GU/Prabhupada 0265 - ભક્તિ મતલબ ઋષિકેશ, ઇન્દ્રિયોના સ્વામી, ની સેવા કરવી



Lecture on BG 2.10 -- London, August 16, 1973

પ્રદ્યુમ્ન: અનુવાદ, "ઓ ભારતના વંશજ, તે સમયે કૃષ્ણ, મંદ હાસ્ય કરતા, બંને સેનાઓની વચ્ચે, દુઃખ-ગ્રસ્ત અર્જુનને આ પ્રમાણે શબ્દો કહ્યા."

પ્રભુપાદ: તો ઋષિકેશ, પ્રહસન્ન ઈવ. કૃષ્ણ હસવા લાગ્યા, મંદ હાસ્ય, "આ શું બકવાસ છે, અર્જુન." સૌથી પેહલા તેણે કહ્યું હતું કે,"મને ત્યાં ઊભો રાખો." સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયા મે અચ્યુત (ભ.ગી. ૧.૨૧). "કૃષ્ણ, જરા મારો રથ બંને સેનાઓની વચ્ચે રાખો." (બાજુમાં): મને પાણી આપો. અને હવે... તે શરૂઆતમાં એટલો ઉત્સાહી હતો, કે "મારો રથ બંને સેનાઓની વચ્ચે રાખો." અને હવે આ મૂર્ખ કહે છે કે નો યોત્સ્ય, "હું હવે લડીશ નહીં." જરા જુઓ મૂર્ખતા. તો અર્જુન પણ, કૃષ્ણનો પ્રયક્ષ મિત્ર, માયા ખૂબ બળવાન છે. કે તે પણ મૂર્ખ બની જાય છે, બીજા વિશે કહેવું જ શું. સૌથી પેહલા ખૂબ ઉત્સાહ. "હા, મારો રથ બંને સેનાઓની વચ્ચે રાખો." અને હવે... ન યોત્સ્યે ઈતિ ગોવિંદમ (ભ.ગી. ૨.૯), "હું લડાઈ નથી કરવાનો." આ મૂર્ખતા છે. તો તેઓ મલકાવા લાગ્યા, કે "આ મારો મિત્ર છે, પ્રયક્ષ મિત્ર, અને એટલો મોટો... અને તે હવે કહે છે કે "હું લડીશ નહીં."

તો કૃષ્ણ મંદ હાસ્ય કરે છે, આ મંદ હાસ્ય ખૂબજ મહત્વનું છે, પ્રહસન્ન. તમ ઉવાચ ઋષિકેશ: પ્રહસન્ન ઈવ ભારત, સેનયોર ઉભયોર વીશીદંતમ, તે શોક કરે છે. સૌથી પેહલા તે ખૂબજ ઉત્સાહથી આવ્યો હતા લડવા માટે, હવે તે શોક કરે છે. અને કૃષ્ણને અહીં ઋષિકેશ તરીકે સંબોધવામાં આવ્યા છે. તેઓ પાકા છે. તેઓ અચ્યુત છે. તેઓ પાકા છે. તેઓ બદલ્યા નથી. બીજુ મહત્વ આ ઋષિકેશ શબ્દનું.. કારણકે નારદ પંચરાત્રમાં ભક્તિ મતલબ ઋષિકેશ-સેવનમ. તેથી તે નામ અહીં વ્યક્ત છે, ઋષિકેશ. ઋષિકેશ-સેવનમ ભક્તિર ઉચ્યતે. ભક્તિનો અર્થ છે કે ઋષિકેશ, જે ઇન્દ્રિયોના સ્વામી છે, તેમની સેવા કરવી. અને ઇન્દ્રિયોના સ્વામી, અમુક ધૂર્તો કહે છે કે કૃષ્ણ અનૈતિક છે. તેઓ ઇન્દ્રિયોના સ્વામી છે અને તેઓ અનૈતિક છે. જરા જુઓ તેણે કેવી રીતે ભગવદ ગીતા વાંચી છે. જો કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી છે તો... કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી છે, કારણકે.. તે ભીષ્મદેવ દ્વારા ઘોષિત હતું. ભીષ્મદેવ પ્રથમ-દર્જાના બ્રહ્મચારી છે આ વિશ્વમાં. તેમણે સત્યવતીના પિતાને વચન આપ્યું હતું... તમને કથા ખબર છે.

