GU/Prabhupada 0260 - ઇન્દ્રિયોના નિર્દેશ અનુસાર આપણે જન્મ જન્માંતરથી પાપમય કાર્યો કરી રહ્યા છીએ



Lecture -- Seattle, September 27, 1968

જરા સમજવાનો પ્રયાસ કરો કે ઇન્દ્રિયો કેટલી પ્રબળ છે. એવું નથી કે માત્ર યુવકો ઇન્દ્રિયોના દાસ છે. પંચોતેર વર્ષના લોકો, એસી વર્ષના લોકો, મૃત્યુના સમયે પણ, બધા ઇન્દ્રિયોના દાસ છે. ઇન્દ્રિયો ક્યારેય પણ સંતુષ્ટ નથી થતી. તે ભૌતિક નિર્દેશન છે. તેથી હું દાસ છું. હું મારી ઇન્દ્રિયોનો દાસ છું, અને મારી ઇન્દ્રિયોની સેવા કરીને, ન તો હું સંતુષ્ટ છું, ન મારા ઇન્દ્રિયો સંતુષ્ટ છે, ન તે મારા ઉપર પ્રસન્ન છે. બધુ અસ્ત-વ્યસ્ત છે. તો આ સમસ્યા છે.

તો શ્રેષ્ઠ વસ્તુ... તેથી કૃષ્ણ કહે છે, ભગવાન કૃષ્ણ કહે છે,

સર્વ ધર્માંન પરિત્યજ્ય
મામ એકમ શરણમ વ્રજ
અહમ ત્વામ સર્વ પાપેભ્યો
મોક્ષયિષ્યામિ મા શુચઃ
(ભ.ગી. ૧૮.૬૬)

તમે તમારી ઇન્દ્રિયોની કેટલા બધા જન્મોથી સેવા કરી છે, જન્મ પછી જન્મ, ૮૪,૦૦,૦૦૦ યોનિયોમાં. પક્ષીઓ, તેઓ પણ ઇન્દ્રિયોના વશમાં છે. પશુઓ, તેઓ પણ ઇન્દ્રિયોના વશમાં છે. મનુષ્ય, માનવ, અને બધા, દેવતાઓ, આ ભૌતિક જગતમાં બધા લોકો, તે ઇન્દ્રિયોની પાછળ છે, ઇન્દ્રિયોની સેવા કરવા માટે. પણ કૃષ્ણ કહે છે કે "તમે માત્ર મને શરણાગત થાઓ. માત્ર મારી સેવા કરવાનું સ્વીકાર કરો. પછી હું તમારો ભાર સંભાળીશ." બસ તેટલું જ. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ કારણકે આ ઇન્દ્રિયોના નિર્દેશન દ્વારા આપણે પાપમય કૃત્યો કરીએ છીએ જન્મ પછી જન્મ; તેથી આપણે શારીરિક પ્રસ્તુતિના વિવિધ સ્તર પર છીએ. એમ ન વિચારતા કે બધા એક જ સ્તર ઉપર છે. ના. પોતાના કર્મના અનુસાર વ્યક્તિને એક પ્રકારનું શરીર મળશે. તો આ વિવિધ પ્રકારના શરીરો વિવિધ પ્રકારની ઇન્દ્રિય તૃપ્તિના કારણે છે. તો ઇન્દ્રિય તૃપ્તિ ભૂંડના શરીરમાં પણ છે. કેમ તેને એક ભૂંડનું શરીર આપવામાં આવ્યું છે? તે એટલો બધો ઇન્દ્રિયોમાં બદ્ધ છે કે તેને ખબર નથી કે કોણ માતા છે, કોણ બહેન છે, નહીં તો આ કોણ છે, તે કોણ છે. તે વ્યવહારિક છે, તમે જોશો. કૂતરાઓ અને ભૂંડો, તેઓ તેવા હોય છે. આ માનવ સમાજમાં પણ તેવા લોકો છે, જે પરવાહ નથી કરતા કે માતા કોણ છે, બહેન કોણ છે, કે આ કોણ છે. ઇન્દ્રિયો એટલી પ્રબળ છે. અને આ આપણા કષ્ટોનું સ્ત્રોત છે, સમજવાનો પ્રયાસ કરો. જે ત્રણ પ્રકારના કષ્ટો આપણે ભોગવીએ છીએ, કે જેનો ઉકેલ લાવવાનો આપણે પ્રયાસ કરીએ છીએ, તે ઇન્દ્રિયોના નિર્દેશનના કારણે છે. તેથી કૃષ્ણ છે. કૃષ્ણ છે. તેમનું નામ છે મદન-મોહન. જો તમે તમારો પ્રેમ ઇન્દ્રિયોથી કૃષ્ણ પ્રતિ ફેરબદલ કરવાનો પ્રયાસ કરશો, પછી તમે પરિણામને જુઓ. તરત જ તમને મળશે. સેવોન્મુખે હી જિહવાદૌ (ભ.ર.સિ. ૧.૨.૨૩૪). તો આ ખોટો પ્રયાસ, કે "હું જેના ઉપર પણ નજર ફેરવું, તેનો હું સ્વામી બનવા માગું છું," "હું આ આખા જમીનનો સમ્રાટ છું," આ ભાવને ત્યાગી દેવો જોઈએ. આપણે દરેક બંધારણીય રીતે સેવક છીએ. અત્યારે, વર્તમાન સમયે, આપણે ઇન્દ્રિયોના દાસ છીએ. હવે, આ સેવાભાવ માત્ર કૃષ્ણ પ્રતિ સમર્પિત થવો જોઈએ. સેવોન્મુખે હી જિહવાદૌ સ્વયમ એવ સ્ફુરતી અદ: અને જેવો તમે તમારો સેવાનો ભાવ કૃષ્ણ પ્રતિ બદલશો, ત્યારે ધીમે ધીમે, જેમ તમે ગંભીર બનશો, કૃષ્ણ તમારી સમક્ષ પ્રકટ કરશે, અને કૃષ્ણ અને તમારા વચ્ચે આ સેવાનો આદાન પ્રદાન ખૂબ સરસ હશે. તમે તેમને મિત્રના રૂપે પ્રેમ કરો, કે સ્વામીના રૂપે, કે પ્રેમીના રૂપે... કેટલી બધી વસ્તુઓ છે. કોઈ પણ રીતે તમે તેમને પ્રેમ કરવાનો પ્રયાસ કરો અને તમે જુઓ તમે કેટલા સંતુષ્ટ છો. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. કૃપા કરીને સમજવાનો પ્રયાસ કરો.