GU/Prabhupada 0291 - હું આધીન થવા નથી ઈચ્છતો, નીચુ નમવા નથી ઇચ્છતો – તે તમારો રોગ છે



Lecture -- Seattle, September 30, 1968

પ્રભુપાદ: હા?

જુવાન માણસ: શું તમે આધીનતા ફરીથી સમજાવી શકશો?

તમાલ કૃષ્ણ: ફરીથી આધીનતા સમજાવો.

પ્રભુપાદ: આધીનતા, તે સરળ છે. તમે આધીન છો. તમે સમજતા નથી કે આધીનતા શું છે? શું તે ખૂબજ અઘરું છે? શું તમે કોઈના આધીન નથી?

જુવાન માણસ: હવે, હા, તમે તેમ કહી શકો છો કે હું છું.

પ્રભુપાદ: હા. તમારે હોવું જ પડે. દરેક વ્યક્તિ. દરેક વ્યક્તિએ આધીન હોવું જ પડે, આધીનતામાં.

જુવાન માણસ: તે, આધ્યાત્મિક દ્રષ્ટિએ, મને નથી લાગતું કે મને આધીન...

પ્રભુપાદ: સૌથી પેહલા તમે સમજો કે આધ્યાત્મિક જીવન શું છે, પછી... આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આપણે આધીન છીએ કારણકે આપણો સ્વભાવ છે આધીનતા. આધ્યાત્મિક, આધ્યાત્મિક અને ભૌતિકનો અર્થ શું છે?

જુવાન માણસ: હવે, જેમ, મારુ શરીર અહીં એક જગ્યા અને સમયે છે અને આ બધા (અસ્પષ્ટ) જો મને નોકરી છે ત્યારે હું આધીન છું પણ મારૂ આખુ અસ્તિત્વ, મારો સાચો જીવ, મારી અંતરાત્મા... હું એવું નથી વિચારતો કે હું મારા સાહેબના આધીન છું. હું વિચારું છું કે હું વધારે કે ઓછો સમાન જ છું. અસ્થાયી દ્રષ્ટિએ...

પ્રભુપાદ: હા. આ ચેતના ખૂબજ સારી છે, કે તમને ખૂબજ અસંતુષ્ટિ થાય છે તમારા સાહેબના આધીન હોવું. શું તેવું નથી?

જુવાન માણસ: નથી, તે સાચું નથી.

પ્રભુપાદ: તો?

જુવાન માણસ: મને વિશેષ કરીને....

પ્રભુપાદ: કોઈ પણ.

જુવાન માણસ: મને નથી લાગતું કે... આ વિશેષ ઘટનાના સંબંધે કહેતા, તે જરૂરી નથી કે હું તે માણસના વિષે ઈર્ષ્યા કરીશ કારણ કે તે મારાથી ઉપરી છે. કારણકે મને લાગે છે કે જીવોના હિસાબે આપણે વધારે કે ઓછા પડતા સમાન જ છીએ. મારા કહેવાનો અર્થ છે કે, તે એક પ્રકારનો સિદ્ધાંત છે જે મારી પાસે છે. મને નથી લાગતું કે મારે કોઈની સામે માથું નમાવવું જોઈએ અને મને નથી લાગતું કે કોઈએ મારી સામે માથું નમાવવું જોઈએ.

પ્રભુપાદ: કેમ? કેમ? કેમ માથું નીચે નમાવવું નહીં? કેમ?

જુવાન માણસ: કારણકે મને નથી લાગતું કે મારુ તેના પર કઈક ઋણ છે કે તેનું મારા પર કઈક ઋણ છે.

પ્રભુપાદ: તો તે રોગ છે. આપણે મજબૂર થઈએ છીએ નીચે ઝૂકવા માટે અને આપણે વિચારીએ છીએ કે, "મને નીચે ઝૂકવું ગમતું નથી." આ રોગ છે.

જુવાન માણસ: તેણે મને નીચે ઝૂકવા માટે મજબૂર નથી કર્યો.

પ્રભુપાદ: હા.

જુવાન માણસ: તે મને કઈ પણ કરવા માટે બળ નથી કરતો. હું પણ ત્યાં છું અને તે પણ ત્યાં છે.

પ્રભુપાદ: ના. જરા સમજવાનો પ્રયાસ કરો. તે ખૂબજ સારો પ્રશ્ન છે. તમે કહો છો કે, "મને ઝૂકવું સારું નથી લાગતું." શું તેવું નથી?

જુવાન માણસ: તે મૂળ રૂપે સત્ય છે, હા.

પ્રભુપાદ: હા. કેમ?

જુવાન માણસ: કારણકે મને નથી લાગતું કે હું તેનાથી નીચો છું...

પ્રભુપાદ: તે રોગ છે. તમે પોતાનો જ રોગ શોધી કાઢ્યો છે. તે ભૌતિકતાનો રોગ છે. બધા વિચારે છે કે "મારે સ્વામી બનવું છે. મને નીચે ઝુકવું નથી." બધા વિચારે છે, ફક્ત તમે જ નહીં. જરા પ્રયાસ કરો, મને આ પૂરું કરવા દો. આ રોગ છે, ભૌતિક રોગ. સૌથી પેહલા સમજવાનો પ્રયાસ કરો. તે તમારો રોગ કે મારો રોગ નથી. બધાનો આ જ રોગ છે, કે "હું કેમ નીચે નમું?" કેમ હું આધીન બનું? પણ પ્રકૃતિ મને જોર આપે છે આધીન બનવા માટે. હવે કોને સારું લાગે છે મરવું? કેમ લોકો મરે છે? શું તમે તેનો જવાબ આપી શકશો?