સત્યવતીના પિતા... તેમના, ભીષ્માદેવના પિતા એક મછવારી, મછવારાની છોકરી દ્વારા આકર્ષિત થયા હતા. તો તે લગ્ન કરવા ઇચ્છતા હતા. અને તે છોકરીના પિતાએ પરવાનગી ન આપી, "ના, હું મારી છોકરીને તમને ના આપી શકું." તો "કેમ? હું રાજા છું. હું તમારી છોકરી માંગુ છું." "ના, તમને એક પુત્ર છે." ભીષ્મદેવ તેમની પ્રથમ પત્ની, ગંગા માતાના પુત્ર હતા. ગંગામાતા મહારાજ શાંતનુની પત્ની હતા, અને ભીષ્મદેવ તેમના એક જ બચી ગયેલા પુત્ર હતા. સમજૂતી હતી, શાંતનુ મહારાજ અને ગંગા, ગંગા માતા વચ્ચે, કે "હું તમારી સાથે લગ્ન કરી શકું, જો તમે મને પરવાનગી આપો કે જે પણ બચ્ચાંઓનો જન્મ થશે, તેમને હું ગંગાના જળમાં નાખી દઈશ. અને જો તમે મને પરવાનગી નહીં આપો, તો હું તમારા સંગને તરત જ ત્યાગી દઈશ." તો શાન્તનુ મહારાજે કહ્યું, "ઠીક છે, છતાં, હું તારી સાથે લગ્ન કરીશ." તો તેઓ દરેક છોકરાને ગંગામાં નાખી રહ્યા હતા. તો આ ભીષ્મદેવ... તો છેવટે, પિતા, તેમને ખૂબજ દુઃખ થયું, કે "આ શું છે? મને આ કેવી પત્ની મળી છે? તે બધા છોકરાઓને જળમાં નાખી દે છે." તો ભીષ્મદેવના સમયે શાન્તનુ મહારાજે કહ્યું હતું કે, "નહીં, હું તેની પરવાનગી નથી આપી શકતો. હું તેની પરવાનગી નથી આપી શકતો." તો ગંગા માતાએ કહ્યું, "તો હું જાઉ છું." "હા, તું જઈ શકે છે. મને તું નથી જોઈતી. મને આ પુત્ર જોઈએ છે." તો તે પત્ની વગરના થઈ ગયા. તો ફરીથી તે સત્યવતી સાથે લગ્ન કરવા માગતા હતા. તો તે પિતાએ કહ્યું, "ના, હું મારી છોકરી તમને ના આપી શકું કારણકે તમને એક મોટો પુત્ર છે. તે રાજા બનશે. તો હું તમને મારી પુત્રી ના આપી શકું તમારી દાસી બનવા માટે. તેનો... જો તેનો પુત્ર રાજા બનશે, તો હું તમને તે આપી શકું છું." તો તેમણે કહ્યું, "ના, તે શક્ય નથી." પણ ભીષ્મદેવ સમજી ગયા કે "મારા પિતા આ છોકરીથી આકર્ષિત છે." તો તેઓ તેની પાસે ગયા, કે... તેમણે મછવારાને કહ્યું કે "તમે તમારી પુત્રી મારા પિતાને આપી શકો છો, પણ તમે વિચારી રહ્યા છો કે હું રાજા બનીશ. તો તમારી પુત્રીનો પુત્ર રાજા બનશે.આ શરત ઉપર તમે તમારી પુત્રીને આપી શકો છો." તો તેણે ઉત્તર આપ્યો,"ના, હું ના આપી શકું." "કેમ?" "તમે રાજા ના બનો, પણ તમારો પુત્ર બની શકે છે." જરા જુઓ, આ ભૌતિક ગણતરી. ત્યારે તે સમયે તેમણે કહ્યું, "ના, હું લગ્ન જ નહીં કરું. બસ. હું વચન લઉ છું કે હું લગ્ન નહીં કરું." તો તે બ્રહ્મચારી રહ્યા. તેથી તેમનું નામ ભીષ્મ છે. ભીષ્મ એટલે કે ખૂબજ પાકા, એકનિષ્ઠ. તો તેઓ બ્રહ્મચારી હતા. તેમના પિતાની ઇન્દ્રિયોની તુષ્ટિ માટે, તેઓ બ્રહ્મચારી બની રહ્યા.