GU/Prabhupada 0298 - જો તમે કૃષ્ણની સેવા કરવા માટે ઉત્સુક છો, તેજ અસલી સંપત્તિ છે



Lecture -- Seattle, October 4, 1968

પ્રભુપાદ: કોઈ પ્રશ્ન?

વિષ્ણુજન: અમે કેવી રીતે કૃષ્ણને પૂર્ણ સેવા અર્પણ કરી શકીએ?

પ્રભુપાદ: તમારી ચિંતા દ્વારા. (હાસ્ય, "હરિબોલ!") જો તમે કૃષ્ણની સેવા કરવા માટે આતુર છો, તે સાચી મૂડી છે. કૃષ્ણ અનંત છે. આપણે તેમને શું સેવા અર્પિત કરી શકીએ? અને તેમની પાસે અનંત સેવકો પણ છે. તેમને મારી અને તમારી પાસેથી શું સેવા જોઈએ છે? તેઓ પૂર્ણ છે. તેમને કોઈ સેવાની જરૂર નથી. પણ જો તમે તેમની સેવા કરવા માટે આતુર છો, ત્યારે તે ના નહીં પાડે. તે તેમની કૃપા છે; તે તેમની ઉદારતા છે. તો જેટલું તમે કૃષ્ણની સેવા કરવા માટે આતુરતા વધારશો, તેટલું તે પૂર્ણ બને છે. તેઓ અનંત છે. તમારી ચિંતા, તમે અનંત બની જશો. તો સ્પર્ધા છે. વધારે તમે કૃષ્ણની સેવા કરો, વધારે તેઓ સ્વીકારશે અને વધારે તેઓ તમને બુદ્ધિ આપશે. તમે જોયું? તો આધ્યાત્મિક જીવન અનંત છે. સેવાનો કોઈ અંત નથી, અને સેવાને સ્વીકાર કરવાનો પણ કોઈ અંત નથી. તો એવું નથી. તો આતુરતા. તત્ર લૌલ્યમ એક મૂલ્યમ (ચૈ.ચ. મધ્ય ૮.૭૦). તે છે... હું જવાબની રચના નથી કરી રહ્યો, પણ હું તમને રૂપ ગોસ્વામીથી સાબિતી આપું છું, આપણા આચાર્ય. તેઓ કહે છે, કૃષ્ણ-ભક્તિ-રસ ભાવિતા મતિ: ક્રિયતામ યદિ કુતો અપિ ન લભ્યતે (ચૈ.ચ. મધ્ય ૮.૭૦): "મારા પ્રિય સજ્જનો, મારા પ્રિય છોકરાઓ અને છોકરીઓ, જો તમે ખરીદી કરી શકો..., તમારો કૃષ્ણને પ્રેમ કરવાનો ભાવ - 'હું કેવી રીતે કૃષ્ણને વધારે અને વધારે પ્રેમ કરી શકું' - આ, આટલું, આટલી આતુરતા, જો તમે આ મતિને ખરીદી કરી શકો," - મતલબ બુદ્ધિ; તે ખૂબ સરસ બુદ્ધિ છે, "હું કેવી રીતે કૃષ્ણની સેવા કરીશ..." કૃષ્ણ-ભક્તિ-રસ-ભાવિતા-મતિ: મતિ: એટલે કે બુદ્ધિ અથવા મનોસ્થિતિ, કે "હું કૃષ્ણની સેવા કરીશ." "જો તમે આ મન:સ્થિતિને ક્યાંયથી પણ ખરીદી કરી શકો, તો તરત જ તેની ખરીદી કરી લો." ત્યારે આગલો પ્રશ્ન થશે, "ઠીક છે, હું ખરીદી કરીશ. તેનું મૂલ્ય શું છે, શું તમે જાણો છો?" "હા, મને ખબર છે કે મૂલ્ય શું છે." "મૂલ્ય શું છે?" "લૌલ્યમ, ફક્ત તમારી આતુરતા, બસ." લૌલ્યમ એકમ મૂલ્યમ. "આહ, તે હું પ્રાપ્ત કરી શકું છું." ના. ન જન્મ કોટીભિઃ સુકૃતિભીર લભ્યતે. આ આતુરતા, કેવી રીતે કૃષ્ણને પ્રેમ કરવો, તે કેટલા બધા જન્મો પછી પણ પ્રાપ્ત નથી થતી. તો જો તમને થોડી પણ ચિંતા છે, "હું કેવી રીતે કૃષ્ણની સેવા કરી શકું? " તમારે જાણવું જોઈએ કે તમે સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છો. એક ચપટી, લૌલ્ય, આ આતુરતા, "હું કેવી રીતે કૃષ્ણની સેવા કરી શકું?" તે ખૂબ સરસ છે. ત્યારે કૃષ્ણ તમને બુદ્ધિ આપશે.

તેષામ સતત યુક્તાનામ
ભજતામ પ્રીતિ પૂર્વકમ
બુદ્ધિયોગમ દદામિ તમ...
(ભ.ગી. ૧૦.૧૦)

"જે પણ મારી સેવામાં પ્રેમ અને સ્નેહ સાથે સંલગ્ન છે, વગર કોઈ કપટના," તો કૃષ્ણ બધું સમજી શકે છે. તેઓ મારી અંદર છે, તમારી અંદર છે. ત્યારે તેઓ તમને બુદ્ધિ આપશે: "મારા પ્રિય બાળક, તું આમ કર." અને તે કરવાથી, તે શું પ્રાપ્ત કરશે? યેન મામ ઉપયાંતિ તે: "તે મારી પાસે પાછો આવી જશે." અને ત્યાં જવાથી શું લાભ છે? યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ (ભ.ગી. ૧૫.૬). મામ હી પાર્થ વ્યપાશ્રિત્ય યે અપિ પાપ યોનયઃ (ભ.ગી. ૯.૩૨). દુઃખાલયમ અશાશ્વાતમ (ભ.ગી. ૮.૧૫). કેટલા બધા છે. કૃપા કરીને ભગવદ ગીતા તેના મૂળ રૂપે વાંચો. તમને પૂર્ણ જ્ઞાન મળશે, ભગવાનનું વિજ્ઞાન. તે મનુષ્યોને અભ્યાસ કરવાની એક માત્ર વસ્તુ છે.