જુવાન માણસ: કેમ લોકો મરે છે?

પ્રભુપાદ: હા. કોઈને પણ મરવું ગમતું નથી.

જુવાન માણસ: મને લાગે છે તે એક જૈવિક...

પ્રભુપાદ: જરા સમજવાનો પ્રયાસ કરો. કોણ અહીં છે... તેનો અર્થ છે જૈવિક શક્તિ. તમે જૈવિક વિજ્ઞાનને આધીન છો. ત્યારે તમે કેમ કહો છો કે તમે સ્વતંત્ર છો?

જુવાન માણસ: હવે, મને લાગે છે કે હું ...

પ્રભુપાદ: તમને ખોટું લાગે છે. તે જ મારું કહેવાનું છે. તે તમારો રોગ છે.

જુવાન માણસ: મને એકલું લાગે છે?

પ્રભુપાદ: હા, ખોટું.

જુવાન માણસ: ખોટું?

પ્રભુપાદ: હા. તમે આધીન છો. તમારે નીચે ઝૂકવું જ પડશે. જ્યારે મૃત્યુ આવે છે, ત્યારે તમે ના કહી શકો, "ઓહ, હું તમને માનતો નથી." તેથી તમે આધીન છો.

જુવાન માણસ: હું ભગવાનને આધીન છું, હા.

પ્રભુપાદ: ના, ના... ભગવાનને ભૂલી જાઓ. અત્યારે આપણે સામાન્ય બુદ્ધિની વાતો કરીએ છીએ.

જુવાન માણસ: કૃષ્ણ...હું નથી.

પ્રભુપાદ: ના. કૃષ્ણની વાત ન કરો. તે દૂર છે. તમે જરા સમજવાનો પ્રયાસ કરો કે તમારે મરવું નથી, કેમ તમારે મરવું પડે છે?

જુવાન માણસ: કેમ મારે મરવું પડે છે?

પ્રભુપાદ: હા. કારણકે તમે આધીન છો.

જુવાન માણસ: ઓહ, હા.

પ્રભુપાદ: હા. ત્યારે તમે તમારી પરિસ્થિતિને સમજો, કે તમે આધીન છો. તમે ઘોષિત નથી કરી શકતા કે "હું મુક્ત છું. હું આધીન નથી." જો તમે ઈચ્છો કે "મારે આધીન નથી થવું. મારે નીચે નથી નમવું," તે તમારો રોગ છે.

જુવાન માણસ: તમે મને શું... શું...

પ્રભુપાદ: ના, તમે સૌથી પેહલા તમારા રોગને સમજવાનો પ્રયાસ કરો. પછી આપણે તેની ઔષધિની શોધ કરીશું.

જુવાન માણસ: મને ખોટું લાગે છે, ઠીક છે, પણ કોને કે શું... ને હું નમન કરું, તમારા કહેવાનો અર્થ શું છે...

પ્રભુપાદ: તમે બધાને નમન કરો છો, તમે મૃત્યુને નમન કરો છો, તમે રોગને નમન કરો છો, તમે વૃદ્ધ અવસ્થાને નમન કરો છો. તમે કેટલી બધી વસ્તુઓને નમન કરો છો. તમે બાધ્ય છો. અને છતાં તમે વિચારો છો કે "હું નમી ના શકું. મને ગમતું નથી." કારણકે તમે કહો છો "મને ગમતું નથી," તેથી તમારે બળપૂર્વક નમન કરવું પડે છે. તમારે નમન કરવું પડે છે. કેમ તમે તમારી પરિસ્થિતિને ભૂલી જાઓ છો? તે આપણો રોગ છે. તેથી આગલી ક્રિયા છે કે "મારે બળપૂર્વક નમવું પડે છે." હવે આપણે શોધવું પડશે કે "કઈ જગ્યાએ હું નમન કરવા છતાં સુખી બનીશ?" તે કૃષ્ણ છે. તમારૂ નમન કરવું રોકાશે નહીં, કારણકે તમે તેના માટે જ છો. પણ જો તમે કૃષ્ણને અથવા કૃષ્ણના પ્રતિનિધિને નમન કરો, ત્યારે તમે સુખી બનશો. આની કસોટી કરો. તમારે નમવું તો પડશે જ. જો તમે કૃષ્ણ કે તેમના પ્રતિનિધિને નમન નહીં કરો, ત્યારે તમારે કોઈ બીજાને નમન કરવું પડશે, માયા. તે તમારી સ્થિતિ છે. તમે કોઈ પણ ક્ષણે મુક્ત ના થઈ શકો. પણ તમને લાગશે... જેમ કે એક બાળક ચોવીસ કલાક તેના માતા-પિતાને નમન કરે છે. તેથી તે સુખી છે. તે સુખી છે. માતા કહે છે, "મારા પ્રિય બાળક, કૃપયા અહીં આવો, અહીં બેસી જાઓ." "હા." તે સુખી છે. તે સ્વભાવ છે. માત્ર તમારે શોધવું જોઈએ ક્યાં તમારે નમન કરવું પડે, બસ. તે કૃષ્ણ છે. તમે તમારું નમન કરવું રોકી નથી શકતા, પણ તમારે જોવું જોઈએ ક્યાં તમારે નમન કરવું જોઈએ. બસ તેટલું જ. જો તમે કૃત્રિમ રૂપે વિચાર કરશો કે "હું કોઈને પણ નમન નથી કરવાનો. હું સ્વતંત્ર છું," તો તમે પીડિત થશો. માત્ર તમારે ઠીક જગ્યાને શોધવી પડશે જ્યાં તમારે નમન કરવું પડે. બસ એટલું જ છે. ઠીક છે. જપ કરો.