદ્ધિનું રહસ્ય છે. અને આ ભૌતિક જગત, કાર્ય... નહીતર, જે પણ તમે કાર્ય કરો છો, જે પણ તમે કર્મ કરો છો, તેનું કોઈ પરિણામ આવે છે, અને તમારે તેનો અનુભવ કરવો પડે છે.

તો અહી ફરીથી, તે જ વાત. અર્જુન વિચારે છે, ન ચૈતદ વિદમ: કતરન નો ગરિયો (ભ.ગી. ૨.૬). તો તે ચિંતિત છે, "કયું, કયો પક્ષ વિજયી હશે? શું હું લડવું રોકી દઉં, કે ના લડુ?" આવતા શ્લોકોમાં જોવામાં આવશે....જયારે તમે તેવી દુવિધામાં હશો કે, "શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ," તો સાચા માર્ગ ઉપર આવવા માટે, તમારે ગુરુની પાસે જવું જોઈએ. તે આવતા શ્લોકમાં થશે. અર્જુન કહેશે કે, "મને ખબર નથી. હવે હું દુવિધામાં છું." જો કે હું જાણું છું કે ક્ષત્રિયના રૂપે તે મારું કર્તવ્ય છે લડવું, છતાં હું અચકાવું છું. હું મારા કર્તવ્ય માટે અચકાવું છું. તો તેથી હું દુવિધામાં છું. તો કૃષ્ણ, તેથી હું તમને શરણાગત થાઉં છું." પેહલા તે માત્ર મિત્રના રૂપે વાત કરતો હતો. હવે તે કૃષ્ણ પાસેથી શિક્ષા લેવા માટે તૈયાર થશે.