તો માત્ર તમારી આતુરતા કૃષ્ણની સેવા કરવા માટે - તે સિદ્ધિ છે. તે આતુરતાને વધારો. અને આતુરતા એટલે કે જો તમે કૃષ્ણને પ્રેમ કરો છો, તે આતુરતા તમારા પ્રેમ સાથે વધશે. "હું કેવી રીતે કૃષ્ણની સેવા કરીશ?" કારણકે તમે સ્વેચ્છાથી સેવક છો, કોઈ તમને જોર નથી આપતું. તેનો અર્થ છે કે જ્યા સુધી તમે કૃષ્ણને પ્રેમ નહીં કરો, કેવી રીતે તે આતુરતા વધશે? તો કેટલી બધી વસ્તુઓ છે કૃષ્ણને પ્રેમ કરવા માટે. સૌથી પ્રારંભમાં છે, શ્રવણમ કીર્તનમ. આ શ્રવણમ, શ્રવણ અને જપ. જપ, તમે હરે કૃષ્ણ શ્રવણ કરો છો, તમે ભગવદ ગીતા શ્રવણ કરો છો, તમે શ્રીમદ ભાગવતમ શ્રવણ કરો છો કૃષ્ણના વિષયે, અને જપ કરો છો. આ શરૂઆત છે. પછી, સ્વાભાવિક રીતે,

શ્રવણમ કીર્તનામ વિષ્ણો:
સ્મરણમ પાદસેવનમ
અર્ચનમ વંદનમ દાસ્યમ
સખ્યમ આત્મનિવેદનમ

(શ્રી.ભા. ૭.૫.૨૩)

કૃષ્ણ પ્રતિ આ નવ પ્રકારની સેવાઓ તમને બોધ આપશે, તમને કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધારશે, અને તમારું જીવન સફળ બનશે. બીજો કોઈ પ્રશ્ન? સમજવાનો પ્રયાસ કરો, પ્રશ્ન. એ કોઈ એવી વાત નથી કે આપણે જોર કરીને આગળ વધીએ છીએ. તમારી પાસે બુદ્ધિ છે. કૃષ્ણ તમને બુદ્ધિ આપે છે. તમે તમારી બુદ્ધિ દ્વારા સમજવાનો પ્રયાસ કરો પણ તેને અવગણવાનો પ્રયાસ ના કરો. તમારો પ્રશ્ન તેને સમજવા માટે કરો, તેનાથી બચવા માટે પ્રશ્ન નહીં. બે પ્રકારના પ્રશ્ન છે. તે પ્રશ્ન તમને મદદ નહીં કરે. જો તમે તેનાથી બચવાનો પ્રયાસ કરશો, કૃષ્ણ તમને મદદ કરશે બચવા માટે, અને જો તમે કૃષ્ણને પકડવા ઈચ્છો છો, ત્યારે કૃષ્ણ તમને મદદ કરશે કેવી રીતે તમે પકડી શકો. બે વસ્તુઓ ચાલી રહી છે. જે પણ માર્ગ તમને જોઈએ છે, તમે સ્વીકાર કરી શકો. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામિ અહમ (ભ.ગી. ૪.૧૧). કૃષ્ણ મદદ કરશે વ્યક્તિના ભાવ અનુસાર. જો.. તે છે... કેટલા બધા તત્ત્વજ્ઞાનીઓ છે, તેઓ કૃષ્ણને ભૂલવા માગે છે. જેમ કે તમને ડોકટર રાધાકૃષ્ણનની પુસ્તકમાં નવમાં અધ્યાયમાં મળશે કે કૃષ્ણે કહ્યું, મનમના ભવ મદભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). અનુવાદ તો ઠીક છે, પણ તે તાત્પર્ય આપે છે, "તે કૃષ્ણ નથી કે જેને તમારે શરણાગત થવું જોઈએ." જરા જુઓ. તેનો અર્થ છે કે તેનો આખો હેતુ પુસ્તક લખવા માટે છે કે લોકોને પથભ્રષ્ટ કરવા, કેવી રીતે કોઈ કૃષ્ણને ભૂલી જાય. તો જેને પણ કૃષ્ણને ભૂલી જવું છે, ત્યારે કૃષ્ણ તેને તેવી બુદ્ધિ આપશે કે તે ક્યારેય પણ કૃષ્ણને સમજી નહીં શકે. પણ જો કોઈ કૃષ્ણને પ્રેમ કરવાનો પ્રયાસ કરશે, કૃષ્ણને સમજવાનો પ્રયાસ કરશે, તેઓ બુદ્ધિ આપશે. તમે સમજી શકો છો. તે કૃષ્ણ છે. તમારી પાસે પૂર્ણ સ્વતંત્રતા છે. પણ જો તમે કૃષ્ણને ભૂલી જશો, તો તમારે માયાની સેવા કરવી પડશે, અને જો તમે કૃષ્ણને પ્રેમ કરશો, ત્યારે માયા તમને છોડી દેશે.